Book Title: Manorathmay Nemijina Stotra
Author(s): Amrut Patel
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249343/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંઘપતિ સચિવ શ્રી વસ્તુપાલ વિરચિત મનોરથમય રૈવતકમંડન શ્રી નેમિજિન સ્તોત્ર અમૃત પટેલ સંઘપતિ કવિ શ્રી વસ્તુપાલ સચિવે રૈવતક મહાતીર્થની સંઘ સાથે યાત્રા કરી. અને ત્યાં રૈવત મહાતીર્થ મંડન શ્રી નેમિજિનના ભવનમાં પોતાનાં મનોરથમય ૧૨ પદ્ય-પુષ્પોના દલથી એક સ્તુતિ'માલા ગૂંથી છે. આ સ્તુતિરૂપ માલાનાં અક્ષરરૂપ પત્રો વિક્રમાંક ૧૫મા શતકમાં લખાયેલ હસ્તપ્રતમાં સુરક્ષિત છે. આ પ્રત મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા–ગુજરાત ખાતે આવેલ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ હસ્તપ્રત ભંડારમાં ૧૪૭૬૭ નંબરની પ્રતના ૨૧મા પત્ર ઉપર લખાયેલ છે. એ હસ્તપ્રત ઉપરથી આ સ્તુતિ સંપાદિત કરી છે. આ મનોરથ-સ્તુતિમાલામાં વસ્તુપાલ કવિના મનોરમ મનોરથોનો ભાવ, સમૃદ્ધ ભાષા અને મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત છંદોબદ્ધ ૧૨ લલિત સુંદર પદ્યોમાં પ્રકટ થયાં છે. આવું ૧૨ પધયુક્ત મનોરથમય વિમલાચલમંડન શ્રી આદિનાથ સ્તોત્ર પણ મહાકવિ વસ્તુપાલના મનોરથના શિવપદ માટે નિઃશ્રેણી સમાન દીપે છે, જે પણ સાંપ્રત અંકમાં પ્રગટ થઈ રહ્યું છે. આ બન્ને મનોરથમય સ્તોત્રોમાં શબ્દો, શૈલી, રચના, છંદો-વિચારો વગેરેમાં રસપ્રદ સામ્ય છે. છતાં વિમલાચલમંડન આદિ જિન સ્તોત્રમાં શત્રુંજયગિરિની દ્વીપ, પવિત્ર આશ્રમ, દુર્ગ, નંદનવન વગેરે વિવિધ ઉપમામંડિત સ્તુતિ કરાઈ છે અને પ્રસ્તુત મનોરથમય નેમિનિસ્તોત્રમાં સાધકના ચિત્તમાં પ્રભુદર્શનના મનોરથ કઈ રીતે સફળ થાય છે, મોહ-વિષ મૂર્થાિત ચિત્ત કઈ રીતે પ્રભુના મુખચંદ્રનાં પીયૂષપાનથી આનંદિત થાય છે, તેની પ્રક્રિયા દર્શાવવાનો અભિપ્રાય હોય એવું પ્રતીત થાય છે. રૂપકાલંકાર મંડિત પ્રસ્તુત સ્તોત્રમાં–પ્રથમ પદ્યમાં ‘મનોરથતૈઃ' પદમાં રૂપક અલંકારના માધ્યમથી પ્રાકરણિક “સ્તુતિનું નિગરણ કરીને ઉપમાન “માલા'નું ઉપાદાન થયું છે. તથા અન્ય પદ્યમાં ‘હવે મનોરથયું. ૧ પદોમાં પણ નિમરણમૂલક રૂપકતિશય અલંકારનો સુચારુ નિર્વાહ થયો છે. અને ‘વિષયકીન' શબ્દમાં શ્લેષમૂલક રૂપક અલંકારના પ્રયોગમાં મોહરાજાના વિજયથી (પંચેન્દ્રિયનો) ‘fપયાન' વશ થાય છે એ સત્ય પણ મુખરિત બન્યું છે. પદ્ય ૪થામાં સંસારને કારાગૃહનું તથા પદ્ય ૮મામાં એને અટવીનું સંપૂર્ણ રૂપક અપાયું છે. છતાં કાવ્યની સુચારુતા અક્ષણ રહેવા પામી છે, જે મહામાત્યની કવિત્વપ્રૌઢિનું ઉદાહરણ પૂરું પાડે છે. પદ્ય ૧૦માં “આપને મેં ‘ક્યાંક જોયા છે. છતાં હું ભવસમુદ્રમાં મગ્ન થઈ ગયો છું. તો આપ ક્યારે મારો ઉદ્ધાર કરવા ઇચ્છો છો ? આપે તો પૂર્વે પશુઓને પણ પુનર્જીવન પ્રદાન કર્યું છે તો હું તો પ્રજ્ઞાશીલ માનવ છું, આપનો ભક્ત છું, તો મને ક્યારે તારશો ?” આ વસ્તુથી આક્ષેપ અલંકાર ધ્વનિત થાય છે. પ્રાન્ત પ્રભુ શ્રી નેમિનાથને એક પ્રાર્થના છે કે આ મારાં મનોરથ-વૃક્ષો આપનાં દર્શન-અમૃતથી સફળ બનો. આમ વરધવલ ભૂપાલના સચિવ શ્રી વસ્તુપાલ સંઘપતિએ વાસ્તવમાં સહૃદયોનાં હૃદયનું એક ગરવું આભરણ સર્યું છે. પ્રસ્તુત સ્તોત્રનું સંપાદન એકમાત્ર પ્રતને આધારે કરવું પડ્યું છે. તેથી પદ્ય ૩જામાં “હસ્તપ્રત'માં “ વત્ વત્' પદ હતું ત્યાં છંદોભંગ થતો હતો તેથી ‘દ્ વત્ વત્' એવું સંશોધન કરવું પડ્યું છે. Jain Education international Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અમૃત પટેલ Nirgrantha પ્રસ્તુત સ્તોત્રના તૃતીય પદ્યમાં ‘અમૃતાપૂર્ણ પદ વ્યાકરણ અને વેદપરંપરા પ્રમાણે વિચારણીય છે. માટે અનુવાદ પણ ‘અમૃતથી પરિપૂર્ણ અથવા અમૃતના કુંડ સમાન' એવો કર્યો છે. ટિપ્પણો : ૧. બીજું એક “પૈવતકાદ્રિ મંડન શ્રી નેમિ જિન સ્તોત્ર છે જે મહામાત્ય વસ્તુપાલ પ્રણીત છે. તેનો આરંભ નયત્રસમસંયમ: થી થાય છે. તેમાં ૧૨ પધો છે. તેમાં ‘નેમિનાથ ભગવાનની સ્તુતિને શાશ્વત રૈવેયક તરીકે નિરૂપેલ છે. શ્રીમાનેfશઃ સ્તુતરિય જૈવેયકં શાશ્વતમ્'. (જુઓ મુનિશ્રી પુણ્યવિજયજી સંપાદિત “સુકૃત કીર્જિકલ્લોલિન્યાદિ વસ્તુપાલ પ્રશસ્તિ સંગ્રહ પૃષ્ઠ ૯૩ (સિંધી જૈન ગ્રંથમાલા ૫, મુંબઈ વિક્રમ ૨૦૧૭.) ૨. તીર્થેસાડps! વસ્તુપાત્તવવો વિશ્વાઘનાપ્ર -ડાય ગાળ મનોરથ : શ્રેણિfશ્રવત્ અંશ એજન પૃષ્ઠ ૯૨. ૩. મોહગ્રસ્ત ચિત્ત શાન્તરસમય ધ્યાનથી શાંત થાય છે. ચિત્ત શાંત થતાં રાતદિન પ્રભુમુખદર્શનથી (જ્ઞાન-દર્શન રૂપ) નેત્રોમાં નિર્મલ (આધ્યાત્મિક ભાવરૂપ) પ્રેમનો સ્પર્શ થાય છે. નેત્રી નિર્મલ થતાં કુતર્કો, લોભ, કામ અને મોહ અંધકારરૂપ લાગે છે જેથી સંસાર કારાગૃહથી નીકળવાને કારણે વિશ્વસૂર્ય સમ પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. પ્રભુનાં દર્શન થતાં ફરીથી વૈરાગ્યભાવ પુષ્ટ બને ત્યારે “પ્રભુ ચરણ સરોજ રજની મૈત્રી’ જ ભવફૂપથી નીકળવા માટે વત્ર = અવલંબન-રજુ છે. એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ થતાં જ ‘અદર્શનીય’નાં દર્શન રૂપ પુરાણાં પાપોનું પ્રક્ષાલન થાય. સિદ્ધિ-સરિતામાં સ્નાનની તાલાવેલી જાગે, કામ-ક્રોધ વગેરેથી પ્રભુચરણો જ સંરક્ષણ આપે અને રૈવતાચલ જેવા દિવ્ય પર્વતની કોઈ કંદરામાં ધ્યાનની તાલી લાગી જાય, પ્રત્યાહારાદિ સિદ્ધ થતાં ચપળ મન સ્થિર બને જેથી ભાવસાગર તરવો સહજ બને ! ૪, ૧૨ પધોના પ્રસ્તુત સ્તોત્રમાં રૂપકાલંકારનું પ્રાચુર્ય છે. (૨) મોહ, વિષયથાશ્રય:, મનોરથતૈઃ (૨) વિષયાખ્યાન્તરે, मोहमहोरग, शान्तरसामृत.., (३) वदनेन्दुदीधितिसुधा, भवग्रीष्मोष्म (४) प्रमानिगडान्, लोभार्गलां, कामादीन् यामिकान्, मोहतमसः, संसारकारागृहात्, (५) स्मरदन्दशूक, दुर्वासनासैवलैः, कषायकमठैः, मोहाम्भसि, पदाम्बुजमैत्री वस्त्रां भवावर्तान्धकूपात्, (६) दुराचाराऽध्व, लावण्यसमृद्धि, सिद्धिसरिति, (७) भवग्रीष्पोष्म, दर्शनदव, मुखचन्द्र, महः पीयूष, વસુચવોરા, (૮) વ્યધ-વિશેષ:, મમહીં-વોરેન, વિષયવેર ઇવાટક, (૧) આનર્મ, બવાવ, (૨૨) મનોરથમવાઃ તાવો, વદ્ ટર્શનામૃત:, (૨૨) હા મનોરથમથે, આમ પ્રસ્તુત સ્તોત્રમાં કુલ ૩૬ રૂપકાલંકાર છે. लावण्यसमृद्धि, सिद्धिसरिति, GTH:, मोहाम्भसि, पदाम्बुजमैत्री का चक्षुश्चकोद्धयम्, (८) व्याधि Page #3 -------------------------------------------------------------------------- ________________ Vol. III- 1997-2002 સંઘતિ સચિવ શ્રી વસ્તુપાલ વિરચિત.... श्रीरैवतमंडननेमिजिनस्तोत्रम् (शार्दूलविक्रीडितवृत्तम् ) श्री चौलुक्यमहीमहेन्द्रसचिवः श्रीवस्तुपालः कविजित्वा मोहनृपं विधाय विषयग्रामश्रियो वश्यताम् ॥ -अस्मिन् रैवतदैवतस्य भवने स्वात्मावबोधद्गमप्रोद्भूतैः पृथुभिर्मनोरथदलैर्बध्नाति मालामिमाम् ॥१॥ स्वान्तं रैवतमौलि रत्न ! विषयाऽरण्यान्तरे सञ्चरनीतं मोहमहोरगोग्रगरलोत्सेकेन मूर्च्छालताम् !! सद्यः शान्तरसाऽमृतप्लवमयध्यानाऽवधानाऽञ्चितैरेभिः पुण्यमनोरथैर्गरहरैर्मन्त्रैरिवोज्जीव्यते ॥ २॥ - स श्रीवतकावतंस ! भगवन् ! भावी कदा वासरः सा वा यामवती स कश्चिदमृतापूर्त्तं मुहूर्तोऽथवा ॥ यत्र त्वद् वदनेन्दुदीधितिसुधासारैर्भवेयुर्भवग्रीष्मोष्मप्रसरं निरस्य विशदप्रीतिस्पृशो मे दृशः ॥३॥ मन्थित्वा निबिडान् प्रमानिगडान् निर्भिद्य लोभार्गलां कामादीन् विनिहत्य रैवतपते ! तान् यामिकान् जाग्रतः ॥ एतस्माद् दुरपोहमोहतमसः संसारकारागृहा न्निर्गत्य त्वयि विश्वभास्वति कदा दास्ये सलास्ये दृशौ ? ||४|| मूर्च्छार्च्छलः स्मरदन्दशूकदशनैर्दुवासनासै[शै] वलै रालीढः कषितः कषायकमठैर्मग्नश्च मोहाम्भसि ॥ निर्गन्तास्मि कदा पदाम्बुजरजोमैत्रीं वस्त्रां तव प्राप्याऽलङ्कृत रैवताऽचल ! भवाऽऽवर्त्तान्धकूपादितः ॥५॥ स्वामिन् ! रैवतकाद्रिशेखर ! दुराचाराऽध्वसञ्चारिणामन्येषामसमानकल्मषमुखाऽऽलोकेन कल्माषिताः || त्वल्लावण्यसमृद्धिसिद्धिसरिति स्नानैकतानव्रताः पावित्र्यं मम विश्वपावन ! कदा सम्भावयेयुर्दृशः ||६|| श्रीमन् ! रैवतकल्पपादप ! भवग्रीष्मोष्मसन्तापितं दोषादर्शदुरीशदर्शनदवज्ज्वालाकरालं च मे ॥ देव ! त्वन्मुखचन्द्रमण्डलमहः पीयूषपानोत्सवात्क्षीबानन्दमिदं भविष्यति कदा चक्षुश्चकोरद्वयम् ||७|| विद्धो व्याधिविरोधिभिः स्मरमहाचौरेण दूरीकृत: सर्वस्वस्य (?) कषायकेशरिकुलव्यालोकनाद् व्याकुलः ॥ यातस्तात ! भवाटवीं यदुकुलोत्तंस ! श्रितो रैवतं - दुर्गं निर्गमये कदा तव पदा[ दे]ऽभ्यर्णे भटे तद् भयम् ॥८॥ ૧૫૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અમૃત પટેલ Nirgrantha स्वामिन् ! रैवतकाद्रिकन्दरदरीकोणप्रणीतासन: प्रत्याहारमनोहरं सुकुलयन् कल्लोललोलं मनः ॥ त्वां चण्डांशुमरीचिमण्डलरुचं साक्षादिवाऽऽलोकयन् सम्पद्येय कदाचिदात्म मि]कपरानन्दोर्मिसंवर्मितः ॥९॥ मन्ये सर्वजनीनपीनमहिमा ! शैवेय ! निर्वेयता (निर्वेद ते ?) दृष्टः क्वाऽपि भवान् भवार्णवकुले मग्नस्तथैवाऽस्मि यत् ॥ तत्सम्प्रत्यपि धीर | धारयसि भामुद्धर्तुमिच्छां कदा तिर्यञ्चो ऽप्यथवा कथं न भगवन् ! पूर्वं त्वयोज्जीविताः ॥१०॥ (વસત્તતિત્વ વૃત્ત) स्वामिन् ! समुद्रविजयात्मज ! विश्वनाथ ! न प्रार्थयेऽन्यदिह किञ्च तव प्रसादात् । एते मनोरथमयास्तरवो मदीयास्त्वदर्शनाऽमृतरसैः फलिनो भवन्तु ॥११॥ (ા વૃત્તમ્) श्रीवीरधवलभूपति-सचिव: श्रीवस्तुपालसङ्घपतिः हारं मनोरथमयं सहृदय-हृदयैकभूषणं चक्रे ॥१२॥ ભાવાનુવાદ (૧) મહી મહેન્દ્ર ચૌલુક્ય (શ્રી વરધવલના) સચિવ શ્રી વસ્તુપાલ કવિ, મોહરાજનો વિજય કરીને તથા “વિષયગ્રામ'(= વિષયસમૂહ કે વિષયરૂપ રામો)ને વશ કરીને પોતાને આત્મબોધની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલ વિશાલ મનોરથ રૂપી દલથી (સ્તુતિ રૂપી) આ માલાને શ્રી નેમિજિનવરના ભવનમાં બાંધે છે. (૨) હે રૈવતગિરના મસ્તકમણિ ! શ્રી નેમિનાથ ! (સાંભળો) વિષય-વનમાં ભમતું મારું મન, મોહ-વિષધરનાં વિષસિંચનથી મૂચ્છ પામ્યું હતું. (પરંતુ તે હવે) શાંતરસ રૂપી અમૃત-પ્રવાહમય ધ્યાનમાં એકાગ્રતાથી વિષહર મંત્ર સમાન (બનેલા) પવિત્ર મનોરથો વડે પુનઃ સચેત થયું છે. (૩) શ્રી રૈવતગિરિ મંડન ! ભગવાન શ્રી નેમિનાથ ! અમૃત-પૂર્ત (= અમૃતથી પરિપૂર્ણ અથવા અમૃતના કંડ સમાન) તે દિવસ, તે રાત્રિ કે તે મુહૂર્ત ક્યારે આવશે ? કે જ્યારે આપના મુખચંદ્રની સ્ના-સુધાની ધારાથી ભવરૂપ ગ્રીષ્મની ઉષ્ણતા દૂર કરીને મારાં નેત્રો વિશદ-પ્રીતિના સ્પર્શને પામશે ? (૪) તકરૂપી બેડીઓને તોડીને, લોભરૂપી અર્ગલા(આગળિયો=અવરોધકોને ભેદીને, કામ વગેરે જાગ્રત પ્રહરીને હણીને, વિચારોના દુષ્ટ આરોહ-અવરોહરૂપ મોહ અંધકારમય સંસારકારાગારમાંથી નીકળીને હું વિશ્વસૂર્ય સમાન આપનામાં પ્રસન્ન નેત્રો. ક્યારે સ્થાપીશ ? (૫) કામરૂપી નાગના દંશથી મૂચ્છ પામ્યો છે. દુષ્ટ વાસનારૂપી સેવાળથી ખરડાયો છું. કષાયરૂપ કાચબાઓથી (ખેંચાયો છે) ઘર્ષણ પામ્યો છું. મોહ-જલમાં ડૂળ્યો છું. તો હે રૈવતાચલ શણગાર ! નેમિજિનવર ! આપના ચરણ-કમલ-રજની મૈત્રીરૂપી આલંબન-૨જુ (દોર) પામીને ભવરૂપ અંધકૃપમાંથી ક્યારે બહાર નીકળીશ ? Page #5 -------------------------------------------------------------------------- ________________ Vol.Ill - 1997-2002 સંઘપતિ સચિવ શ્રી વસ્તુપાલ વિરચિત... 153 (6) દુરાચારના માર્ગમાં જનારા બીજાઓનાં અસમાન પાપમય મુખ જોવાથી પાપી બનેલાં મારાં નેત્રો, હે રૈવતાચલશેખર ! વિશ્વપાવનકારી, નેમિ સ્વામી ! આપના લાવણ્યથી સમૃદ્ધ એવી સિદ્ધિરૂપી સરિતામાં સ્નાનમાં એકતાન થવાની) ભેખધારી થઈને ક્યારે પવિત્ર બનશે ? (7) રૈવત પર્વતના કલ્પવૃક્ષ સમાન હે નેમિ દેવ ! મારાં બે નેત્રચકોરો ભવરૂપી ગ્રીષ્મની ઉષ્ણતાથી તાપ પામ્યાં છે. ( દાઝી ગયાં છે.) દોષોના ‘આદર્શ' સમાન કુદેવનાં દર્શનરૂપ દાવાનલની જવાળાઓથી વિકરાળ બન્યાં છે. તે આપના મુખરૂપ ચંદ્ર-બિંબનાં પ્રભા-પીયૂષનાં પાનથી ક્યારે અપૂર્વ આનંદથી મત્ત થશે ? (8) વ્યાધિરૂપી વિરોધીઓથી હું વીંધાયો, કામરૂપી ચોરે મારું સર્વસ્વ હરી લીધું. (કામરૂપ ચોર દ્વારા હું સર્વસ્વથી દૂર કરાયો છું.) કષાય-કેસરીને જોવાથી હું વ્યાકુળ બન્યો છું. ભવવનમાં ભટક્યો છું. હવે હે દયાલું ! યદુકુલ મુગટ ! શ્રી નેમિજિન ! રૈવત-દુર્ગમાં આવ્યો છું. તો તારાં ચરણરૂપી સુભટ જ્યારે નજીક આવે છે ત્યારે હું વ્યાધિ વગેરેના ભયને ક્યારે દૂર કરીશ ? (9) હે નેમિ સ્વામી ! રૈવતપર્વતની ગુફાના કોઈક ખૂણામાં આસન બાંધું ને પછી (સંકલ્પવિકલ્પરૂપી) કલ્લોલથી ચપલ બનેલા મારા મનને પ્રત્યાહાર'થી સુંદર બનાવીને) અનુકૂળ કરતાં કરતાં, હું સૂર્યમંડલ સમાન આપને જાણે સાક્ષાતુ નીરખતો હોઉં તેમ આત્મિક આનંદની ઊર્મિથી ભરપુર ક્યારે બનીશ ? (10) સર્વજનને હિતકારી એવા પ્રગાઢ પ્રભાવ ધરાવતાં હે શિવામાતાના નંદન શ્રી નેમિજિન ! મેં આપને ક્યાંક તો જોયા છે. છતાં હું ભવસાગરના કિનારે ડૂબી ગયો છું. તો હવે હું ધીર ! મારો ઉદ્ધાર કરવાની ઈચ્છા ક્યારે રાખો છો ? ... અથવા તો હે ભગવન્! આપના દ્વારા પશુઓ પણ પુનર્જીવન પામ્યાં છે. (11) સમુદ્રવિજય નૃપનંદન, વિશ્વનાથ હે નેમિનાથ ! તારી કૃપા-પ્રસાદ-પ્રસન્નતા સિવાય બીજું કંઈ પણ ઇચ્છતો નથી. માત્ર આ મારાં મનોરથરૂપી વૃક્ષો આપનાં દર્શનરૂપી અમૃત-રસથી સફળ થાઓ ! (12) આમ વિરધવલ ભૂપતિના સચિવ, સંઘપતિ શ્રી વસ્તુપાલ સહૃદયો(સજ્જનો)નાં હૃદયનું આભૂષણ સમાન આ મનોરથરૂપ હારની રચના કરી છે. '