SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] દશન અને ચિંતન વિવિધ સ્વાંગે પહેર્યા. આનું પરિણામ આખા ઈતિહાસકાળ દરમ્યાન એકંદર એ જ આવ્યું કે આપણે આવડો મેટ દેશ, આટલી બધી બાહ્ય સાધનસંપત્તિ ધરાવતાં છતાં અને બુદ્ધિવૈભવ તેમ જ ઉચ્ચ સંસ્કૃતિનો વૈભવ ધરાવવા તાં, દિવસે ને દિવસે નબળો પડતો ગયો અને ગુલામી મનોવૃત્તિ ધરાવતે થઈ ગયે. જે આપણે આખા ઈતિહાસકાળ દરમ્યાન દેખાતી દેશની નબળાઈ અને ગુલામી મને વૃત્તિના મૂળ કારણની શોધ કરીશું તે એ જણાયા વિના નહિ રહે કે એકંદર ભારતની પ્રજામાં સમષ્ટિહિત અને કલ્યાણની સાચી સમજણ અને ભાવનાને બદલે વૈયક્તિક હિત અને સ્વાર્થની વૃત્તિ જ પ્રધાનપણું ભગવતી રહી છે અને તેણે જ બધે સર્વનાશ નોતર્યો છે. - લગભગ સો વર્ષ પહેલાં દાદાભાઈ નવરોજજીએ જે દષ્ટિ અને ભાવનાથી સ્વરાજ્યની દિશામાં હિલચાલ કરેલી અને ૧૯૦૬ની કલકત્તાની મહાસભાની બેઠકમાં છેવટના જે પરિપકવ ઉગારે કાઢેલા તે આ હતા ? એક ચાઓ, ખંતથી કામ કરે અને સ્વરાજ્ય મેળવો. તેઓ કહે છે કે સ્વરાજ્ય –લેકરા મળશે તે જ દેશનું દુઃખદળદર, ગરીબી-બેકારી, રેગ આદિ જશે. જ્યારે એ તપસ્વીએ કરાજ્યને લીધે દુઃખદળદર આદિ જવાની વાત કહેલી ત્યારે તેમની દૃષ્ટિમાં લેકરા વિષેની કલ્પના શી હતી અગર શી હોવી જોઈએ એ અત્યારે વિચારવું જોઈએ, કારણ કે, અત્યારે લેકરાજ્ય તો પ્રાપ્ત થયું, પણ ભલે કાંઈક જુદી જાતનાં છતાં દુ:ખદળદર આદિ સંકટ વધ્યાં ન હોય તોય ત્યાં તે નથી જ. એ જ અરસામાં લેકહિતવાદી ઉપનામથી લખતા એક મહારાષ્ટ્રીય બ્રાહ્મણ સરદાર કુટુંબના દૃષ્ટિસંપન્ન લેખકે બધી જાતના સુધારાઓની સ્પષ્ટ અને મક્કમ હિમાયત કરતાં સ્વદેશી વસ્તુ એને વાપરવા એટલે સુધી કહેલું કે ભલે દેશી ચીજો મેંધી અને ખરબચડી. હોય તેય સસ્તી અને સુંવાળી પરદેશી ચીજોને મેહ છોડી લેકાએ એ દેશી ચીજે જ વાપરવી જોઈએ, નહિ તે દેશમાંથી ગરીબી અને બેકારી નહિ જવાની અને મૂડીવાદની ચૂડમાં સાધારણ જનતા સપડાવાની. ગણેશ વાસુદેવ શી, જે “સાર્વજનિક કાકા ને નામે જાણીતા હતા, તેમણે તે તે જમાનામાં હાથે કાંતેલા સૂતરની ખાદી પહેરીને પિતાનું સ્વરાજ્યકાર્ય શરૂ કરેલું; એટલું જ નહિ, પણ એ જ વેશમાં ૧૮૭૭ના દિલ્હી દરબાર વખતે ત્યાં દરબારમાં જઈ પિતાની કામગીરી બજાવેલી, આ બધું એ સૂચવે છે કે સ્વરાજ્ય અને લેકરાજ્યને સ્થાપવા ઈચ્છતા તે તે પુરુષોનાં મનમાં મુખ્યપણે એક જ વાત રમતી અને તે એ કે હવે જે ભારતવ્યાપી લકરાજ્ય સ્થાપવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249174
Book TitleLoktantrano Mukhya Payo
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Society
File Size69 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy