Book Title: Mallinaha Chariyam Antargat Avantar Kathao
Author(s): Saloni Joshi
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 1
________________ આચાર્ય હરિભદ્રસૂરિકૃત મલ્લિનાહચરિયું અંતર્ગત અવાંતરકથાઓ સલોની જોષી પ્રાકૃત સાહિત્યમાં ચરિત્રકાવ્યની સુદીર્ધ પરંપરા જોવા મળે છે. તીર્થકરોનાં ચરિત્રો અલકાપુરુષચરિત્ર અંતર્ગત તેમજ સ્વતંત્ર રીતે લખાયેલાં પણ મળે છે. ૧૯મા તીર્થંકર મલ્લિનાથ પર અનેક સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો રચાયાં છે. કુમારપાળના મંત્રી પૃથ્વીપાલના અનુરોધથી વડગચ્છીય શ્રીચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિએ ૨૪ તીર્થકરોનાં ચરિત્રની રચના કરી હતી. હાલ તેમાંથી કેવળ ચાર ચરિત્રકાવ્યો ઉપલબ્ધ છે, અજિયનાહ ચરિયું (૨૦ સં. ૧૨૦૬), મલ્લિનાચરિયું, નેમિનાચરિઉ (૨૦ સં૧૨૧૬) (અપભ્રંશ), અને ચંદuહચરિયું (લે. સં. ૧૨૨૩). સન્દર્ભગત મલ્લિનાથચરિત્ર અપ્રકાશિત (ગ્રંથાગ્ર ૯૦૦૦) છે : તે ત્રણ પ્રસ્તાવમાં વિભાજિત છે. પ્રથમ પ્રસ્તાવમાં મલ્લિનાથના પૂર્વભવની સાથે છ અવાંતર કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે; બીજા પ્રસ્તાવમાં મલ્લિનાથના જન્મનું વર્ણન, છ રાજાઓને પ્રતિબોધ, અને મલ્લિનાથના દીક્ષાના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રસ્તાવમાં માત્ર એક જ અવાંતર કથા વિસ્તૃત રૂપે આપવામાં આવી છે; જ્યારે ત્રીજો પ્રસ્તાવ સમગ્રતયા અવાંતરકથાઓથી છવાયેલો છે. તેમાં આઠ અવાન્તરકથાઓ તેમ જ મલ્લિનાથના કેવળજ્ઞાન પ્રાપ્તિ તેમ જ નિર્વાણના પ્રસંગો વર્ણવાયા છે. મલ્લિનાથચરિત્રમાં પ્રાપ્ત અવાંતર કથાઓ નીચે મુજબ છે : ૧, દાનવિષયે જયશેખર કથા ૨. શીલવિષયે વિમલસુંદરી કથા ૩. તપવિષયે જયશ્રી કથા ૪. ભાવનાવિષયે મતિસુંદરી કથા (ચિત્રકાર દારિકા કથા) ૫. વિનયવિષયે કુલવધુનક કથા ૬. કામભોગત્યાગવિષયે અનંગસેન, પ્રદ્યોતરાય કથા ૭. દેહસૌંદર્યની ક્ષણભંગુરતા વિષયે રાજહંસકથા ૮. ધર્મકાર્યમાં ઉદ્યત થવા માટે બોધરૂપ સનકુમારચરિત્ર ૯. ધર્મકાર્યથી પ્રાપ્ત થતા લાભવિષયે સમરકેતુચરિત્ર ૧૦. કૃતજ્ઞતાવિષયે સિંહકથા ૧૧. કૃતઘ્નતાવિષયે સુકુમારિકા કથા ૧૨. ધર્મકાર્ય અર્થે બોધરૂપ વીરસેન-કુસુમશ્રી કથા ૧૩. પૂર્વજન્મકત પુણ્યથી થતી પ્રાપ્તિ વિષયે નરવિક્રમનારેશ્વર કથા ૧૪, ભાવનાપૂર્વક કરવામાં આવતાં ધર્મકાર્યવિષયે નમિ પ્રત્યેકબુદ્ધચરિત્ર અને ૧૫. સમ્યક્ત વિષયે સુમતિસચિવ કથા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6