________________
સંઘપતિ સચિવ શ્રી વસ્તુપાલ વિરચિત મનોરથમય રૈવતકમંડન શ્રી નેમિજિન સ્તોત્ર
અમૃત પટેલ
સંઘપતિ કવિ શ્રી વસ્તુપાલ સચિવે રૈવતક મહાતીર્થની સંઘ સાથે યાત્રા કરી. અને ત્યાં રૈવત મહાતીર્થ મંડન શ્રી નેમિજિનના ભવનમાં પોતાનાં મનોરથમય ૧૨ પદ્ય-પુષ્પોના દલથી એક સ્તુતિ'માલા ગૂંથી છે.
આ સ્તુતિરૂપ માલાનાં અક્ષરરૂપ પત્રો વિક્રમાંક ૧૫મા શતકમાં લખાયેલ હસ્તપ્રતમાં સુરક્ષિત છે. આ પ્રત મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા–ગુજરાત ખાતે આવેલ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ હસ્તપ્રત ભંડારમાં ૧૪૭૬૭ નંબરની પ્રતના ૨૧મા પત્ર ઉપર લખાયેલ છે. એ હસ્તપ્રત ઉપરથી આ સ્તુતિ સંપાદિત કરી છે. આ મનોરથ-સ્તુતિમાલામાં વસ્તુપાલ કવિના મનોરમ મનોરથોનો ભાવ, સમૃદ્ધ ભાષા અને મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત છંદોબદ્ધ ૧૨ લલિત સુંદર પદ્યોમાં પ્રકટ થયાં છે.
આવું ૧૨ પધયુક્ત મનોરથમય વિમલાચલમંડન શ્રી આદિનાથ સ્તોત્ર પણ મહાકવિ વસ્તુપાલના મનોરથના શિવપદ માટે નિઃશ્રેણી સમાન દીપે છે, જે પણ સાંપ્રત અંકમાં પ્રગટ થઈ રહ્યું છે.
આ બન્ને મનોરથમય સ્તોત્રોમાં શબ્દો, શૈલી, રચના, છંદો-વિચારો વગેરેમાં રસપ્રદ સામ્ય છે. છતાં વિમલાચલમંડન આદિ જિન સ્તોત્રમાં શત્રુંજયગિરિની દ્વીપ, પવિત્ર આશ્રમ, દુર્ગ, નંદનવન વગેરે વિવિધ ઉપમામંડિત સ્તુતિ કરાઈ છે અને પ્રસ્તુત મનોરથમય નેમિનિસ્તોત્રમાં સાધકના ચિત્તમાં પ્રભુદર્શનના મનોરથ કઈ રીતે સફળ થાય છે, મોહ-વિષ મૂર્થાિત ચિત્ત કઈ રીતે પ્રભુના મુખચંદ્રનાં પીયૂષપાનથી આનંદિત થાય છે, તેની પ્રક્રિયા દર્શાવવાનો અભિપ્રાય હોય એવું પ્રતીત થાય છે.
રૂપકાલંકાર મંડિત પ્રસ્તુત સ્તોત્રમાં–પ્રથમ પદ્યમાં ‘મનોરથતૈઃ' પદમાં રૂપક અલંકારના માધ્યમથી પ્રાકરણિક “સ્તુતિનું નિગરણ કરીને ઉપમાન “માલા'નું ઉપાદાન થયું છે. તથા અન્ય પદ્યમાં ‘હવે મનોરથયું. ૧ પદોમાં પણ નિમરણમૂલક રૂપકતિશય અલંકારનો સુચારુ નિર્વાહ થયો છે. અને ‘વિષયકીન' શબ્દમાં શ્લેષમૂલક રૂપક અલંકારના પ્રયોગમાં મોહરાજાના વિજયથી (પંચેન્દ્રિયનો) ‘fપયાન' વશ થાય છે એ સત્ય પણ મુખરિત બન્યું છે.
પદ્ય ૪થામાં સંસારને કારાગૃહનું તથા પદ્ય ૮મામાં એને અટવીનું સંપૂર્ણ રૂપક અપાયું છે. છતાં કાવ્યની સુચારુતા અક્ષણ રહેવા પામી છે, જે મહામાત્યની કવિત્વપ્રૌઢિનું ઉદાહરણ પૂરું પાડે છે. પદ્ય ૧૦માં “આપને મેં ‘ક્યાંક જોયા છે. છતાં હું ભવસમુદ્રમાં મગ્ન થઈ ગયો છું. તો આપ ક્યારે મારો ઉદ્ધાર કરવા ઇચ્છો છો ? આપે તો પૂર્વે પશુઓને પણ પુનર્જીવન પ્રદાન કર્યું છે તો હું તો પ્રજ્ઞાશીલ માનવ છું, આપનો ભક્ત છું, તો મને ક્યારે તારશો ?” આ વસ્તુથી આક્ષેપ અલંકાર ધ્વનિત થાય છે.
પ્રાન્ત પ્રભુ શ્રી નેમિનાથને એક પ્રાર્થના છે કે આ મારાં મનોરથ-વૃક્ષો આપનાં દર્શન-અમૃતથી સફળ બનો. આમ વરધવલ ભૂપાલના સચિવ શ્રી વસ્તુપાલ સંઘપતિએ વાસ્તવમાં સહૃદયોનાં હૃદયનું એક ગરવું આભરણ સર્યું છે.
પ્રસ્તુત સ્તોત્રનું સંપાદન એકમાત્ર પ્રતને આધારે કરવું પડ્યું છે. તેથી પદ્ય ૩જામાં “હસ્તપ્રત'માં “ વત્ વત્' પદ હતું ત્યાં છંદોભંગ થતો હતો તેથી ‘દ્ વત્ વત્' એવું સંશોધન કરવું પડ્યું છે.
Jain Education International
Jain Education international
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org