Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 5
________________ માર્ગાનુસારી વચનો ચાણક્યના નીતિશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે ‘પાપ અને અત્યાચારો દ્વારા કમાવાયેલું ધન વધુમાં વધુ દસ વર્ષ સુધી જ મનુષ્ય પાસે રહે છે. - જીવનના દરેક ક્ષેત્રમાં તીવ્ર સ્પર્ધા જોવા મળે છે. આ સ્પર્ધામાં સફળતા મેળવવા ન્યાય, નીતિ, સદાચાર અને માનવતાનો જે ભોગ ધરી દેવામાં આવે છે. આજે જ્ઞાતિજાતિના બંધનો શિથિલ બન્યા છે, તેને કારણે સમાજમાં દારૂ, માંસાહાર, દુરાચાર, જુગાર વગેરે દૂષણો માઝા મૂકી રહ્યા છે. નીડરતા બહુ સારો ગુણ છે, પણ સમાજમાં જેને નિંદનીય કૃત્યો ગણવામાં આવે છે, તે બાબતમાં ડરપોક રહેવું એ સદ્ગુણ છે. જેઓ અનીતિથી નાણા ઉપાર્જન કરીને તેનો ઉપયોગ પરમાર્થના કામો માટે કરે છે તેમની ઉદારતાની પ્રશંસા કરી શકાય નહીં. આંતરજ્ઞાતિય અને આંતરજાતિય વિવાહમાં ધર્મ, રીતરિવાજો , સંસ્કાર, રહેણીકરણી અને સ્વભાવની અસમાનતા હોવાથી તે નિષ્ફળ જાય છે. આજે કોઇ વ્યક્તિ પોતાના જીવનની મૂળભૂત જરૂરીયાતો પૂરી કરવા માટે દેવું નથી કરતી પણ જેને લક્ઝરી કહેવામાં આવે છે. તેની ખરીદી કરવા માટે જ દેવું કરે છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 394