Book Title: Manorathmay Nemijina Stotra
Author(s): Amrut Patel
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 5
________________ Vol.Ill - 1997-2002 સંઘપતિ સચિવ શ્રી વસ્તુપાલ વિરચિત... 153 (6) દુરાચારના માર્ગમાં જનારા બીજાઓનાં અસમાન પાપમય મુખ જોવાથી પાપી બનેલાં મારાં નેત્રો, હે રૈવતાચલશેખર ! વિશ્વપાવનકારી, નેમિ સ્વામી ! આપના લાવણ્યથી સમૃદ્ધ એવી સિદ્ધિરૂપી સરિતામાં સ્નાનમાં એકતાન થવાની) ભેખધારી થઈને ક્યારે પવિત્ર બનશે ? (7) રૈવત પર્વતના કલ્પવૃક્ષ સમાન હે નેમિ દેવ ! મારાં બે નેત્રચકોરો ભવરૂપી ગ્રીષ્મની ઉષ્ણતાથી તાપ પામ્યાં છે. ( દાઝી ગયાં છે.) દોષોના ‘આદર્શ' સમાન કુદેવનાં દર્શનરૂપ દાવાનલની જવાળાઓથી વિકરાળ બન્યાં છે. તે આપના મુખરૂપ ચંદ્ર-બિંબનાં પ્રભા-પીયૂષનાં પાનથી ક્યારે અપૂર્વ આનંદથી મત્ત થશે ? (8) વ્યાધિરૂપી વિરોધીઓથી હું વીંધાયો, કામરૂપી ચોરે મારું સર્વસ્વ હરી લીધું. (કામરૂપ ચોર દ્વારા હું સર્વસ્વથી દૂર કરાયો છું.) કષાય-કેસરીને જોવાથી હું વ્યાકુળ બન્યો છું. ભવવનમાં ભટક્યો છું. હવે હે દયાલું ! યદુકુલ મુગટ ! શ્રી નેમિજિન ! રૈવત-દુર્ગમાં આવ્યો છું. તો તારાં ચરણરૂપી સુભટ જ્યારે નજીક આવે છે ત્યારે હું વ્યાધિ વગેરેના ભયને ક્યારે દૂર કરીશ ? (9) હે નેમિ સ્વામી ! રૈવતપર્વતની ગુફાના કોઈક ખૂણામાં આસન બાંધું ને પછી (સંકલ્પવિકલ્પરૂપી) કલ્લોલથી ચપલ બનેલા મારા મનને પ્રત્યાહાર'થી સુંદર બનાવીને) અનુકૂળ કરતાં કરતાં, હું સૂર્યમંડલ સમાન આપને જાણે સાક્ષાતુ નીરખતો હોઉં તેમ આત્મિક આનંદની ઊર્મિથી ભરપુર ક્યારે બનીશ ? (10) સર્વજનને હિતકારી એવા પ્રગાઢ પ્રભાવ ધરાવતાં હે શિવામાતાના નંદન શ્રી નેમિજિન ! મેં આપને ક્યાંક તો જોયા છે. છતાં હું ભવસાગરના કિનારે ડૂબી ગયો છું. તો હવે હું ધીર ! મારો ઉદ્ધાર કરવાની ઈચ્છા ક્યારે રાખો છો ? ... અથવા તો હે ભગવન્! આપના દ્વારા પશુઓ પણ પુનર્જીવન પામ્યાં છે. (11) સમુદ્રવિજય નૃપનંદન, વિશ્વનાથ હે નેમિનાથ ! તારી કૃપા-પ્રસાદ-પ્રસન્નતા સિવાય બીજું કંઈ પણ ઇચ્છતો નથી. માત્ર આ મારાં મનોરથરૂપી વૃક્ષો આપનાં દર્શનરૂપી અમૃત-રસથી સફળ થાઓ ! (12) આમ વિરધવલ ભૂપતિના સચિવ, સંઘપતિ શ્રી વસ્તુપાલ સહૃદયો(સજ્જનો)નાં હૃદયનું આભૂષણ સમાન આ મનોરથરૂપ હારની રચના કરી છે. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5