Book Title: Meghratha Raja Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 3
________________ રાજા મેઘરથ વાત સાંભળી દરબારીઓએ રાજાના માંસને બદલે બજારમાંથી કસાઈ પાસેથી માંસ લાવવાનું સૂચવ્યું. રાજાએ મનાઈ કરી કહ્યું. કસાઈ માંસ માટે બીજા પ્રાણીને મારશે. આ કબૂતર મારા શરણે આવ્યું છે અને તેનું રક્ષણ મારી જવાબદારી છે. સાથે બીજા કોઈ પ્રાણીને ઇજા ન થવી જોઈએ. તેથી હું મારું જ માંસ આપીશ.” આટલું કહીને રાજાએ છરી હાથમાં લીધી અને પોતાની સાથળનું માંસ કાપીને બાજને આપ્યું. આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. બાજે કહ્યું, “મારે તો કબૂતરના વજન જેટલું જ માંસ જોઈએ.” રાજાએ સભામાં ત્રાજવાં મંગાવ્યાં. એક પલ્લામાં કબૂતર મૂક્યું અને બીજા પલ્લામાં રાજાનું માંસ મૂક્યું. રાજા કાપી કાપીને માંસ મૂકતા જ ગયા પણ કબૂતરનું પલ્લું ભારે જ રહ્યું. અંતે રાજાએ પોતાનું આખું શરીર ત્રાજવામાં મૂકવાની તૈયારી બતાવી. અજાણ્યા પક્ષી માટે રાજા પોતાના પ્રાણ આપવા તૈયાર થયા તે જોઈ આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. રાજા તો શરણે આવેલા પક્ષીને બચાવવા પોતાની ફરજ બજાવી રહ્યા છે. રાજા તો સામેના પલ્લામાં આંખો બંધ કરી ધ્યાનસ્થ મુદ્રામાં બેસી ગયા. જેવું રાજાએ ધ્યાન શરૂ કર્યું કે કબૂતર અને બાજ તેમના અસલ દેવ સ્વરૂપમાં આવી ગયા. બંને જણા રાજાને નમી પડ્યા અને કહ્યું, “હે મહાન રાજવી, ઇંદ્રએ તમારા જે વખાણ કર્યા હતાં તે યથાર્થ જ હતા. અમે કાન પકડી કબૂલ કરીએ છીએ કે તમે મહાન દયાળુ રાજા છો.” ફરી ફરી રાજાની પ્રશંસા કરતા તેઓ રાજાને પ્રણામ કરીને ચાલ્યા ગયા. આખો દરબાર આનંદિત થઈ ગયો અને ઘોષણા કરવા લાગ્યો, “રાજા મેઘરથ ઘણું જીવો” આ રાજા મેઘરથનો જીવ ત્રીજા ભવમાં સોળમા તીર્થંકર શાંતિનાથ બન્યા. આ વાત શીખવૅ છે કે કમનસીબ દુઃખી લોકોનું રક્ષણ કરવાની આપણી કૃષ્ણ ફરજ છે. કોઈનું દુખ દર્દ જોઈને માખણને દયા ભ્રાત્રે એટલું જ નહિ પણ તેની પીડા ઓછી ક૨વાના પ્રયત્નો કર્સએ તો જ સાચા દયાળુ કહેવાઈએ. સાચો દયાળુ ગર્લ્સબોને આર્થિક સહાય કરે અને ભૂગ્ગા તથા જરૂરિયાતવાળાને ખાવાનું આપે. દયાળુ માણસ પોતાની જિંદગી બચાવવા બીજાને નુકશાન ન કરેં. પરંતુ બીજાના જીવન માટે પોતાની જિંદગીનો ભોગ આપે. | જૈન કથા સંગ્રહ 69Page Navigation
1 2 3