Book Title: Mahavir ane Jamali na Matbhednu Rahasya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૯૦ ] દર્શન અને ચિંતન દિગંબરે મહાવીરને અવિવાહિત જ માને છે, પણ મહાવીરના ભાણેજ અને શિષ્યરૂપે પણ જમાલિનું વર્ણન દિગંબરીય સાહિત્યમાં નથી, એ વાત શ્વેતાંબર અને દિગબર સાહિત્યના મૌલિક અભ્યાસી માટે ખાસ અર્થસૂચક છે. જીવનસંબંધી સાહિત્ય શ્વેતાંબર સાહિત્યમાં અંગ અને ઉપાંગ એ બંને પ્રકારનાં શાસ્ત્રો પ્રાચીન ગણાય છે. તે બંનેમાં જમાલિનો ઉલ્લેખ છે. સ્થાનાંગ નામના ત્રીજા અંગના સાતમા સ્થાનકમાં (પૃ. ૪૧૧, સૂત્ર ૫૮૭) નિહ્ન (એટલે મહાવીરની આશાના ઉત્થાપકે) ના ઉલ્લેખમાં જમાલિનું નામ પ્રથમ આવે છે. ઔપપાતિક નામના ઉપાંગમાં પણ જમાલિને નિહવ તરીકે ઉલ્લેખ છે. આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય વગેરે પાછળના ગ્રન્થમાં તેનું વર્ણન નિધ્રુવ તરીકે જ આવે છે, પણ વધારે વિસ્તૃત અને વધારે માહિતી આપનારું વર્ણન તો ભગવતી નામના પાંચમા અંગના નવમા શતકમાં ને ત્રીસમાં ઉદ્દેશકમાં છે. તે સમગ્ર વર્ણન આપવાનું આ સ્થળ નથી. માત્ર પ્રસ્તુત લેખના મૂળ વિષયમાં ઉપયોગી થાય તેવી દષ્ટિથી અને તે વખતની સામાજિક મર્યાદા, ધાર્મિક જીવન અને તત્વજ્ઞાનની માન્યતા જાણવામાં ઉપયોગી થાય તે દષ્ટિથી જમાલિના જીવનવૃત્તને કેટલેક ભાગ અહીં આપો આવશ્યક છે. જીવનવૃત્ત ક્ષત્રિયકુમાર જમાલિ એ મહાવીરના જન્મસ્થાન ક્ષત્રિયકુંડને નિવાસી હતું. તે મહાવીરની બહેન પ્રિયદર્શના પુત્ર અને મહાવીરની પુત્રી સુદર્શનાને પતિ હેઈ મહાવીરને બેવડે સગે હતો. એ મોટે રાજા ન હતા, છતાં વૈભવશાળી તો હતું જ. એક વખતે શ્રમણ ભગવાન મહાવીર ક્ષત્રિયકુંડની બહાર ચયમાં (ઉદ્યાનમાં) પધાર્યા. તેઓને વંદન કરવા અનેક લોકેની જેમ, મેટા ઠાઠમાઠ સાથે તે ઉદ્યાનમાં આવ્યો. ભગવાન પાસે ધમપદેશ સાંભળ્યો અને તેથી આકર્ષાયે. પહેલાં તે તેણે ભગવાનને કહ્યું કે હું નિગ્રંથ પ્રવચન એટલે આપનું શાસન સ્વીકારું છું, કારણ કે, તે મને રુચે છે. પછી તેણે ભિક્ષુ થવાની ઇચ્છા પણ પ્રગટ કરી. શ્રમણ ભગવાને તે માટે જયે ઢીલ ન કરવા કહ્યું કે તરત જ ભિક્ષુપદ માટે અનુમતિ મેળવવા જમાલિ ઘેર આવ્યું, અને માતાપિતાને તે માટે બહુ વીનવ્યા. પુત્રના તીવ્ર વૈિરાગ્યની ખાતરી છતાં છેવટે માતાપિતાએ ભિક્ષપદ માટે પિતાની ન છૂટકે અનુમતિ આપી. મોટી ધામધૂમપૂર્વક જમાલિએ બીજા પાંચસે પુરુષ ૧. આ માટે જુઓ પં. બેચરદાસના અનુવાદવાળું ભગવતીસૂત્ર પૃ. ૪૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9