Book Title: Mahamani Chintamani Shree Guru Gautamswami Author(s): Nandlal Devluk Publisher: Arihant Prakashan View full book textPage 7
________________ Ca મૂર્તિ શિલ્પો અને જૈન ચિત્રકળાનો વૈભવ કોઈપણ કળાનો સુચારૂ વિકાસ થઈ સોળે કળાએ ખીલવવાનું ત્યારે જ શકય બને છે. જયારે એ કળાએ અર્થાત્ કળાકારને કોઈનો પણ આશ્રય મળે છે. પ્રાચીન કાળમાં કળાપારખું રાજા-મહારાજાઓએ આવા કળાકારો, પડિતો, કવિઓ, વિદ્વાનોને સંપૂર્ણ આશ્રય આપતા હતા તેથી જ તે સમયમાં કળાનો સંપૂર્ણ વિકાસ થયેલ જોવા મળે છે. પ્રાયઃ વિક્રમની ૧૩મી-૧૪મી સદીથી લઈ આજ પર્યંત, થોડાંક અપવાદોને બાદ કરતાં, આવી કળા અને કળાકારને રાજ્યાશ્રય પ્રાપ્ત થયો નથી. આમ છતાં કળા પારખું, કળા શોખીન શ્રેષ્ઠિઓનો આશ્રય ઘણા ઘાણા કળાકારોને પ્રાપ્ત થયો છે. એના જ પરિવામે આજે ભારતવર્ષમાં કળા અને શિલ્પ-સ્થાપત્યનો અદ્ભુત અને બેનમુન વારસો આપણને પ્રાપ્ત થયો છે. મધ્યકાલીન હસ્તલિખિત સાહિત્યમાં પ્રાપ્ત ચિત્રકળાને કળા શોખીન કળા પારખુ જૈન શ્રમણ પરંપરાના સાધુ-સાધ્વી ભગવંતોની પ્રેરણાથી, તે સમયના જૈન શ્રેષ્ઠિઓએ આશ્રય આપ્યો હતો માટે જ જૈનાશ્રિત ચિત્રકળાને જૈન ત્રિકળા કહેવી વધુ ઉચિત છે. આ જૈન ચિત્રકળાનાં કેટલાક વિશિષ્ટ લક્ષણ છે, જે મોટે ભાગે જૈન ગ્રંથભંારોમાં પ્રાપ્ત જૈન હસ્તપ્રતો કાગળની તથા તાડપત્રની) માંના ચિત્રો જોતા સ્પષ્ટ જણાઈ આવે છે. આવા જૈન ચિત્રકળાના વારસામાં આપણને જૈન આગમ, તેમાં ચ ખાસ કરીને શ્રી કલ્પસૂત્રનો ભવ્ય વારસો પ્રાપ્ત થયો છે. આ' કલ્પસૂત્રમાં મુખ્યત્વે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર તથા તેમની પટ્ટપરંપરાનું આલેખન થયેલ હોવાથી શ્રી મહાવીર પરમાત્મા અને તેમના શિષ્ય | ગણધર અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીજીના ચિત્રો સૌથી વધુ સંખ્યામાં પ્રાપ્ત થાય છે. આવા શ્રી ગૌતમસ્વામીજીના પ્રાચીન તથા કેટલાંક અર્વાચીન ચિત્રોને અહીં પ્રસ્તુત કરવા ઉપરાંત જિનમંદિરોમાં બિરાજમાન પ્રભાવક પ્રતિમાઓની જે છબીઓ ઉપલબ્ધ બની છે તેમજ વિવિધ માધ્યમોમાં પૂજનીયરૂપે જેમને આદરણિય સ્થાને બિરાજમાન કરવામાં આવ્યા છે એવા ગુરૂ ગીતમના ચિત્રો અત્રે મૂકવામાં આવેલ છે. જેનાં દર્શન, દર્શકને અવશ્ય પરિપ્લાવિત કરશે જ એવી શ્રદ્ધા છે. જો એ કોઈ ટોબેકોPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 854