________________
૨૬૪]
દર્શોન અને ચિંતન અજાણપણે પણ એ સંસ્કાશ માત્ર એકતરફી પોષાઈ ગ્રંથિરૂપ અની ગયા હતા. મને યાદ છે ત્યાં સુધી હું કહી શકું કે કાઈ પણ સ્થાનકવાસી સાધુ-સાધ્વી આવે ત્યારે હું તેમને વિષે એમ જ ધારો કે આ ખરેખર મહાવીરના સાક્ષાત શિષ્યા જેવા છે. વાસ્તવિક ત્રુટિઓ તેમનામાં જે છતાં એક ચોગીની પેઠે મૂઢ ભાવે, તેમનામાં ગુણદશ ન જ કરતા અને માનતા કે તેમના આચાર-વિચાર, ભાષા, વ્યવહાર એ બધું સાક્ષાત મહાવીરમાંથી જ આવેલું હાઈ નિઃશંક હેય છે. એક બાજુ આ સીજ ગ્રંથિની સ્થિતિ અને બીજી બાજુ પ્રકાશ પત્રનું તદ્દન વિરેધી વાચન. એમાં મૂર્તિ પૂજાની, તીર્થીની, અષ્ટપ્રકારી અને અન્યાન્ય પ્રકારી પૂજાની, ધૂપ, ફૂલ વગેરેની ચર્ચા આવે. બત્રીશને બદલે કચારેક પિસ્તાલીશ આગમને અને ટખાને ખલે પંચાંગીને ઉલ્લેખ આવે. પ્રાકૃતને ખદલે ધણીવાર સંસ્કૃત શ્લો સાંભળવા મળે. મુહપતિ બાંધવા વિરુદ્ધની ચર્ચા અને પીળા કપડાનાં સમર્થન પણ એમાં આવે. મારે મન
આ બધું તે વખતે એક ધતીંગ હતું. વારસાગત અને પછીથી પોષાયેલ સંસ્કારો પ્રકાશ પત્રમાં આવતી ઘણીખરી બાબતોને મિથ્યા માનવા પ્રેરે, પણ પેલા મિત્રનું અનુસરણ અને કાંઈક અસ્પષ્ટ જિજ્ઞાસાભાવ એ વિરુદ્ધ ખેલવા ના પાડે. આમ કુળગત સંસ્કારા ઉપર પ્રકાશપત્રના વાચનદ્રારા તદ્દન વિરે।ધી ખીજા સંસ્કારના ઘર મનમાં બંધાયા.
જાણે આ થાને ભાર ઊંચકવા કર્તણુ હોય અને તેમાંથી કાંઈક માર્ગો શોધવા મથતું હોય તેમ તે વખતનું મારું મન તર્કવિતર્ક કરવા લાગ્યું. 'છપ્પનના દુષ્કાળથી અઠ્ઠાવનની સાલ સુધીના ગાળામાં મન ક્રાંતિની દિશામાં હતું. પ્રકાશ પત્રમાંના અને પ્રચારક સભાનાં કેટલાંક પુસ્તકામાંથી સેકડા સંસ્કૃત શ્લોકા યાદ થઈ ગયેલા, અને હજારો કંઠસ્થ પ્રાકૃત પદ્યોની મનમાં પ્રતિષ્ઠા છતાં સંસ્કૃત તરફ આકર્ષણ પૂરવેગથી વધવા માંડયું, એ આકર્ષણે કુળગત સંસ્કારને શિથિલ કર્યા, છતાં કુટુંબ અને કુળગુરુએ ના માનસિક ભય તેમ જ જડતાનું ગાઢ આવરણ એટલું બધું કે કરવા સાહસ જ ન થાય. છતાં પ્રકાશના તે વખતના એક માત્ર સ્થૂલ વાચનથી પણ મન જુદી જ રીતે ઘડાવા મળ્યું. કયારેક કૌતુકબુદ્ધિએ મંદિરમાં જવાનું મન થાય, કયારેક ટીકાદષ્ટિએ અને દેવેષકદ્રષ્ટિએ સંવેગી સાધુ પાસે જવા મન લલચાય. આ બધું થાય પણ કુળસંસ્કારાની ગ્રંથિ મનને છૂટથી વિચારવા જ ન દે. વળી પ્રકાશ પત્રના નવનવ અંકના વાચનથી મનમાં એમ થઈ આવે કે આ પિસ્તાલીશ આર્ગમા, આ સંસ્કૃત સાહિત્ય, આ વ્યાકરણુ, આ ન્યાય વગેરે બધું જાણવું તે જોઈએ. કદાચ તે મિથ્યા
શંકા
વ્યક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org