Book Title: Mallinaha Chariyam Antargat Avantar Kathao
Author(s): Saloni Joshi
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૪૦ સલોની જોષી Nirgrantha આ પ્રકારનાં કાવ્યોનો મુખ્ય હેતુ કથાના માધ્યમથી જનસમાજને ધર્મ પ્રતિ આકર્ષિત કરવાનો છે. ધર્મોપદેશ સાથે બોધપ્રદ નૈતિક કથાઓ ગૂંથવામાં આવતી હોવાથી લોકજીવનને ઉન્નત અને ચારિત્ર્યશીલ બનાવવામાં તેમ જ નૈતિક શિક્ષા પ્રદાન કરવામાં સહાયતા મળે છે. મલ્લિનાથચરિત્રની અવાંતરકથાઓના આધારસ્રોતને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (૧) આગમ તથા નિર્યુક્તિ, ચૂર્ણિ, અને ટીકા સાહિત્ય; (૨) આગમેતર જૈન સાહિત્ય; અને (૩) અન્ય શિષ્ટ તેમ જ લોકકથાસાહિત્ય. આગમિક સાહિત્યમાં પ્રાપ્ત કથાઓ : ભાવના વિષયક માતિસુંદરી(ચિત્રકારદારિકા)ની કથા પ્રથમ પ્રસ્તાવમાં છે, જેનો ઉલ્લેખ આવશ્યકચૂર્ણિ (પ્રાય: ઈ. સ. ૬૭૫), ઉત્તરાધ્યયન સુખબોધાટીકા' (ઈ. સ. ૧૦૯૦ પહેલાં), અને જયસિંહસૂરિકૃત ધર્મોપદેશમાલા વિવરણ (રસંત ૯૨૫ઈ. સ. ૮૫૯)માં મળે છે. પરંતુ તેની અંતર્ગત આવતી કથાઓ ભિન્ન ભિન્ન પ્રકારની છે. આ જ કથા શ્રીચંદ્રકૃત કહકોસુ (અપભ્રંશ) (૨૦ સંલગભગ ૧૧૨૭ઈ. સ૧૦૭૧) તથા હરિષેણાચાર્ય કૃત બૃહત્કથાકોષ૬ (૨૦ સં૯૮૯ઈ. સ. ૯૩૩)માં બુદ્ધિમતિચિત્રકાર દારિકાના સ્વરૂપે મળે છે; પરંતુ તેના નિરૂપણમાં થોડી ભિન્નતા જોવા મળે છે. આમાં કથા અંતર્ગત લઘુ અવાંતરકથા આપવામાં આવી નથી. કામભોગ-ત્યાગ-વિષયક અનંગસેન અને પ્રદ્યોતરાયની કથા આવશ્યકચૂર્ણિ તથા ભગવાન મહાવીરના ચરિત્રની પરંપરામાં પ્રાપ્ત થાય છે. મલ્લિનાથચરિત્રમાં આવશ્યકચૂર્ણિની કથાનું અનુસરણ કરવામાં આવ્યું છે. કથાઓની સાથે સાથે અહીં સંક્ષિપ્ત ચરિત્રો પણ ઉદાહરણ સ્વરૂપે નિરૂપાયાં છે. ધર્મકાર્યમાં પ્રવૃત્ત થવા વિષયક બોધપ્રદ “સનકુમારચરિત્ર” આગમેતર સાહિત્યમાં પ્રચુર પ્રમાણમાં નિરૂપાયું છે. “પ્રત્યેકબુદ્ધ નમિ રાજર્ષિચરિત્ર” ભાવનાપૂર્વક કરાયેલ ધર્મકાર્યના ઉદાહરણરૂપે આલેખાયું છે. જેનો ઉલ્લેખ સૂત્રકૃતાંગચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ, આવશ્યક ભાષ્યY, ઉત્તરાધ્યયન નિર્યુક્તિ", ઉત્તરાધ્યયનચૂર્ણિ, તેમ જ આખ્યાનકમણિકોષવૃત્તિ(ઈ. સ. ૧૧૩૩)માં મળે છે. આગામેતર સાહિત્યમાં પ્રાપ્યકથાઓ : બીજા પ્રસ્તાવમાં દેહસૌંદર્યની ક્ષણભંગુરતા દર્શાવતી રાજહંસ કથા મળે છે. તેનો આધાર આખ્યાનકમણિકોષવૃત્તિ છે. જિનધર્મપ્રતિબોધ૮૧માં આ કથા કુન્દકથાનકને નામે મળે છે. સંભવત: આ જ રાજહંસ કથાના મુખ્ય કથાઘટકના આધારે “સિરિસિરિવાલકહાલની રચના થઈ હોય. આ શ્રીપાલ કથાના આધારે સંસ્કૃત, પ્રાકૃત, અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક રચનાઓ થઈ છે. ત્રીજા પ્રસ્તાવમાં નિરૂપાયેલ “સમરકેતુચરિત્ર” અંતર્ગત દષ્ટાંતરૂપે રત્નશિખ કથાનક આલેખાયું છે. આ કથાનક સર્વપ્રથમ પુહઈચંદ ચરિયું (૨૦ સં૧૧૬૧/ઈ. સ. ૧૧૦૫)માં મળે છે. મુનિસુંદરકત ઉપદેશપદ સુખસંબોધિનીવૃત્તિ ૨ (૨૦ સં. ૧૧૭૪ઈ. સ. ૧૧૧૮)માં પણ આ કથા મળે છે. કૃતજ્ઞતાના દૃષ્ટાંત રૂપે અપાયેલ સુકુમારિકા કથા ધર્મોપદેશમાલા વિવરણ માં “મદનાતુરતામાં સુકુમારિકા કથા'માં મળે છે. આખ્યાનકમણિકોષવૃત્તિમાં, બૃહત્કથાકોષ૪માં “પંગુલમાં આસક્ત સ્ત્રી દેવરાતિ તથા કહકોસુમાં નારીદોષ પર દેવરતિની કથા'ના રૂપમાં મળે છે. સંવેગરંગશાલા (૨૦ સં. ૧૨૦૩ કે ૧૨૦ ઈ. સ. ૧૧૪૭ કે ૧૧૫૧) પંચતંત્રમાં સંક્ષિપ્તરૂપે આ કથા મળે છે. ચુલપદ્મજાતક ૨૭/૧માં પણ Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6