Book Title: Meghratha Raja Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201014/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ રાજા મેઘશ્ય ૧૪. રાજા મેઘરથ સ્વર્ગના દેવ ઇન્દ્રએ દેવોની સભામાં પૃથ્વી પરના રાજા મેઘરથની બહાદુરી અને દયાળુપણાની ખૂબ પ્રશંસા કરી. એમણે કહ્યું કે રાજા મેઘરથ પોતાના શરણે આવેલાને રક્ષણ આપવા માટે પોતાના પ્રાણ આપતાં પણ અચકાય નહિ. બે દેવોએ ઇંદ્રની વાતનો વિરોધ કર્યો. તેથી ઇંદ્રએ તેમને પૃથ્વીપર જઈને જાતે જ જોઈ લેવા જણાવ્યું. તેઓએ વેશપલટો કરી એકે કબૂતરનું તથા બીજાએ શિકારી બાજ પક્ષીનું રૂપ લીધું. પૃથ્વીપર રાજા મેઘરથ સભામાં તેમના રાજવી પરિવારજનો સાથે બેઠા હતા. એકાએક ખુલ્લી બારીમાંથી એક કબૂતર બેઠા હતા ત્યાં ધસી આવ્યું અને ગોળ ગોળ આંટા મારવા લાગ્યું. રાજાના આશ્ચર્ય વચ્ચે કબૂતર તેમના ખોળામાં આવીને બેસી ગયું. તે ભયનું માર્યું ખૂબ ધ્રૂજતું હતું. રાજાને લાગ્યું કે કબૂતર કોઈ ભયથી ફફડી રહ્યું છે અને મહેલમાં તે આશ્રય શોધતું આવ્યું છે. એટલામાં એક બાજ પક્ષી ઊડતું ઊડતું રાજસભામાં આવ્યું. તેણે રાજાને કહ્યું, “આ કબૂતર મારો ખોરાક છે, તે મને આપી દો.” રાજાએ તો બાજ પક્ષીની વાત સાંભળી. તેણે જવાબ આપ્યો, “આ તારો ખોરાક છે એ સાચું પણ તે અત્યારે મારી શરણમાં રક્ષણ માટે છે. હું તને આ કબૂતર નહિ આપું એના બદલામાં તારે જે જોઈએ તે ખોરાક આપું.” પક્ષીની જિંદગી બચાવવા પોતાનું માંસ સ્વીકારવાનું કહેતા રાજા મેધથ 67 જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ રાજાએ ચાકરોને ટોપલા ભરીને શાકભાજી તથા ફળફળાદિ લાવવા કહ્યું. બાજ પક્ષીએ કહ્યું, “હું કાંઈ માણસ નથી કે શાકાહારી પણ નથી. મને તો ખોરાક તરીકે માંસ જ જોઈએ.” રાજા મેઘરથે કહ્યું, “કબૂતરના બદલામાં હું તને મારું માંસ આપું.” રાજાની LATA(Qaavaan a પક્ષીની જિંદગી બચાવવા પોતાની જિંદગીનું બલિદાન આપતા રાજા મેઘરથ 68 જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ રાજા મેઘરથ વાત સાંભળી દરબારીઓએ રાજાના માંસને બદલે બજારમાંથી કસાઈ પાસેથી માંસ લાવવાનું સૂચવ્યું. રાજાએ મનાઈ કરી કહ્યું. કસાઈ માંસ માટે બીજા પ્રાણીને મારશે. આ કબૂતર મારા શરણે આવ્યું છે અને તેનું રક્ષણ મારી જવાબદારી છે. સાથે બીજા કોઈ પ્રાણીને ઇજા ન થવી જોઈએ. તેથી હું મારું જ માંસ આપીશ.” આટલું કહીને રાજાએ છરી હાથમાં લીધી અને પોતાની સાથળનું માંસ કાપીને બાજને આપ્યું. આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. બાજે કહ્યું, “મારે તો કબૂતરના વજન જેટલું જ માંસ જોઈએ.” રાજાએ સભામાં ત્રાજવાં મંગાવ્યાં. એક પલ્લામાં કબૂતર મૂક્યું અને બીજા પલ્લામાં રાજાનું માંસ મૂક્યું. રાજા કાપી કાપીને માંસ મૂકતા જ ગયા પણ કબૂતરનું પલ્લું ભારે જ રહ્યું. અંતે રાજાએ પોતાનું આખું શરીર ત્રાજવામાં મૂકવાની તૈયારી બતાવી. અજાણ્યા પક્ષી માટે રાજા પોતાના પ્રાણ આપવા તૈયાર થયા તે જોઈ આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. રાજા તો શરણે આવેલા પક્ષીને બચાવવા પોતાની ફરજ બજાવી રહ્યા છે. રાજા તો સામેના પલ્લામાં આંખો બંધ કરી ધ્યાનસ્થ મુદ્રામાં બેસી ગયા. જેવું રાજાએ ધ્યાન શરૂ કર્યું કે કબૂતર અને બાજ તેમના અસલ દેવ સ્વરૂપમાં આવી ગયા. બંને જણા રાજાને નમી પડ્યા અને કહ્યું, “હે મહાન રાજવી, ઇંદ્રએ તમારા જે વખાણ કર્યા હતાં તે યથાર્થ જ હતા. અમે કાન પકડી કબૂલ કરીએ છીએ કે તમે મહાન દયાળુ રાજા છો.” ફરી ફરી રાજાની પ્રશંસા કરતા તેઓ રાજાને પ્રણામ કરીને ચાલ્યા ગયા. આખો દરબાર આનંદિત થઈ ગયો અને ઘોષણા કરવા લાગ્યો, “રાજા મેઘરથ ઘણું જીવો” આ રાજા મેઘરથનો જીવ ત્રીજા ભવમાં સોળમા તીર્થંકર શાંતિનાથ બન્યા. આ વાત શીખવૅ છે કે કમનસીબ દુઃખી લોકોનું રક્ષણ કરવાની આપણી કૃષ્ણ ફરજ છે. કોઈનું દુખ દર્દ જોઈને માખણને દયા ભ્રાત્રે એટલું જ નહિ પણ તેની પીડા ઓછી ક૨વાના પ્રયત્નો કર્સએ તો જ સાચા દયાળુ કહેવાઈએ. સાચો દયાળુ ગર્લ્સબોને આર્થિક સહાય કરે અને ભૂગ્ગા તથા જરૂરિયાતવાળાને ખાવાનું આપે. દયાળુ માણસ પોતાની જિંદગી બચાવવા બીજાને નુકશાન ન કરેં. પરંતુ બીજાના જીવન માટે પોતાની જિંદગીનો ભોગ આપે. | જૈન કથા સંગ્રહ 69