Book Title: Mara Jivanma Prakashnu Sthan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ મારા જીવનમાં “પ્રકાશ” નું સ્થાન [૨] જન્મસ્થાન અને પાલક પિષક ભાતપિતા ભિન્ન હોવા છતાં પ્રકાશ પત્ર અને હું ઉંમરની દૃષ્ટિએ નાના-મોટા ભાંડર જેવા છીએ, છતાં એની સાથે મારે પ્રાથમિક પરિચય તે મોટી ઉંમરે જ થયો. વિશેષાંકમાં લખવા ઘણા વિષયે સ્ફ છતાં અત્યારે પ્રસ્તુત વિષય જ સહેતુક પસંદ કર્યો છે. વર્ષો થયાં શ્રી જૈન ધર્મ પ્રકાશ મેં વાંચ્યું નથી. આજે એને જૂને કે નો એક અંક મારી પાસે નથી. જ્યારે વાંચેલું ત્યારે પણ સતત એમ તે નહિ જ. અચાનક આવી ગયું અને બીજું કામ તે વખતે ન હોય તે એ જેઈ જવાનું, પરંતુ સૌથી પહેલાં એ પત્ર સાંભળવાને જ્યારે પ્રસંગ આવ્યું તે વખતની મારી સ્થિતિ અજબ હતી. ચક્ષુના સ્થૂલ પ્રકાશયુગમાં તે મેં છાપાં જેવી વસ્તુ જાણેલી જ નહીં. એ યુગ છોડી સ્થૂલ અંધકારયુગમાં દુઃખપૂર્વક દાખલ થયા પછી બેએક વર્ષે પ્રકાશનું નામ કાને પડ્યું. પ્રકાશ એટલે મૂર્તિપૂજક અને તેમાંયે તપાગચ્છનું મુખ્ય પત્ર. એનો પ્રવેશ સ્થાનકવાસી ગામમાં તે સંભવિત જ ન હતું, પણ જાણે મારા ભાગ્યબળે જ (અન્યના ભાગ્યની તે ખબર નથી) એ નાનકડાશા વિદ્ય-સંસ્કારવિહીન ગામડામાં એક મૂર્તિપૂજક ભાઈ વસતા હતા. એને લીધે અને ખાસ કરીને વિહારના માર્ગનું સ્થાન હોવાને લીધે અવારનવાર સંવગી સાધુ આવતા. કોઈ એક સંવેગી સાધુએ એ ભાઈને ગળે પ્રકાશપત્ર વળગાડ્યું અને કેટલાક પ્રસારક સભાનાં ભાષાંતર તેમ જ કથા પુસ્તક પરાણે ખરીદાવ્યાં. એ ગ્રાહક થનાર મારા મિત્ર અને પ્રકાશમાંથી અવારનવાર લેખે સંભળાવતા. હું અતિ રસ અને એકાગ્રતાપૂર્વક એ સાંભળત. માતાપિતા, કુટુંબ અને સમાજના વારસાગત ધર્મસરકારે સ્થાનકવાસી હતા. રાત-દિવસના સતત સ્થાનકવાસી સાધુ–સાધ્વીના શ્રદ્ધાપૂર્ણ પરિચય એ સંસ્કારોમાં જિજ્ઞાસાના બીજનું આરોપણ કર્યું હતું, પણ સાથે સાથે * આ લેખમાં પંડિતજીએ “પ્રકાશ” એટલે ભાવનગરથી પ્રગટતા જૈન ધર્મ પ્રકાશ” અંગે લખ્યું હોવા છતાં એમાં એમની પિતાની પણ અમુક હકીક્ત આવતી હોવાથી એને આ વિભાગમાં સ્થાન આપ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5