Book Title: Mara Jivanma Prakashnu Sthan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૨૬] દર્શન અને ચિંતન સહજ છે, છતાં જ્યારે હું મારા અંધકારયુગીન ભૂતજીવનની જટિલ ગ્રંથિઓ વિષે વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે એ પત્રે એક નાના ભાઈની પેઠે. મને મૂંઝવણના અંધકારમાં પ્રકાશ અને દંડરૂપે મદદ આપી છે. એક વાર તદ્દન નગય લાગતી વસ્તુ પણ ક્યારેક કેટલી જીવનપ્રદ અને પિષક બને છે એને આ પ્રકાશ મારા જીવનમાં એક સચોટ દાખલ છે. વ્યાકરણ, કાવ્ય, અલંકાર, તર્ક, ભિન્નભિન્ન દર્શન, આગમ, પિટકવેદ, ઉપનિષદ, પુરાણ, ધર્મશાસ્ત્ર આદિના હજારે પિથાં ફેંદી નાખનાર અસ્થિર અને લગભગ એક જ સ્થાને એક જ દિશામાં વિચાર કરનારા સ્થિર મન વચ્ચે ધીરે ધીરે કરતાં કાળક્રમે મોટું અંતર પડી જાય તે એ સ્વાભાવિક છે, પણ તેમ છતાં એ પ્રકાશના અતિ અલ્પ વાચનમાંના કેટલાક લે તે અત્યારે પણ મારી નજર સામે તાદશ ખડા થાય છે. શ્રીયુત અનુપચંદભાઈએ ક્યારેક બ્રહ્મચર્ય વિષે અને કદાચ તેવા બીજા એક જીવનસ્પર્શી વિષય વિષે પ્રકાશમાં લેખો લખેલા. તેને પ્રભાવ આજ પણ મારા જીવનમાં બળ પ્રેરી રહ્યો છે. મને ઘણી વાર એમ તે લાગ્યું જ છે કે એ પત્ર ભલે પંથ અને ગ૭ તેમ જ ગુરૂવિશેષની ભાવનામાંથી જગ્યું હોય છતાં જે એને વિકાસ વર્તમાન સંગે અને સાધનો પ્રમાણે પૂરેપૂરે થયો હોત અથવા હજી પણ થાય તે એ પત્ર અધ વચ્ચે પહોંચીને ઘડપણમાં પ્રવેશ કરવાને બદલે ઊલટું નવજીવનમાં પ્રવેશ કરે. જે કોઈ વ્યક્તિ જીવનની કળા જાણતી થાય તે એ જેમ જેમ ઉંમરે વધે તેમ તેમ ઘડપણને બદલે વધારે નવજીવન જ મહાત્માજીની પેઠે અનુભવે, તેમ પત્રની બાબતમાં પણ છે. એની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ જીવન વધારે સબળ અને તાજું થવું જોઈએ. અનુભવો, કાર્યદિશાઓ અને ભાવનાઓ વધવા અને બદલાવાના ચુગની સાથે જ કોઈ પણ પત્રે એગ્ય રીતે પરિવર્તન સ્વીકારવું જ જોઈએ. અને તે જ તે વિકસિત ભૂમિકામાં સ્થાન-માન પામી શકે અને ઉપયોગી. થઈ શકે. વસંતમાં જૂનાં પર્ણો જાય છે તે નવીનને માટે જ. માણસ, સંસ્થા અને ધર્મ એ બધાએ વાસંતિક જીવન જીવવું જોઈએ. પત્ર એ તે ઉક્ત વસ્તુઓનું પ્રતિનિધિ છે તેથી અને ખરી રીતે એ બધાનું દોરનાર છે તેથી એણે તે વિચાર, અભ્યાસ અને નિર્ભયતાપૂર્વક વાસંતિક જીવન સર્વપ્રથમ ધારણ કરવું જોઈએ. મારા વાંચવામાં આવતું નથી એટલે અત્યારની પ્રકાશ પત્રની સ્થિતિ વિષે હું અજ્ઞાત છું. સંભવ છે કે એને જન્મગત વાડો પલટાઈ પણ ગયો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5