________________
૧૫૨
અમૃત પટેલ
Nirgrantha
स्वामिन् ! रैवतकाद्रिकन्दरदरीकोणप्रणीतासन: प्रत्याहारमनोहरं सुकुलयन् कल्लोललोलं मनः ॥ त्वां चण्डांशुमरीचिमण्डलरुचं साक्षादिवाऽऽलोकयन् सम्पद्येय कदाचिदात्म मि]कपरानन्दोर्मिसंवर्मितः ॥९॥ मन्ये सर्वजनीनपीनमहिमा ! शैवेय ! निर्वेयता (निर्वेद ते ?) दृष्टः क्वाऽपि भवान् भवार्णवकुले मग्नस्तथैवाऽस्मि यत् ॥ तत्सम्प्रत्यपि धीर | धारयसि भामुद्धर्तुमिच्छां कदा तिर्यञ्चो ऽप्यथवा कथं न भगवन् ! पूर्वं त्वयोज्जीविताः ॥१०॥
(વસત્તતિત્વ વૃત્ત) स्वामिन् ! समुद्रविजयात्मज ! विश्वनाथ !
न प्रार्थयेऽन्यदिह किञ्च तव प्रसादात् । एते मनोरथमयास्तरवो मदीयास्त्वदर्शनाऽमृतरसैः फलिनो भवन्तु ॥११॥
(ા વૃત્તમ્) श्रीवीरधवलभूपति-सचिव: श्रीवस्तुपालसङ्घपतिः हारं मनोरथमयं सहृदय-हृदयैकभूषणं चक्रे ॥१२॥
ભાવાનુવાદ (૧) મહી મહેન્દ્ર ચૌલુક્ય (શ્રી વરધવલના) સચિવ શ્રી વસ્તુપાલ કવિ, મોહરાજનો વિજય કરીને તથા “વિષયગ્રામ'(= વિષયસમૂહ કે વિષયરૂપ રામો)ને વશ કરીને પોતાને આત્મબોધની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલ વિશાલ મનોરથ રૂપી દલથી (સ્તુતિ રૂપી) આ માલાને શ્રી નેમિજિનવરના ભવનમાં બાંધે છે.
(૨) હે રૈવતગિરના મસ્તકમણિ ! શ્રી નેમિનાથ ! (સાંભળો) વિષય-વનમાં ભમતું મારું મન, મોહ-વિષધરનાં વિષસિંચનથી મૂચ્છ પામ્યું હતું. (પરંતુ તે હવે) શાંતરસ રૂપી અમૃત-પ્રવાહમય ધ્યાનમાં એકાગ્રતાથી વિષહર મંત્ર સમાન (બનેલા) પવિત્ર મનોરથો વડે પુનઃ સચેત થયું છે.
(૩) શ્રી રૈવતગિરિ મંડન ! ભગવાન શ્રી નેમિનાથ ! અમૃત-પૂર્ત (= અમૃતથી પરિપૂર્ણ અથવા અમૃતના કંડ સમાન) તે દિવસ, તે રાત્રિ કે તે મુહૂર્ત ક્યારે આવશે ? કે જ્યારે આપના મુખચંદ્રની
સ્ના-સુધાની ધારાથી ભવરૂપ ગ્રીષ્મની ઉષ્ણતા દૂર કરીને મારાં નેત્રો વિશદ-પ્રીતિના સ્પર્શને પામશે ?
(૪) તકરૂપી બેડીઓને તોડીને, લોભરૂપી અર્ગલા(આગળિયો=અવરોધકોને ભેદીને, કામ વગેરે જાગ્રત પ્રહરીને હણીને, વિચારોના દુષ્ટ આરોહ-અવરોહરૂપ મોહ અંધકારમય સંસારકારાગારમાંથી નીકળીને હું વિશ્વસૂર્ય સમાન આપનામાં પ્રસન્ન નેત્રો. ક્યારે સ્થાપીશ ?
(૫) કામરૂપી નાગના દંશથી મૂચ્છ પામ્યો છે. દુષ્ટ વાસનારૂપી સેવાળથી ખરડાયો છું. કષાયરૂપ કાચબાઓથી (ખેંચાયો છે) ઘર્ષણ પામ્યો છું. મોહ-જલમાં ડૂળ્યો છું. તો હે રૈવતાચલ શણગાર ! નેમિજિનવર ! આપના ચરણ-કમલ-રજની મૈત્રીરૂપી આલંબન-૨જુ (દોર) પામીને ભવરૂપ અંધકૃપમાંથી ક્યારે બહાર નીકળીશ ?
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org