Book Title: Mara Jivanma Prakashnu Sthan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249306/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મારા જીવનમાં “પ્રકાશ” નું સ્થાન [૨] જન્મસ્થાન અને પાલક પિષક ભાતપિતા ભિન્ન હોવા છતાં પ્રકાશ પત્ર અને હું ઉંમરની દૃષ્ટિએ નાના-મોટા ભાંડર જેવા છીએ, છતાં એની સાથે મારે પ્રાથમિક પરિચય તે મોટી ઉંમરે જ થયો. વિશેષાંકમાં લખવા ઘણા વિષયે સ્ફ છતાં અત્યારે પ્રસ્તુત વિષય જ સહેતુક પસંદ કર્યો છે. વર્ષો થયાં શ્રી જૈન ધર્મ પ્રકાશ મેં વાંચ્યું નથી. આજે એને જૂને કે નો એક અંક મારી પાસે નથી. જ્યારે વાંચેલું ત્યારે પણ સતત એમ તે નહિ જ. અચાનક આવી ગયું અને બીજું કામ તે વખતે ન હોય તે એ જેઈ જવાનું, પરંતુ સૌથી પહેલાં એ પત્ર સાંભળવાને જ્યારે પ્રસંગ આવ્યું તે વખતની મારી સ્થિતિ અજબ હતી. ચક્ષુના સ્થૂલ પ્રકાશયુગમાં તે મેં છાપાં જેવી વસ્તુ જાણેલી જ નહીં. એ યુગ છોડી સ્થૂલ અંધકારયુગમાં દુઃખપૂર્વક દાખલ થયા પછી બેએક વર્ષે પ્રકાશનું નામ કાને પડ્યું. પ્રકાશ એટલે મૂર્તિપૂજક અને તેમાંયે તપાગચ્છનું મુખ્ય પત્ર. એનો પ્રવેશ સ્થાનકવાસી ગામમાં તે સંભવિત જ ન હતું, પણ જાણે મારા ભાગ્યબળે જ (અન્યના ભાગ્યની તે ખબર નથી) એ નાનકડાશા વિદ્ય-સંસ્કારવિહીન ગામડામાં એક મૂર્તિપૂજક ભાઈ વસતા હતા. એને લીધે અને ખાસ કરીને વિહારના માર્ગનું સ્થાન હોવાને લીધે અવારનવાર સંવગી સાધુ આવતા. કોઈ એક સંવેગી સાધુએ એ ભાઈને ગળે પ્રકાશપત્ર વળગાડ્યું અને કેટલાક પ્રસારક સભાનાં ભાષાંતર તેમ જ કથા પુસ્તક પરાણે ખરીદાવ્યાં. એ ગ્રાહક થનાર મારા મિત્ર અને પ્રકાશમાંથી અવારનવાર લેખે સંભળાવતા. હું અતિ રસ અને એકાગ્રતાપૂર્વક એ સાંભળત. માતાપિતા, કુટુંબ અને સમાજના વારસાગત ધર્મસરકારે સ્થાનકવાસી હતા. રાત-દિવસના સતત સ્થાનકવાસી સાધુ–સાધ્વીના શ્રદ્ધાપૂર્ણ પરિચય એ સંસ્કારોમાં જિજ્ઞાસાના બીજનું આરોપણ કર્યું હતું, પણ સાથે સાથે * આ લેખમાં પંડિતજીએ “પ્રકાશ” એટલે ભાવનગરથી પ્રગટતા જૈન ધર્મ પ્રકાશ” અંગે લખ્યું હોવા છતાં એમાં એમની પિતાની પણ અમુક હકીક્ત આવતી હોવાથી એને આ વિભાગમાં સ્થાન આપ્યું છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] દર્શોન અને ચિંતન અજાણપણે પણ એ સંસ્કાશ માત્ર એકતરફી પોષાઈ ગ્રંથિરૂપ અની ગયા હતા. મને યાદ છે ત્યાં સુધી હું કહી શકું કે કાઈ પણ સ્થાનકવાસી સાધુ-સાધ્વી આવે ત્યારે હું તેમને વિષે એમ જ ધારો કે આ ખરેખર મહાવીરના સાક્ષાત શિષ્યા જેવા છે. વાસ્તવિક ત્રુટિઓ તેમનામાં જે છતાં એક ચોગીની પેઠે મૂઢ ભાવે, તેમનામાં ગુણદશ ન જ કરતા અને માનતા કે તેમના આચાર-વિચાર, ભાષા, વ્યવહાર એ બધું સાક્ષાત મહાવીરમાંથી જ આવેલું હાઈ નિઃશંક હેય છે. એક બાજુ આ સીજ ગ્રંથિની સ્થિતિ અને બીજી બાજુ પ્રકાશ પત્રનું તદ્દન વિરેધી વાચન. એમાં મૂર્તિ પૂજાની, તીર્થીની, અષ્ટપ્રકારી અને અન્યાન્ય પ્રકારી પૂજાની, ધૂપ, ફૂલ વગેરેની ચર્ચા આવે. બત્રીશને બદલે કચારેક પિસ્તાલીશ આગમને અને ટખાને ખલે પંચાંગીને ઉલ્લેખ આવે. પ્રાકૃતને ખદલે ધણીવાર સંસ્કૃત શ્લો સાંભળવા મળે. મુહપતિ બાંધવા વિરુદ્ધની ચર્ચા અને પીળા કપડાનાં સમર્થન પણ એમાં આવે. મારે મન આ બધું તે વખતે એક ધતીંગ હતું. વારસાગત અને પછીથી પોષાયેલ સંસ્કારો પ્રકાશ પત્રમાં આવતી ઘણીખરી બાબતોને મિથ્યા માનવા પ્રેરે, પણ પેલા મિત્રનું અનુસરણ અને કાંઈક અસ્પષ્ટ જિજ્ઞાસાભાવ એ વિરુદ્ધ ખેલવા ના પાડે. આમ કુળગત સંસ્કારા ઉપર પ્રકાશપત્રના વાચનદ્રારા તદ્દન વિરે।ધી ખીજા સંસ્કારના ઘર મનમાં બંધાયા. જાણે આ થાને ભાર ઊંચકવા કર્તણુ હોય અને તેમાંથી કાંઈક માર્ગો શોધવા મથતું હોય તેમ તે વખતનું મારું મન તર્કવિતર્ક કરવા લાગ્યું. 'છપ્પનના દુષ્કાળથી અઠ્ઠાવનની સાલ સુધીના ગાળામાં મન ક્રાંતિની દિશામાં હતું. પ્રકાશ પત્રમાંના અને પ્રચારક સભાનાં કેટલાંક પુસ્તકામાંથી સેકડા સંસ્કૃત શ્લોકા યાદ થઈ ગયેલા, અને હજારો કંઠસ્થ પ્રાકૃત પદ્યોની મનમાં પ્રતિષ્ઠા છતાં સંસ્કૃત તરફ આકર્ષણ પૂરવેગથી વધવા માંડયું, એ આકર્ષણે કુળગત સંસ્કારને શિથિલ કર્યા, છતાં કુટુંબ અને કુળગુરુએ ના માનસિક ભય તેમ જ જડતાનું ગાઢ આવરણ એટલું બધું કે કરવા સાહસ જ ન થાય. છતાં પ્રકાશના તે વખતના એક માત્ર સ્થૂલ વાચનથી પણ મન જુદી જ રીતે ઘડાવા મળ્યું. કયારેક કૌતુકબુદ્ધિએ મંદિરમાં જવાનું મન થાય, કયારેક ટીકાદષ્ટિએ અને દેવેષકદ્રષ્ટિએ સંવેગી સાધુ પાસે જવા મન લલચાય. આ બધું થાય પણ કુળસંસ્કારાની ગ્રંથિ મનને છૂટથી વિચારવા જ ન દે. વળી પ્રકાશ પત્રના નવનવ અંકના વાચનથી મનમાં એમ થઈ આવે કે આ પિસ્તાલીશ આર્ગમા, આ સંસ્કૃત સાહિત્ય, આ વ્યાકરણુ, આ ન્યાય વગેરે બધું જાણવું તે જોઈએ. કદાચ તે મિથ્યા શંકા વ્યક્ત Page #3 -------------------------------------------------------------------------- ________________ -મારા જીવનમાં “પ્રકાશ”નું સ્થાન હશે તે ભલે તેમ છે, પણ માત્ર બત્રીશ આગમ ને થોકડાઓમાં તો રચ્યાપચ્યા રહી ન શકાય. આ રીતે અઠ્ઠાવનની સાલ સુધીમાં મને એક પ્રબળ બળવો કર્યો. ચક્કસ સમય યાદ નથી પણ લગભગ એ જ ગાળામાં પ્રકાશ પત્રમાં વીર અને પુરુષાર્થ શ્રીમાન ધર્મવિજયજી મહારાજના કાશીમાં સંસ્કૃત અભ્યાસ માટે થનાર પ્રયાણના સમાચાર વાંચ્યા. પ્રકાશ પત્રના આ સમાચાર મારા બુભૂક્ષિત મનને વધારે ઉશ્કેર્યું અને સાથે સાથે એ અંધાયુગી જીવનક્રમમાં એક આશાનું કિરણ મારી સામે ફેંકડ્યું. તે પછી ખાનગી વિવિધ પ્રયત્નને પરિણામે છેવટે હું ૧૯૬૦માં નવજીવનપ્રવેશક અને પિષક શ્રીમાન ધર્મવિજય મહારાજનાં ચરણોમાં કાશી સ્થળે આવ્યા. આ વખતની અને ત્યારપછીના અત્યાર લગીના લગભગ એકત્રીશ વર્ષની આત્મકથા કહેવાનું આ સ્થાન નથી તેમ જ એટલે સમય પણ અત્યારે નથી. હું જાણું છું કે એ આત્મકથામાં શાસ્ત્રમંથન, શાસ્ત્રવિચારણા, ધર્મચિંતન, ધર્મમંથન, સમાજપરિચય, સામાજિક પ્રશ્નોને ઉહાહ, ફિરકાના સ્થાનમાં સમાજદષ્ટિનું અને સમાજના સ્થાનમાં રાષ્ટ્ર તેમ જ વિશ્વદષ્ટિનું સ્થાન ઇત્યાદિ જે વિષયે અનુભવગત છે તે જે મોકળા મને પૂર વખત લઈ ચવ્યું તે ઘણું જણ એ વાંચી પિતાના અનુભવોને એની સાથે સરખાવી સામે અનુભવી શકે અને તેના પતન-ઉત્પતનમાંથી તેઓ પિતાના વિષે પણ કાંઈક વિચારી શકે, પરંતુ અહીં મારો ઉદ્દેશ પરિમિત છે અને તે એટલે જ કે પ્રકાશ પત્રનું મારા જીવનમાં શું સ્થાન છે એ દર્શાવવું. શ્રીયુત પરમાનંદ કાપડિયાના પ્રકાશ પત્ર સાથેના સંબંધ પછી જે કાંઈ તેમાં વિશાળતા અને ઉદારતાની દિશામાં ઘેડ ફેરફાર થયે છે તેને અને બીજા અતિ ઘેડા ફેરફારને બાદ કરીએ તો એ પત્ર વિષે આ ક્ષણે મારા મન ઉપર ચોગ્ય પત્રત્વની સારી છાપ નથી. મારા મન ઉપર એવી છાપ પડી છે કે એ પત્ર તાવિક રીતે અભ્યાસપૂર્ણ અને તદ્દન નિષ્પક્ષપણે સામાન્ય ધર્મને પણ વિચાર નથી કરતું તે પછી જૈનધર્મને વિચાર કરવાની અને તે ઉપર પ્રકાશ ફેંકવાની વાત તે બાજુએ જ રહી. પરંતુ જે મારી આ ધારણા આંશિક પણ સાચી હોય તે તે અત્યારની માનસિક ભૂમિકાની છે. મારું મન ઘણા નાના-મોટા વાડા વટાવી આગળના અલક્ષિત મેદાનમાં કૂદકા-ભૂસકા મારતું હોય અને જુદી જુદી દિશાઓ સ્પર્શવા ભટકતું હોય તે એ એના ગુણ કે દોષથી પ્રકાશ પત્રને વિષે એમ કહ્યું એ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૬] દર્શન અને ચિંતન સહજ છે, છતાં જ્યારે હું મારા અંધકારયુગીન ભૂતજીવનની જટિલ ગ્રંથિઓ વિષે વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે એ પત્રે એક નાના ભાઈની પેઠે. મને મૂંઝવણના અંધકારમાં પ્રકાશ અને દંડરૂપે મદદ આપી છે. એક વાર તદ્દન નગય લાગતી વસ્તુ પણ ક્યારેક કેટલી જીવનપ્રદ અને પિષક બને છે એને આ પ્રકાશ મારા જીવનમાં એક સચોટ દાખલ છે. વ્યાકરણ, કાવ્ય, અલંકાર, તર્ક, ભિન્નભિન્ન દર્શન, આગમ, પિટકવેદ, ઉપનિષદ, પુરાણ, ધર્મશાસ્ત્ર આદિના હજારે પિથાં ફેંદી નાખનાર અસ્થિર અને લગભગ એક જ સ્થાને એક જ દિશામાં વિચાર કરનારા સ્થિર મન વચ્ચે ધીરે ધીરે કરતાં કાળક્રમે મોટું અંતર પડી જાય તે એ સ્વાભાવિક છે, પણ તેમ છતાં એ પ્રકાશના અતિ અલ્પ વાચનમાંના કેટલાક લે તે અત્યારે પણ મારી નજર સામે તાદશ ખડા થાય છે. શ્રીયુત અનુપચંદભાઈએ ક્યારેક બ્રહ્મચર્ય વિષે અને કદાચ તેવા બીજા એક જીવનસ્પર્શી વિષય વિષે પ્રકાશમાં લેખો લખેલા. તેને પ્રભાવ આજ પણ મારા જીવનમાં બળ પ્રેરી રહ્યો છે. મને ઘણી વાર એમ તે લાગ્યું જ છે કે એ પત્ર ભલે પંથ અને ગ૭ તેમ જ ગુરૂવિશેષની ભાવનામાંથી જગ્યું હોય છતાં જે એને વિકાસ વર્તમાન સંગે અને સાધનો પ્રમાણે પૂરેપૂરે થયો હોત અથવા હજી પણ થાય તે એ પત્ર અધ વચ્ચે પહોંચીને ઘડપણમાં પ્રવેશ કરવાને બદલે ઊલટું નવજીવનમાં પ્રવેશ કરે. જે કોઈ વ્યક્તિ જીવનની કળા જાણતી થાય તે એ જેમ જેમ ઉંમરે વધે તેમ તેમ ઘડપણને બદલે વધારે નવજીવન જ મહાત્માજીની પેઠે અનુભવે, તેમ પત્રની બાબતમાં પણ છે. એની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ જીવન વધારે સબળ અને તાજું થવું જોઈએ. અનુભવો, કાર્યદિશાઓ અને ભાવનાઓ વધવા અને બદલાવાના ચુગની સાથે જ કોઈ પણ પત્રે એગ્ય રીતે પરિવર્તન સ્વીકારવું જ જોઈએ. અને તે જ તે વિકસિત ભૂમિકામાં સ્થાન-માન પામી શકે અને ઉપયોગી. થઈ શકે. વસંતમાં જૂનાં પર્ણો જાય છે તે નવીનને માટે જ. માણસ, સંસ્થા અને ધર્મ એ બધાએ વાસંતિક જીવન જીવવું જોઈએ. પત્ર એ તે ઉક્ત વસ્તુઓનું પ્રતિનિધિ છે તેથી અને ખરી રીતે એ બધાનું દોરનાર છે તેથી એણે તે વિચાર, અભ્યાસ અને નિર્ભયતાપૂર્વક વાસંતિક જીવન સર્વપ્રથમ ધારણ કરવું જોઈએ. મારા વાંચવામાં આવતું નથી એટલે અત્યારની પ્રકાશ પત્રની સ્થિતિ વિષે હું અજ્ઞાત છું. સંભવ છે કે એને જન્મગત વાડો પલટાઈ પણ ગયો, Page #5 -------------------------------------------------------------------------- ________________ મારા જીવનમાં “પ્રકાશનું સ્થાન [26 હોય, છતાં એના વ્યાપક વિકાસને અત્યારે પણ પુષ્કળ અવકાશ છે, એ બાબત તે દીવા જેવી છે. જો એમાં શુષ્ક ક્રિયાકાંડો, વાતો અને એકતરફી ધર્મવિધાનની ચર્ચા આજે પણ અલ્પાંશે થતી હશે તે આ યુગમાં હવે એણે શ્રી જૈન ધર્મ પ્રકાશ એ નામ બદલી અન્ય જ સાર્થક નામ ધારણ કરવું યોગ્ય છે એમ કઈ પણ તટસ્થ વિચારક કહી શકશે. હવે એમાં કઈ કઈ વિચારપ્રધાન અને ઉદાત્ત લેખની જે માળા વિષે મેં સાંભળ્યું છે તેને બદલે તે આખું પત્ર જ તથાવિધિ થઈ જવાની આશા હું સેવું છું. કારણું એ એના સંચાલકે અને સહાયક પણ ન જાણે એવી રીતે મારા સંકુચિત જીવનમાં અને અંધકારમય ભાવનાઓમાં એક કીમતી કિરણ ફેંકી સાચે જ પ્રકાશક સિદ્ધ થયું છે. અને તેથી જેમ કોઈ પિતાના જુના સાથી વિષે ઉન્નત ભાવનાઓ સેવે તેમ હું એ પત્રના વિકાસ વિષે અને સાથે સાથે એ પત્રની પિષક તથા એ પત્રમાંથી જન્મતી બધી પ્રવૃત્તિઓ વિષે ઉન્નત. આશા સેવું છું. હું સમજું છું ત્યાં સુધી પ્રકાશ એ સભાનું મુખપત્ર છે. મૂળ, અનુવાદ અને સારાત્મક ઢગલાબંધ પુસ્તકો પ્રગટ કરી એ સભાએ સાહિત્ય પ્રચારમાં. વિશિષ્ટ ફાળો આપે છે, છતાં હવે યુગ બદલાયો છે. એવી જાતના સાહિત્યપ્રચારની સાથે સાથે એણે ગંભીર, વિશાળ અને તદ્દન નિપક્ષ એવું જેન. સાહિત્ય સંશોધનનું કામ પણ હાથ ધરવું જોઈએ. પૈસાની ગણતરી અને બાહ્ય વૈભવના આકર્ષણથી મુક્ત રહી એણે શુદ્ધ સાહિત્યોપાસના શરૂ કરવી જોઈએ. જે સભા એ પ્રવૃત્તિ સ્વીકારે તે એણે વિશિષ્ટ વિદ્વાનને યથાશક્તિ: સંગ્રહ કરવો જ પડશે. એણે પુસ્તકાલયની વ્યાપકતા વધારવી પડશે. સામાન્ય વર્ગ ઉપરાંત વિશિષ્ટ વિદ્વાનોલાયક પ્રવૃત્તિ શરૂ થતાં એ એવું ધામ બનશે કે દેશ-પરદેશના વિશિષ્ટ વિદ્વાને આવી રહેવા લલચાશે. ભાવનગર બીજી રીતે પણ બહુ અનુકૂળ સ્થાન છે. આ વિદ્યાવ્યાસંગમાંથી ઊંડા ચિંતન અને સંઘર્ષણે જન્મતાં આપોઆપ પ્રકાશની કાયા પલ્ટાશે ને તે સાંપ્રદાયિક છતાં સર્વગ્રાહ્ય કે માન્ય થવાની દિશામાં પ્રસ્થાન કરશે. શ્રી જૈનધર્મ પ્રકાશ : સુવર્ણ મહત્સવ અંક [વર્ષ 51 : અંક 1 : ચૈત્ર, વિ. સં. 1991 ,