Page #1
--------------------------------------------------------------------------
________________
લોકતંત્રને મુખ્ય પાયો
[૨૩] પ્રજાસત્તાક દિવસ ઊજવવામાં આવે છે અને પ્રજાસત્તાક તંત્રને લક્ષી દેશના દરેક ભાગમાં વિચારવાન તંત્રીઓ પોત પોતાના છાપાના ખાસ અંક પ્રસિદ્ધ કરે છે. તે વખતે પ્રજાસત્તાક કે લોકતંત્રને મુખ્ય અને સાચે પાયે છે છે, તેમ જ એ પાયે આપણું લકતંત્રમાં કેટલે અંશે છે, એ જાણવું જરૂરી છે.
લેકતંત્રના બીજા અનેક આધારે છે, પણ તેમાં જે કોઈ એક મુખ્ય અને મહત્ત્વને આધાર દર્શાવે છે, તે તે સરવાળે સમષ્ટિના હિત અને કલ્યાણને જ પિતાનું હિત અને કલ્યાણ લેખી પ્રત્યેક રાષ્ટ્રધટક ઉમરલાયક અને સમજદાર વ્યક્તિએ પિતાના લાભ અને સ્વાર્થને સમષ્ટિના હિત અને કલ્યાણમાં જતા કરવા તેમ જ પિતાની શક્તિઓને સમષ્ટિના હિતમાં વાપરવી તે છે.
- બુદ્ધ ને મહાવીરના સમયમાં ગણરાજ્યો હતાં. તેમાં લેકતંત્રનું જ તત્વ હતું, પણ પ્રમાણમાં મોટા ભયે ઉપસ્થિત થતાં તે ગણતંત્ર જોઈતું સંગઠન અને બળ સાધી ન શક્યાં. એટલે ઉપસ્થિત થતા મેટા ભો નિવારવાનું કામ અમક શક્તિશાળી વ્યક્તિઓએ આગળ આવી કર્યું અને પરિ. ણામે વ્યક્તિસત્તાક રાજ્યના પાયા વિસ્તરતા ગયા. સમષ્ટિહિતની જે દૃષ્ટિ પ્રથમ મુખ્યપણે કામ કરતી તે વ્યક્તિ-રાજતંત્રમાં ગૌણ બની અને વૈયક્તિક હિત તેમ જ વૈયક્તિક ગૌરવનાં બીજે કૂલતાંફાલતાં ગયાં. આ વાત રાજતંત્રપક્ષે થઈ. બીજી બાજુ ધર્મતંત્રપક્ષે પણ પલ્લું ધીરે ધીરે બલાતું ગયું. જતિ રતિ વરાતિ ત મ એવી પ્રવૃત્તિપ્રધાન ભાવના ધર્મક્ષેત્રમાં કાંઈક ગૌણ થઈ. તેના સ્થાનમાં નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મની ભાવના ધીરે ધીરે પ્રધાન બનવા લાગી.
વ્યક્તિતંત્ર-રાજ્યમાં દિવસે દિવસે સામૂહિક જવાબદારીનું તત્ત્વ પ્રજાસામાન્યમાં ઓસરતું ગયું અને નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મના પુરસ્કર્તા સંઘ અને સંપ્રદાયના પ્રભાવને લીધે પ્રજાસામાન્યમાં નિવૃત્તિની સાચી સમજ અને તેના વિકાસને બદલે નિવૃત્તિને આભાસ કરાવનારી, પણ વસ્તુતઃ સમષ્ટિના હિતને બેજવાબદાર એવી એક પ્રકારની નિષ્કય વૃત્તિ જન્મી અને તેણે ધર્મના
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
દશન અને ચિંતન વિવિધ સ્વાંગે પહેર્યા. આનું પરિણામ આખા ઈતિહાસકાળ દરમ્યાન એકંદર એ જ આવ્યું કે આપણે આવડો મેટ દેશ, આટલી બધી બાહ્ય સાધનસંપત્તિ ધરાવતાં છતાં અને બુદ્ધિવૈભવ તેમ જ ઉચ્ચ સંસ્કૃતિનો વૈભવ ધરાવવા
તાં, દિવસે ને દિવસે નબળો પડતો ગયો અને ગુલામી મનોવૃત્તિ ધરાવતે થઈ ગયે.
જે આપણે આખા ઈતિહાસકાળ દરમ્યાન દેખાતી દેશની નબળાઈ અને ગુલામી મને વૃત્તિના મૂળ કારણની શોધ કરીશું તે એ જણાયા વિના નહિ રહે કે એકંદર ભારતની પ્રજામાં સમષ્ટિહિત અને કલ્યાણની સાચી સમજણ અને ભાવનાને બદલે વૈયક્તિક હિત અને સ્વાર્થની વૃત્તિ જ પ્રધાનપણું ભગવતી રહી છે અને તેણે જ બધે સર્વનાશ નોતર્યો છે.
- લગભગ સો વર્ષ પહેલાં દાદાભાઈ નવરોજજીએ જે દષ્ટિ અને ભાવનાથી સ્વરાજ્યની દિશામાં હિલચાલ કરેલી અને ૧૯૦૬ની કલકત્તાની મહાસભાની બેઠકમાં છેવટના જે પરિપકવ ઉગારે કાઢેલા તે આ હતા ? એક ચાઓ, ખંતથી કામ કરે અને સ્વરાજ્ય મેળવો. તેઓ કહે છે કે સ્વરાજ્ય
–લેકરા મળશે તે જ દેશનું દુઃખદળદર, ગરીબી-બેકારી, રેગ આદિ જશે. જ્યારે એ તપસ્વીએ કરાજ્યને લીધે દુઃખદળદર આદિ જવાની વાત કહેલી ત્યારે તેમની દૃષ્ટિમાં લેકરા વિષેની કલ્પના શી હતી અગર શી હોવી જોઈએ એ અત્યારે વિચારવું જોઈએ, કારણ કે, અત્યારે લેકરાજ્ય તો પ્રાપ્ત થયું, પણ ભલે કાંઈક જુદી જાતનાં છતાં દુ:ખદળદર આદિ સંકટ વધ્યાં ન હોય તોય ત્યાં તે નથી જ. એ જ અરસામાં લેકહિતવાદી ઉપનામથી લખતા એક મહારાષ્ટ્રીય બ્રાહ્મણ સરદાર કુટુંબના દૃષ્ટિસંપન્ન લેખકે બધી જાતના સુધારાઓની સ્પષ્ટ અને મક્કમ હિમાયત કરતાં સ્વદેશી વસ્તુ એને વાપરવા એટલે સુધી કહેલું કે ભલે દેશી ચીજો મેંધી અને ખરબચડી. હોય તેય સસ્તી અને સુંવાળી પરદેશી ચીજોને મેહ છોડી લેકાએ એ દેશી ચીજે જ વાપરવી જોઈએ, નહિ તે દેશમાંથી ગરીબી અને બેકારી નહિ જવાની અને મૂડીવાદની ચૂડમાં સાધારણ જનતા સપડાવાની. ગણેશ વાસુદેવ
શી, જે “સાર્વજનિક કાકા ને નામે જાણીતા હતા, તેમણે તે તે જમાનામાં હાથે કાંતેલા સૂતરની ખાદી પહેરીને પિતાનું સ્વરાજ્યકાર્ય શરૂ કરેલું; એટલું જ નહિ, પણ એ જ વેશમાં ૧૮૭૭ના દિલ્હી દરબાર વખતે ત્યાં દરબારમાં જઈ પિતાની કામગીરી બજાવેલી, આ બધું એ સૂચવે છે કે સ્વરાજ્ય અને લેકરાજ્યને સ્થાપવા ઈચ્છતા તે તે પુરુષોનાં મનમાં મુખ્યપણે એક જ વાત રમતી અને તે એ કે હવે જે ભારતવ્યાપી લકરાજ્ય સ્થાપવું
Page #3
--------------------------------------------------------------------------
________________ લોકતંત્રનો મુખ્ય પાયે [161 અને નભાવવું હોય તો પ્રજાએ પિતાના વ્યકિતહિતના વિચારે સમષ્ટિહિતમાં જ બદલવા જોઈએ. ત્યાર બાદ તે તિલક આવ્યા, ગાંધીજી આવ્યા અને ગાંધીજીએ પિતાની સહજ સુઝથી અને કર્મયોગી વૃત્તિથી પ્રજાહિતને સ્પર્શતા એકેએક પ્રશ્ન ઉપર વ્યાપક દષ્ટિએ માત્ર પ્રકાશ જ નથી ફેંક્યો, પણ તેમણે એ દિશામાં પ્રત્યક્ષ પદાર્થ પાઠ પણ આપે છે. એ જ તપશ્ચર્યાના મૂળમાંથી લેતંત્રનું વૃક્ષ ઉગ્યું છે. આજે એની ચોમેર ઊજવણી થાય છે, એનાં ગુણગાન ગવાય છે, પણ અહીં જોવાનું એ છે કે શું એનો પાયે ખરેખર મૂડીવાદીઓની દષ્ટિ અને હિલચાલ, ડાક અપવાદો બાદ કરતાં નાનામોટા અમલદારેની સાચી જવાબદારી પ્રત્યે બેપરવાઈ, કામ કરવાની મંદતા અને અંગત લાભની મુખ્ય દૃષ્ટિ તેમ જ જુદા જુદા દરજજાના વ્યાપારીઓની માત્ર અંગત લાભની દષ્ટિએ વિદેશી વસ્તુઓના દલાલ બનવાની જાની કુટેવ અને છેલ્લે છેલ્લે કેળવણીના ક્ષેત્રમાં કામ કરતા તેમ જ લેકમત કેળવવા પત્રો ચલાવતા એવા ભણેલગણેલ ગણાતા વર્ગની માત્ર અંગત લાભની દૃષ્ટિએ થતી મુખ્ય પ્રવૃત્તિ—એ બધું જ્યારે વિચારું છું અને તેના મળતા પુરાવાઓ યથાશક્તિ તપાસું છું ત્યારે મારી ટૂંકી અને સાદી સમજણને એમ ચોક્કસ લાગે છે કે લેકરાજ્ય સ્થપાયું છે, તેનું બંધારણ ઘડાયું છે, તેના ઉત્સવ ઉજવાય છે, તેનાં ગાણાં ગવાય છે, પણ ખાટલે મોટી ખેટકે નક્કર અને મજબૂત પાયો જ નથી. એટલે ઉદ્યોગપતિઓ, અમલદારે, મધ્યવર્તી દલાલે, સંસ્કારી અને ભણેલગણેલ ગણાતા ત્યાગીઓ, પંડિત અને વિદ્વાને—એ બધા મુખ્યપણે લેકરાજ્યને ઉપકારક થાય ને તેના પાયા મજબૂત બને એવી સમષ્ટિ-હિતની દષ્ટિએ કામ કરતા નથી અને તેથી જ દાદાભાઈની કે ગાંધીજીની સ્વરાજ્ય મળ્યા પછી પ્રજાની આબાદીની ભવિષ્યવાણી હજી સાચી પડી નથી. મિ. એવાન સાચું જ કહે છે કે સાચું લેતંત્ર, ગરીબી અને સંપત્તિ એ ત્રણ સાથે સાથે રહી ન શકે. લોકતંત્ર, એના ખરા અર્થમાં હોય તે, સંપત્તિ અને ગરીબીને ભેદ ભૂંસાવો જ જોઈએ, અને જો એ ભેદ કે પણ અર્થમાં ચાલુ રહે તે લોકતંત્ર એ માત્ર નામનું જ હોય. * મહાત્માજીએ અહિંસક રાજ્યતંત્રનું સ્વપ્ન જોયું. તેને પણ ખરે અર્થ એ જ છે કે જે એવું રાજ્યતંત્ર ઈષ્ટ હોય તે ગરીબી અને તવંગરી બન્નેનું સહ-અસ્તિત્વ પ્રજામાં રહી ન શકે. શ્રી. વિનોબા ભાવે ખરી રીતે એ જ સૂત્રની દિશામાં આગળ વધી રહ્યા છે અને ગીતાની સમત્વભાવના રાજ્યતંત્રમાં મૂર્ત થયેલી જેવા, ગરીબી તેમ જ તવંગરીનું મહદ્ અંતર મિટાવવા પ્રયત્ન કરી રહ્યા છે. -સંસ્કૃતિ જાન્યુઆરી 54