Book Title: Light Of Soul
Author(s): Motilal Muljibhai Shah
Publisher: Veerchandra Jain Sabha

View full book text
Previous | Next

Page 128
________________ 13 દેશ આપે છે. તે સિવાય અધ્યાત્મ, વૈરાગ્ય અને ઉપશમ પામવાને માટે જે તત્વજ્ઞાનના ઉપદેશની જરૂર છે તે ઉપદેશ આ લધુ ગ્રંથમાં અસરકારક રીતે મેળવી શકાય તેમ છે. આ ઉપયોગી લધુ ગ્રંથને ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિવેચન સાથે અનુવાદ મી. મોતીલાલ એમ. શાહે કરે છે, તેથી મૂળ ગ્રંથની મહત્તામાં મેટા વધારે થયેલ છે. તે સાથે પદની અંદર આવેલા કઠીન વાકને વિગ્રહ વ્યુત્પત્તિથી સમજાવવાને અને કેટલેક થળે તેના અન્ય ગ્રંથોના મલતા પ્રમાણે આપવાને જે શ્રમ કરવામાં આવ્યો છે, તે નવીન યુવક અભ્યાસીઓને વિશેષ આવકારદાયક થઈ પડે તે છે, અને તેથી બેશક આ લધુ ગ્રંથનું ગૌરવ વધારવામાં આવ્યું છે. આ લઘુ ગ્રંથનું સમર્પણ ભાવનગર રાજ્યના ન્યાયાસન ઉપર આવેલા એક સ્વર્ગવાસી લોકપ્રિય મી. લલુભાઈ મોતીચંદ મહેતા બી. એ. એલ એલ. બી. ને કરેલું છે. તે સાથે આ પુસ્તકમાં ઉત્સાહી, પવિત્ર અને શાંતમુર્તિ એ સ્વર્ગવાસી ગૃહસ્થનું જીવનવૃત્ત પણ આપેલું છે. જે ઉપરથી ઉત્તમોત્તમ ચારિત્રને ભવ્ય નમુને અને મનુષ્યત્વનું શુદ્ધ સ્વરૂપ બીજા યુવકોને દર્શનીય અને શિક્ષણીય થઈ પડે તેમ છે. ટુંકામાં આ એકજ ગ્રંથનું અને તેની સાથે અમર નામથી જેડાએલા, તે સ્વર્ગવાસી આત્માના જીવનવૃત્તનું સદા શુદ્ધ અને મનન

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130