Book Title: Mallinaha Chariyam Antargat Avantar Kathao
Author(s): Saloni Joshi
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249331/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હરિભદ્રસૂરિકૃત મલ્લિનાહચરિયું અંતર્ગત અવાંતરકથાઓ સલોની જોષી પ્રાકૃત સાહિત્યમાં ચરિત્રકાવ્યની સુદીર્ધ પરંપરા જોવા મળે છે. તીર્થકરોનાં ચરિત્રો અલકાપુરુષચરિત્ર અંતર્ગત તેમજ સ્વતંત્ર રીતે લખાયેલાં પણ મળે છે. ૧૯મા તીર્થંકર મલ્લિનાથ પર અનેક સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો રચાયાં છે. કુમારપાળના મંત્રી પૃથ્વીપાલના અનુરોધથી વડગચ્છીય શ્રીચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિએ ૨૪ તીર્થકરોનાં ચરિત્રની રચના કરી હતી. હાલ તેમાંથી કેવળ ચાર ચરિત્રકાવ્યો ઉપલબ્ધ છે, અજિયનાહ ચરિયું (૨૦ સં. ૧૨૦૬), મલ્લિનાચરિયું, નેમિનાચરિઉ (૨૦ સં૧૨૧૬) (અપભ્રંશ), અને ચંદuહચરિયું (લે. સં. ૧૨૨૩). સન્દર્ભગત મલ્લિનાથચરિત્ર અપ્રકાશિત (ગ્રંથાગ્ર ૯૦૦૦) છે : તે ત્રણ પ્રસ્તાવમાં વિભાજિત છે. પ્રથમ પ્રસ્તાવમાં મલ્લિનાથના પૂર્વભવની સાથે છ અવાંતર કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે; બીજા પ્રસ્તાવમાં મલ્લિનાથના જન્મનું વર્ણન, છ રાજાઓને પ્રતિબોધ, અને મલ્લિનાથના દીક્ષાના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રસ્તાવમાં માત્ર એક જ અવાંતર કથા વિસ્તૃત રૂપે આપવામાં આવી છે; જ્યારે ત્રીજો પ્રસ્તાવ સમગ્રતયા અવાંતરકથાઓથી છવાયેલો છે. તેમાં આઠ અવાન્તરકથાઓ તેમ જ મલ્લિનાથના કેવળજ્ઞાન પ્રાપ્તિ તેમ જ નિર્વાણના પ્રસંગો વર્ણવાયા છે. મલ્લિનાથચરિત્રમાં પ્રાપ્ત અવાંતર કથાઓ નીચે મુજબ છે : ૧, દાનવિષયે જયશેખર કથા ૨. શીલવિષયે વિમલસુંદરી કથા ૩. તપવિષયે જયશ્રી કથા ૪. ભાવનાવિષયે મતિસુંદરી કથા (ચિત્રકાર દારિકા કથા) ૫. વિનયવિષયે કુલવધુનક કથા ૬. કામભોગત્યાગવિષયે અનંગસેન, પ્રદ્યોતરાય કથા ૭. દેહસૌંદર્યની ક્ષણભંગુરતા વિષયે રાજહંસકથા ૮. ધર્મકાર્યમાં ઉદ્યત થવા માટે બોધરૂપ સનકુમારચરિત્ર ૯. ધર્મકાર્યથી પ્રાપ્ત થતા લાભવિષયે સમરકેતુચરિત્ર ૧૦. કૃતજ્ઞતાવિષયે સિંહકથા ૧૧. કૃતઘ્નતાવિષયે સુકુમારિકા કથા ૧૨. ધર્મકાર્ય અર્થે બોધરૂપ વીરસેન-કુસુમશ્રી કથા ૧૩. પૂર્વજન્મકત પુણ્યથી થતી પ્રાપ્તિ વિષયે નરવિક્રમનારેશ્વર કથા ૧૪, ભાવનાપૂર્વક કરવામાં આવતાં ધર્મકાર્યવિષયે નમિ પ્રત્યેકબુદ્ધચરિત્ર અને ૧૫. સમ્યક્ત વિષયે સુમતિસચિવ કથા. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સલોની જોષી Nirgrantha આ પ્રકારનાં કાવ્યોનો મુખ્ય હેતુ કથાના માધ્યમથી જનસમાજને ધર્મ પ્રતિ આકર્ષિત કરવાનો છે. ધર્મોપદેશ સાથે બોધપ્રદ નૈતિક કથાઓ ગૂંથવામાં આવતી હોવાથી લોકજીવનને ઉન્નત અને ચારિત્ર્યશીલ બનાવવામાં તેમ જ નૈતિક શિક્ષા પ્રદાન કરવામાં સહાયતા મળે છે. મલ્લિનાથચરિત્રની અવાંતરકથાઓના આધારસ્રોતને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (૧) આગમ તથા નિર્યુક્તિ, ચૂર્ણિ, અને ટીકા સાહિત્ય; (૨) આગમેતર જૈન સાહિત્ય; અને (૩) અન્ય શિષ્ટ તેમ જ લોકકથાસાહિત્ય. આગમિક સાહિત્યમાં પ્રાપ્ત કથાઓ : ભાવના વિષયક માતિસુંદરી(ચિત્રકારદારિકા)ની કથા પ્રથમ પ્રસ્તાવમાં છે, જેનો ઉલ્લેખ આવશ્યકચૂર્ણિ (પ્રાય: ઈ. સ. ૬૭૫), ઉત્તરાધ્યયન સુખબોધાટીકા' (ઈ. સ. ૧૦૯૦ પહેલાં), અને જયસિંહસૂરિકૃત ધર્મોપદેશમાલા વિવરણ (રસંત ૯૨૫ઈ. સ. ૮૫૯)માં મળે છે. પરંતુ તેની અંતર્ગત આવતી કથાઓ ભિન્ન ભિન્ન પ્રકારની છે. આ જ કથા શ્રીચંદ્રકૃત કહકોસુ (અપભ્રંશ) (૨૦ સંલગભગ ૧૧૨૭ઈ. સ૧૦૭૧) તથા હરિષેણાચાર્ય કૃત બૃહત્કથાકોષ૬ (૨૦ સં૯૮૯ઈ. સ. ૯૩૩)માં બુદ્ધિમતિચિત્રકાર દારિકાના સ્વરૂપે મળે છે; પરંતુ તેના નિરૂપણમાં થોડી ભિન્નતા જોવા મળે છે. આમાં કથા અંતર્ગત લઘુ અવાંતરકથા આપવામાં આવી નથી. કામભોગ-ત્યાગ-વિષયક અનંગસેન અને પ્રદ્યોતરાયની કથા આવશ્યકચૂર્ણિ તથા ભગવાન મહાવીરના ચરિત્રની પરંપરામાં પ્રાપ્ત થાય છે. મલ્લિનાથચરિત્રમાં આવશ્યકચૂર્ણિની કથાનું અનુસરણ કરવામાં આવ્યું છે. કથાઓની સાથે સાથે અહીં સંક્ષિપ્ત ચરિત્રો પણ ઉદાહરણ સ્વરૂપે નિરૂપાયાં છે. ધર્મકાર્યમાં પ્રવૃત્ત થવા વિષયક બોધપ્રદ “સનકુમારચરિત્ર” આગમેતર સાહિત્યમાં પ્રચુર પ્રમાણમાં નિરૂપાયું છે. “પ્રત્યેકબુદ્ધ નમિ રાજર્ષિચરિત્ર” ભાવનાપૂર્વક કરાયેલ ધર્મકાર્યના ઉદાહરણરૂપે આલેખાયું છે. જેનો ઉલ્લેખ સૂત્રકૃતાંગચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ, આવશ્યક ભાષ્યY, ઉત્તરાધ્યયન નિર્યુક્તિ", ઉત્તરાધ્યયનચૂર્ણિ, તેમ જ આખ્યાનકમણિકોષવૃત્તિ(ઈ. સ. ૧૧૩૩)માં મળે છે. આગામેતર સાહિત્યમાં પ્રાપ્યકથાઓ : બીજા પ્રસ્તાવમાં દેહસૌંદર્યની ક્ષણભંગુરતા દર્શાવતી રાજહંસ કથા મળે છે. તેનો આધાર આખ્યાનકમણિકોષવૃત્તિ છે. જિનધર્મપ્રતિબોધ૮૧માં આ કથા કુન્દકથાનકને નામે મળે છે. સંભવત: આ જ રાજહંસ કથાના મુખ્ય કથાઘટકના આધારે “સિરિસિરિવાલકહાલની રચના થઈ હોય. આ શ્રીપાલ કથાના આધારે સંસ્કૃત, પ્રાકૃત, અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક રચનાઓ થઈ છે. ત્રીજા પ્રસ્તાવમાં નિરૂપાયેલ “સમરકેતુચરિત્ર” અંતર્ગત દષ્ટાંતરૂપે રત્નશિખ કથાનક આલેખાયું છે. આ કથાનક સર્વપ્રથમ પુહઈચંદ ચરિયું (૨૦ સં૧૧૬૧/ઈ. સ. ૧૧૦૫)માં મળે છે. મુનિસુંદરકત ઉપદેશપદ સુખસંબોધિનીવૃત્તિ ૨ (૨૦ સં. ૧૧૭૪ઈ. સ. ૧૧૧૮)માં પણ આ કથા મળે છે. કૃતજ્ઞતાના દૃષ્ટાંત રૂપે અપાયેલ સુકુમારિકા કથા ધર્મોપદેશમાલા વિવરણ માં “મદનાતુરતામાં સુકુમારિકા કથા'માં મળે છે. આખ્યાનકમણિકોષવૃત્તિમાં, બૃહત્કથાકોષ૪માં “પંગુલમાં આસક્ત સ્ત્રી દેવરાતિ તથા કહકોસુમાં નારીદોષ પર દેવરતિની કથા'ના રૂપમાં મળે છે. સંવેગરંગશાલા (૨૦ સં. ૧૨૦૩ કે ૧૨૦ ઈ. સ. ૧૧૪૭ કે ૧૧૫૧) પંચતંત્રમાં સંક્ષિપ્તરૂપે આ કથા મળે છે. ચુલપદ્મજાતક ૨૭/૧માં પણ Page #3 -------------------------------------------------------------------------- ________________ vol. II - 1996 આચાર્ય હરિભદ્રસૂરિષ્કૃત મલ્લિનાહચરિયું... ૪૧ આ પ્રકારની કથા મળે છે. તેમ જ કૃતઘ્નતા વિષયક અન્ય સિંહ કથાનક વર્ધમાનસૂરિષ્કૃત જુગાઈ જિણિદ ચરિયું (૨૦ સં. ૧૧૬૦/ઈ સં. ૧૧૦૪)માં વૈદ્યપુત્ર કથાનક રૂપે અને પંચતંત્રમાં સંક્ષિપ્ત રૂપે મળે છે. પૂર્વજન્મકૃત કર્મથી થતી પ્રાપ્તિવિષયક ‘‘નરવિક્રમ નરેશ્વર કથા” ત્રીજા પ્રસ્તાવમાં મળે છે. સર્વપ્રથમ આ કથા ગુણચંદ્રકૃત મહાવીરચરિયું (૨૦ સં ૧૧૩૯/ઈ સં. ૧૦૮૩)માં વિસ્તારથી મળે છે. આખ્યાનકમણિકોષવૃત્તિમાં પણ મળે છે. મલ્લિનાથરિત્રમાં આખ્યાનકમણિકોષવૃત્તિનું અનુસરણ પ્રાપ્ત થાય છે. બંનેમાં કથા અંતર્ગત આવતા પ્રશ્નોત્તરી-કાવ્યગોષ્ઠિના પ્રસંગનું નિરૂપણ પ્રાપ્ત થાય છે. અલબત્ત પ્રશ્નોત્તર બંનેમાં સમાન જોવા મળતા નથી. પરવર્તી સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં પણ આ કથા મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ કથાનું રૂપાંતર ચંદનમલયગિરિકથાના સ્વરૂપે મળે છે. અન્ય સાહિત્ય તેમજ લોકસાહિત્યમાં પ્રાપ્ત કથાઓ ઉપર નિર્દેશેલી કથાઓ સિવાય અન્ય આઠ કથાઓનો સમાવેશ પણ મલ્લિનાથચિરત્રમાં કરાયો છે. આ કથાઓની રચના લોકપ્રચલિત કથાઘટકોના આધારે કરવામાં આવી છે, જેનું યથાતથ નિરૂપણ પૂર્વવર્તી ગ્રંથોમાં ઉપલબ્ધ થતું નથી. શીવિષયક ‘‘વિમલસુંદરીકથા” સંભવતઃ આ પ્રકારની શીલવિષયક પ્રાપ્ય કથાપરંપરાના આધારરૂપ છે, જે સોમપ્રભાચાર્ય સૂરિષ્કૃત કુમારપાળપ્રતિબોધ (૨૦ સં ૧૨૪૧ઈ સં ૧૧૮૫) અંતર્ગત તેમ જ શીલોપદેશમાલાબાળાવબોધમાં ઉપલબ્ધ થાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ આ કથાનો પ્રભાવ જોવા મળે છે. જયવંતસૂરિકૃત શૃંગારમંજરી” (૨૦ સં. ૧૬૧૪ઈ સં ૧૫૫૮)માં આ કથાનું રૂપાંતર પ્રાપ્ત થાય છે. ધર્મથી મનુષ્ય બધું જ પામે છે તેના ઉદાહરણ રૂપે નિરૂપિત ‘સમરકેતુરિત્ર” સ્વતંત્ર કૃતિની ક્ષમતા ધરાવે છે. પ્રચલિત કથાઘટકોના આધારે કવિએ એક નવી જ કથાની રચના કરી છે. મલ્લિનાથચરિત્રમાં આવતી અવાન્તરકથાઓમાં આ સૌથી લાંબી કથા છે : (લગભગ ૧૮૦૦ ગાથા). આમાં મુખ્યત્વે સમરકેતુનાં પરાક્રમ અને પરિણયની વાત ગૂંથાઈ છે. સમરકેતુના ત્રણ રાજકુમારીઓ સાથે વિવાહ, વિયોગ, અને મિલનની વાત નિરૂપાઈ છે. વળી સમરકેતુના બે પૂર્વ ભવોનું આલેખન પણ કરાયું છે. વીરસેન-કુસુમશ્રી કથાનું નિરૂપણ પણ કેટલેક અંશે વિસ્તૃત રૂપે થયું છે. કુતૂહલ, નાટકીયતા, કરુણતા, વિયોગ, મિલન તથા આશ્ચર્યકારક તત્ત્વોથી ભરપૂર આ કથા રોચક અને લોકપ્રિય બની છે. ફલતઃ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ કથાનું આલંબન લઈ કથા રચાઈ છે : જેમકે કુસુમશ્રી વીરસેન કથા પ્. મલ્લિનાથચરિત્રમાં વિસ્તૃત અને લઘુ બંને પ્રકારની કથાઓ મળે છે. આ અવાંતર કથાઓનું વર્ગીકરણ બીજી રીતે પણ કરી શકાય. જેમકે, પૂર્ણકથા, ખંડકથા, અને કથાંશ, જે કથામાં નાયકનું જન્મથી માંડી અંતિમ લક્ષ્યપ્રાપ્તિ સુધીનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને પૂર્ણકથા કહે છે. તેમાં ક્યારેક પૂર્વજન્મ વૃત્તાંતનો સમાવેશ પણ કરવામાં આવે છે. ‘‘કુલવર્ધનકકથા,” ‘“રાજહંસકથા,” “સમરકેતુચરિત્ર," ‘‘સનકુમાર ચરિત્ર,” ‘વીરસેન કુસુમશ્રી કથા”, “નરવિક્રમ નરેશ્વર કથા”, ‘“નમિરાજર્ષિ કથા” વગેરેનો સમાવેશ આ પ્રકારમાં કરી શકાય. જે કથાઓમાં નાયકના જીવનના આંશિક વૃત્તાંતનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને ખંડકથા કહી શકાય; જેમકે ‘‘અનંગસેન, પ્રદ્યોતરાય કથા', ‘‘સુકુમારિકાકા” અને ‘‘સુમતિસચિવકથા.” કથાનાયકના જીવનની એકાદ ઘટનાને સંક્ષિપ્ત રૂપે દૃષ્ટાંત તરીકે પ્રયોજાયેલી જોવા મળે તેવી કથાઓને કથાંશના વર્ગમાં મૂકી શકાય; જેમકે ‘‘જયશેખર કથા”, ‘જયશ્રી કથા', ‘‘મતિસુંદરી કથા”, ‘‘વિમલસુંદરી કથા'', ‘‘સિંહ કથા '' Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સલોની જોષી Nirgrantha આ કથાઓમાં દરેક પ્રકારનાં પાત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમકે, મનુષ્ય, દેવ, યક્ષ, વ્યંતર અને તિર્યચ. અહીં ચમત્કારિક, અતિમાનવીય, અને દૈવીતત્ત્વનું નિરૂપણ વિશેષ રૂપે જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રકારના કથાગ્રંથ-ચરિત્રગ્રંથમાં ચતુર્વિધ ધર્મ – દાન, શીલ, તપ, ભાવના - ની કથાઓની સાથે સાથે શ્રાવકના બાર વ્રતવિષયક કથાઓનું નિરૂપણ કરવામાં આવે છે. અહીં ચતુર્વિધર્મ પર દષ્ટાંતકથા મળે છે પરંતુ શ્રાવકના દ્વાદશવિધ વ્રતવિષયક કથાઓ મળતી નથી. અહીં એ ઉલ્લેખનીય છે કે આ હરિભદ્રસૂરિ રચિત અદ્યાપિ અપ્રકાશિત અજિયનાચરિયંમાં દ્વાદશવિધ વ્રતવિષયક કથાઓ મળે છે. અન્ય નોંધનીય બાબત એ છે કે ““સમરકેતુ ચરિત્ર” અજિયનાહચરિયંમાં શબ્દશઃ મળે છે. તે જ રીતે દાન, શીલ, તપ, ભાવના તેમ જ સમ્યક્ત વિષયક દૃષ્ટાંત કથાઓ ચંદખેંહચરિયમાં શબ્દશઃ મળે છે. સનકુમાર ચરિત્ર”નું આલેખન કવિએ પોતાની જ કૃતિ નેમિનાહચરિફ(અપભ્રંશ)માં કર્યું છે. આ અવાંતર કથાઓમાંથી પાંચ કથાઓ આખ્યાનકમણિકોષવૃત્તિમાં પ્રાપ્ત થાય છે, જેની રચના કર્તાના ગુરુ શ્રીચંદ્રસૂરિના ગુરુભ્રાતા શ્રીઆમ્રદેવસૂરિએ કરી છે. આ કથાઓમાંથી “સિંહ અને સુકુમારિકા કથા” સંસ્કૃત ભાષામાં નિબદ્ધ છે. “નરવિક્રમ નરેશ્વરકથા'માં પ્રથમ ચરણ સંસ્કૃતમાં અને દ્વિતીય ચરણ પ્રાકૃતમાં એમ મણિપ્રવાલ શૈલી પ્રયોજાઈ છે. આ અવાંતર કથાઓની ભાષા સમાચબદ્ધ હોવા છતાં સરળ અને પ્રવાહી છે. અલંકારોનો વિનિયોગ સુચારુ રૂપે થયો છે. પ્રકૃતિ અને પાત્રોનું વર્ણન વિસ્તૃત અને વિશદ રૂપે કરવામાં આવ્યું છે. કહેવતો અને સુભાષિતોનો પ્રયોગ યથોચિત સ્થાને કરાયો છે. આ કથાઓનું પર્યાવસાન પાત્રો દ્વારા અંતતઃ દીક્ષાગ્રહણ કરવામાં કે ધર્મકાર્યમાં પ્રવૃત્ત થવાને કારણે આ ધર્મકથાઓ છે. આ કથાઓમાં પ્રરૂપિત ઉપદેશ કથારસમાં વ્યવધાનરૂપ બનતો નથી. સમગ્રતયા જોઈએ તો આ કથાઓ આસ્વાદ્ય છે. સંદર્ભ ગ્રંથો : ૧, જિનરત્નકોશ સંપા. એચ. ડી. વેલણા કર. Bhandarkar Institute for Oriental Research પૂના ૧૯૪૪, પૃ. ૩૦૨. ૨. ચંદuહચરિયું (અપ્રકાશિત તાડપત્રીય પ્રત, હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પાટણ). चउवीसइ जिण-पुंगव-सुचरिय-रयणाभिराम-सिंगारो । પક્ષો વળે -તેણી નામો ભિસૂરિત્તિ પત્ર ૨૬૩૨. ૩. નેમિનાહ ચરિ હરિભદ્રસૂરિ, સંપા. મધુસૂદન મોદી અને ચૂત ભાયાણી, લા. દ. ગ્રંથમાળા ૩૩, અમદાવાદ ૧૯૭૪. ૪, આવશ્યચૂર્ણિ, જિનદાસગણિ, ઋષભદાસ કેસરીમલ પેઢી, રતલામ ૧૯૨૯, નવમ અધ્યયન, પૃ. ૧૪૫. ૫. ઉત્તરાધ્યયન સુખબોધાવૃત્તિ, નેમિચન્દ્રાચાર્ય, સંપા. વિજયઉમંગસૂરિ, પુષ્પચંદ્ર ખેમરાજ, આત્મવલ્લભગ્રંથાંક-૧૨. વળાદ ૧૯૩૭. પૃ૦ ૧૪૧. ૬. ધર્મોપદેશમાલા વિવરણ, જયસિંહસૂરિ, સંપા, લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, સિંધી, જૈન ગ્રંથમાલા, કન્યાંક ૨૮, મુંબઈ ૧૯૪૯, પૃ. ૧૩૭. ૭. કહકોસુ શ્રીચંદ્રસૂરિ, સંપા. એચ. એલ. જૈન, પ્રાકૃત અન્ય પરિષદ ગ્રંથાંક-૧૩. અમદાવાદ ૧૯૬૯, સંધિ ૫, કડવક ૫-૧૦, પૃ. ૫૧–૫૩. Page #5 -------------------------------------------------------------------------- ________________ Vol. IT - 1996 આચાર્ય હરિભદ્રસૂરિકૃત મલ્લિનાચરિયું.. ૪૩ ૮. બૃહત્કથાકોષ, હરિણાચાર્ય, સંપા. એ. એન. ઉપાધ્યું. સિંઘી જૈન ગ્રંથમાલા-૧૭, મુંબઈ ૧૯૪૩. કથાનક ક્રમાંક ૧૪, પૃ. ૨૮. ૯, આવશ્યકચૂર્ણિ, પૃ. ૩૯૭. ૧૦. મહાવીરચરિયું, ગુણચન્દ્ર. કે. લા. પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈ સં૧૯૮૫ (ઈ. સ. ૧૯૨૯), અષ્ટમ પ્રસ્તાવ પૃ. ૨૭૨. ૧૧. “સણતુકુમારચરિલ” (નેમિનાહચરિલ અંતર્ગત), હરિભદ્રસૂરિ, સંપા. ઈ ચૂક ભાયાણી, મચિ. મોદી. લા. દ. ગ્રંથમાળા-૪૨, અમદાવાદ ૧૯૭૪. પૃ૦ ૪-૫. ૧૨. સૂત્રકૃતાંગચૂર્ણિ, જિનદાસગણિ, ઋષભદાસ કેસરીમલ પેઢી, રતલામ ૧૯૪૧, પૃ. ૧૨૦. ૧૩. આવશ્યકચૂર્ણિ, ભાગ-૨, પૃ. ૨૦૦-૮. ૧૪. આવશ્યકભાષ્ય, વિજયદાનસૂરિ સીરીઝ, સુરત ૧૯૩૯, ગાથા ૨૦૮-૨૧૪. ૧૫. ઉત્તરાધ્યયન નિર્યુક્તિ, ભદ્રબાહુ સ્વામી, શાન્તાચાર્ય વિહિત શિષ્યહિતૈષણવૃત્તિ. દે, લા. જૈનપુસ્તકોદ્ધારફંડ ગ્રંથાંક ૩૩. મુંબઈ ૧૯૧૬, ગાથા-૨૬૪; પૃ. ૨૯૯. ૧૬. ઉત્તરાધ્યયનચૂર્ણિ, જિનદાસગલિ. ઋષભદેવ કેસરીમલ પેઢી, રતલામ ૧૯૩૩ પૃ. ૧૭૭. ૧૭. આખ્યાનકમણિકોશવૃત્તિ, આ પ્રદેવસૂરિ, સંપા. મુનિ પુણ્યવિજયજી. પ્રાકૃતગ્રન્થપરિષદ ગ્રંથાંક ૫, વારાણસી ૧૯૬૨. પૃ૦ ૨૭૮-૨૮૪. ૧૮. આખ્યાનકમણિકાશવૃત્તિ, પૃ ૧૫૫-૧૬૦. ૧૮/૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્ય, સંપા. જિનવિજય, Vol. XIV બરોડા ૧૯૨૦, પ્રસ્તાવ-૨. પૃ. ૪૨-૪૭, ૧૯. સિરિસિરિલાલચરિત, રત્નશેખરસૂરિ, સંપા. ચન્દ્રસાગરગણિ. આનન્દચન્દ્ર ગ્રન્થાલ્પી નવમ ગ્રંથરત્ન, ૧૯૪૮. ૨૦. પુહઇચંદચરિયું, શાન્તિસૂરિ, સંપા. મણિકવિજય. પ્રાકૃતગ્રન્થપરિષદ ગ્રંથાંક-૧૬, વારાણસી ૧૯૭૨. પૃ. ૮૯ ૧૦૨, ૨૧. ઉપદેશપદસુખસંબોધની વૃત્તિ, મુનિચન્દ્રસૂરિ. સંશો. પ્રતાપવિજયગણિ, મુક્તિ કમલ જૈનમોહનમાલા, વડોદરા ૧૯૨૫, પૃ. ૪૨૦-૪૩૧, ગાથાક્રમાંક ૧૦૩૧-૩૬. ૨૨. ધર્મોપદેશમાલા વિવરણ, પૃ ૧૯૮-૧૯૯. ૨૩. આખ્યાનકમણિકોશવૃત્તિ, પૃ. ૧૮૬-૧૮૭. ૨૪. બૃહત્કથાકોષ, પૃ. ૨૧૦. ૨૫. કહકોસુ સંધિ ૩૪, કડવક ૮-૧૦, પૃ. ૩૪૫-૩૪૬. ૨૬. સંગરંગશાળા મહાગ્રન્થનો ગુજરાતી અનુવાદ, અનુ. વિજયભદ્રકરસૂરિ, વિજયઅણસુર મોટોગર૭, સાણંદ ૧૯૭૬, પૃ. ૨૪૬, ગાથા ૪૪૨ ૧-૪૪૩૦. ૨૭. પંચતંત્ર, વિષ્ણુશર્મા; સંપા. નારાયણરામ આચાર્ય, નિર્ણયસાગરપ્રેસ, મુંબઈ ૧૯૫૦, પૃ. ૨૯૧. લબ્ધપ્રણાશમ્ સ્ત્રીજાત્યવિશ્વાસે બ્રાહ્મણીપંગુ કથા. ૨૭ / ૧. જાતક, ભદન્ત આનન્દ કૌશલ્યાયન, હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગ ૧૯૫૮. દ્વિતીયખંડ, જાતકક્રમાંક-૧૩, પૃ. ૨૯૯. ૨૮. જુગાઈ જિસિંદચરિયું, વર્ધમાનસૂરિ, સંપારૂપેન્દ્રકુમાર પગારિયા, લા. દ. ગ્રંથમાળા-૧૦૪, અમદાવાદ ૧૯૮૭. વેજ઼પુર કહાણ”, પૃ ૧૮-૧૯ ૨૯. પંચતંત્ર, પૃ. ૩૨૧. મfક્ષતામ્ અંતર્ગત સામાન્યબુદ્ધિશૂન્યત્વે સિંહસંજીવકબ્રાહ્મણ કથા. Page #6 -------------------------------------------------------------------------- ________________ 44 Nirgrantha 30. મહાવીરચરિયું, ચતુર્થ પ્રસ્તાવ. 31. આખ્યાનકમણિકોશવૃત્તિ, પૃ૦ 289-304. 32. કુમારપાલ પ્રતિબોધ, સંપાત જિનવિજય, G.0.s. Vol. XIV, Baroda 1920 - પ્રસ્તાવ-૩, પ્રકરણ 7, પૃ. 224. 33. શીલોપદેશમાલાબાલાવબોધ, મેરુસુન્દરમણિ, સંપા. ઈ. ચૂટ ભાયાણી અને અન્ય, લાદ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ 1980, પૃ. 128-31. 34. શૃંગારમંજરી, જયવંતસૂરિ, સંપા. કનુભાઈ શેઠ. (લાદ. ગ્રંથમાળા-૬૫), અમદાવાદ 1978, પૃ. 66; પૃ 152 155 35. કુસુમશ્રી રાસ, ગંગવિજયજી, સંપાઇ જીવણચંદ ઝવેરી. મુંબઈ 1913.