Book Title: Mahavir ane Jamali na Matbhednu Rahasya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ દર્શન અને ચિંતા " . મહાવીરનું કથન હતું કે વ્યવહાર અને નિશ્ચય એ બંને દૃષ્ટિને આધારે જ કઈ પણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તે જ સર્વત્ર સમાધાન અને વ્યવસ્થા રહી શકે. જો નિશ્ચય વિનાની કેવળ વ્યવહારદષ્ટિનું અનુસરણ કરવામાં આવે તે ભેદ તથા વિરુદ્ધબુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિને લીધે હૈયે જલદી ખૂટી જવાથી લય સુધી ન જ પહોંચી શકાય. તેવી રીતે વ્યવહાર વિનાની કેવળ નિશ્ચયષ્ટિને ખરા અર્થમાં અનુસરવામાં આવે છે, જો કે કોઈ નુકસાન ન જ થાય, પણ તેવી નિદષ્ટિને અનુસરનાર મળે કોણ? એકાદ વ્યક્તિ ભલે તેવી હોય, પણ તેથી સામુદાયિક હિતની સંભાવના ઘણી જ ઓછી રહે છે. મોટે ભાગે તેવી દષ્ટિના નામ નીચે દંભ જ ચાલવા માંડે છે. તેથી નિશ્ચયદૃષ્ટિને ધ્યાનમાં રાખી વ્યવહારદષ્ટિને અનુસરવામાં જ ક્રમિક વિકાસને વધારે સંભવ છે. મહાવીરના અનેકાન્તવાદનું ઉપયુંક્ત એય સમછલીધા પછી જમાલિના મતનો તેઓએ શા સારુ વિરોધ કર્યો એ વાત ધ્યાનમાં આવી શકશે. ભગવાને અનુભવથી જોયું કે સાધારણ જનસ્વભાવ ધીરજ વિનાને અગર ઓછી ધીરજવાળો હોય છે. તેથી દરેક માણસ કોઈ પણ પ્રયત્ન શરૂ કરી તેનું ફળ તરત ઈચ્છે છે. તે માટે આપ જોઈ તે ભાગ આપવા તે તૈયાર નથી હોતો. ઘણીવાર તે ફલપ્રાપ્તિ નજીક આવ્યા છતાં અધીરજને લીધે એકાદ નાનીમોટી મુશ્કેલી આવતાં તે મોટેભાગે સિદ્ધ થયેલ પ્રયત્નને પણ નિરાશ થઈ છેડી દે છે, અને નિષ્ફળતા મળતાં પિતાની ધીરજની ઉણપને ન જોતાં તે બહારની મુશ્કેલીઓને તરછોડે છે, તેના ઉપર કંટાળે લાવે છે, કેટલાક લેાિને પિતાના પ્રયત્નોમાં વિક્ષેપ નાખનાર ગણી તેની સાથે દુશ્મનાવટ બાંધે છે અને આ રીતે માનસિક ભૂમિકા મલિન કરી મૂકે છે. જેમ દુન્યવી કામોમાં તેમ પારમાર્થિક માર્ગમાં પણ અધીરજથી ઘણા પાબ હઠે છે. કઈ સાધક અમુક વખત સાધના કર્યા બાદ ઈન્ટ પ્રમાણમાં ફળ ન મળતાં નિરાશ થઈ તરત જ તે સાધના છેડી બેસે છે અને નિરાશ થઈ આડે રસ્તે દેરાય છે. ઘણુ ભિક્ષુઓ, ઘણા તપસ્વીઓ એ જ કારણથી અડધે માર્ગે જઈ નીચે પડ્યાના દાખલા આપણે ક્યાં નથી જાણતા ? સામાજિક અને રાજકીય પ્રયત્ન પણ ઘણીવાર અધૂરા રહી જાય છે. તેનું એ જ કારણ છે? એ વાત લક્ષમાં રાખી ભગવાને કહ્યું કે કામ ચાલુ હેય, જેને પ્રયત્ન હજી ચાલ જ હેય તે કામ પણ કરાયું એમ કહી શકાયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9