Book Title: Loktantrano Mukhya Payo
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ લોકતંત્રનો મુખ્ય પાયે [161 અને નભાવવું હોય તો પ્રજાએ પિતાના વ્યકિતહિતના વિચારે સમષ્ટિહિતમાં જ બદલવા જોઈએ. ત્યાર બાદ તે તિલક આવ્યા, ગાંધીજી આવ્યા અને ગાંધીજીએ પિતાની સહજ સુઝથી અને કર્મયોગી વૃત્તિથી પ્રજાહિતને સ્પર્શતા એકેએક પ્રશ્ન ઉપર વ્યાપક દષ્ટિએ માત્ર પ્રકાશ જ નથી ફેંક્યો, પણ તેમણે એ દિશામાં પ્રત્યક્ષ પદાર્થ પાઠ પણ આપે છે. એ જ તપશ્ચર્યાના મૂળમાંથી લેતંત્રનું વૃક્ષ ઉગ્યું છે. આજે એની ચોમેર ઊજવણી થાય છે, એનાં ગુણગાન ગવાય છે, પણ અહીં જોવાનું એ છે કે શું એનો પાયે ખરેખર મૂડીવાદીઓની દષ્ટિ અને હિલચાલ, ડાક અપવાદો બાદ કરતાં નાનામોટા અમલદારેની સાચી જવાબદારી પ્રત્યે બેપરવાઈ, કામ કરવાની મંદતા અને અંગત લાભની મુખ્ય દૃષ્ટિ તેમ જ જુદા જુદા દરજજાના વ્યાપારીઓની માત્ર અંગત લાભની દષ્ટિએ વિદેશી વસ્તુઓના દલાલ બનવાની જાની કુટેવ અને છેલ્લે છેલ્લે કેળવણીના ક્ષેત્રમાં કામ કરતા તેમ જ લેકમત કેળવવા પત્રો ચલાવતા એવા ભણેલગણેલ ગણાતા વર્ગની માત્ર અંગત લાભની દૃષ્ટિએ થતી મુખ્ય પ્રવૃત્તિ—એ બધું જ્યારે વિચારું છું અને તેના મળતા પુરાવાઓ યથાશક્તિ તપાસું છું ત્યારે મારી ટૂંકી અને સાદી સમજણને એમ ચોક્કસ લાગે છે કે લેકરાજ્ય સ્થપાયું છે, તેનું બંધારણ ઘડાયું છે, તેના ઉત્સવ ઉજવાય છે, તેનાં ગાણાં ગવાય છે, પણ ખાટલે મોટી ખેટકે નક્કર અને મજબૂત પાયો જ નથી. એટલે ઉદ્યોગપતિઓ, અમલદારે, મધ્યવર્તી દલાલે, સંસ્કારી અને ભણેલગણેલ ગણાતા ત્યાગીઓ, પંડિત અને વિદ્વાને—એ બધા મુખ્યપણે લેકરાજ્યને ઉપકારક થાય ને તેના પાયા મજબૂત બને એવી સમષ્ટિ-હિતની દષ્ટિએ કામ કરતા નથી અને તેથી જ દાદાભાઈની કે ગાંધીજીની સ્વરાજ્ય મળ્યા પછી પ્રજાની આબાદીની ભવિષ્યવાણી હજી સાચી પડી નથી. મિ. એવાન સાચું જ કહે છે કે સાચું લેતંત્ર, ગરીબી અને સંપત્તિ એ ત્રણ સાથે સાથે રહી ન શકે. લોકતંત્ર, એના ખરા અર્થમાં હોય તે, સંપત્તિ અને ગરીબીને ભેદ ભૂંસાવો જ જોઈએ, અને જો એ ભેદ કે પણ અર્થમાં ચાલુ રહે તે લોકતંત્ર એ માત્ર નામનું જ હોય. * મહાત્માજીએ અહિંસક રાજ્યતંત્રનું સ્વપ્ન જોયું. તેને પણ ખરે અર્થ એ જ છે કે જે એવું રાજ્યતંત્ર ઈષ્ટ હોય તે ગરીબી અને તવંગરી બન્નેનું સહ-અસ્તિત્વ પ્રજામાં રહી ન શકે. શ્રી. વિનોબા ભાવે ખરી રીતે એ જ સૂત્રની દિશામાં આગળ વધી રહ્યા છે અને ગીતાની સમત્વભાવના રાજ્યતંત્રમાં મૂર્ત થયેલી જેવા, ગરીબી તેમ જ તવંગરીનું મહદ્ અંતર મિટાવવા પ્રયત્ન કરી રહ્યા છે. -સંસ્કૃતિ જાન્યુઆરી 54 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3