Book Title: Ladubahenni Jivan Rekha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ૧૬] દર્શન અને ચિંતન હમેશાં બેસવાનું. તેઓની સ્વાર્પણત્તિ તે મેં મારી જિંદગીમાં અન્યત્ર ભાગ્યે જ જોઈ હશે. તેઓની ગમે તેવી કીમતી વસ્તુ પણ લેવા આવનાર માટે માત્ર વસ્તુ જ નહિ પણ કોઈ બીમાર કે બીજી રીતે દુઃખી હેય તે. તેની તન-મન-ધનથી સેવા કરી છૂટવું એ જ એ બાઈને જીવનમંત્ર. ચાલુ વર્ષના મે માસમાં ખરે બપોરે એક નાનું ગધેડું તદ્દન અશક્ત સ્થિતિમાં ખેતરમાં પડેલું. ત્યારે એ બહેને એક વિદ્યાર્થીને સાથે લઈ તેને ઉઠાવી છાંયડામાં મૂકી તેને ખોરાક-પાથી ખૂબ જ સંતોષવા પ્રયત્ન કરેલો, એ આ લેખકની જાણમાં છે. એકવાર પાસેના ગામ માદલપુરમાં એક બાઈ બીમાર હેવાની અને ન ઊઠી શકવાની વાત સાંભળતાં જ રાત્રિએ ત્યાં દવા લઈ જવા અને આખી રાત તેની સેવામાં રહેવા તત્પર થયેલાં. કોઈ વિદ્યાથી કે અન્ય બીમાર પડે ત્યારે લાડુબહેનને ઊંધ હોય જ નહિ. કાં તે એ બીમારનું માથું દબાવતાં હોય કે પગ. આ સેવાવૃત્તિ પણ તેઓની કાંઈ કળીયુગી નહતી. કળીયુગમાં સ્વજનો સાથે અણબનાવ અને પરજનો સાથે સ્નેહ હેવાને જે નિયમ કહેવાય છે તે આ બાઈમાં કદીયે કેઈએ અનુભવ્યો હશે એમ હું નથી માનતે. એ બાઈ તે સસરાનું કામ હોય કે સાસુનું, જેઠાણુનું હોય કે જેઠનું, ભાઈઓ, ભોજાઈએ કે બીજાં ગમે તેનું ગમે તેવું કામ હય, માત્ર કર્તવ્યબુદ્ધિથી તેને કરી જ છૂટે. ખરેખર એ બાઈએ વિનય, મત્રી અને અર્પણરિની પારમિતા સાધેલી. પણ એ બાઈને જીવનમાં બીજો એક અસાધારણ ગુણ એ હતો જે બહુ જ ઓછો સ્ત્રી-પુરુષોમાં હોય છે. તે ગુણ જીજ્ઞાસાને–વિદ્યા મેળવવાને. અઢાર વર્ષ પહેલાંના મારા પ્રથમ પરિચય વખતે મેં એ બહેનને સંસ્કૃતનો અભ્યાસ કરતાં પાલણપુરમાં જોયેલાં. આજકાલના અભ્યાસનો. શારીરિક કામકાજ છોડી આરામવૃત્તિ શેધવાને દેષ એ બાઈમાં અંશ પણ ન હતે. ઘેરે ઘરના કામમાં અને બીજા વખતે સતત અભ્યાસ કરતાં મેં જોયેલાં. તેઓની આ જીજ્ઞાસાવૃત્તિ પાલણપુરની કેડીબંધ બહેનેમાં અને લઘુ કન્યાઓમાં દાખલ થયેલી, બધી બહેનને એ બહેન ભણાવે, ભણવા પ્રેરે અને દુઃખી વિધવાઓને સાચે દિલાસ પણ આપે. પાલણપુરની કન્યાશાળા એ તે વખતની બધી જૈન કન્યાશાળાઓમાંની આકર્ષક અને આદર્શ શાળા. અનેક કન્યાઓ સંસ્કૃત ભણે, શુદ્ધ બેલે, અને લખે. આ બધું વાતાવરણ એ લાડુબહેનના અનુકરણનું પરિણામ હતું. લાડુબહેન તે કાવ્ય, ન્યાય, કમગ્રંથાદિ પ્રકરણે, હિંદી અને છેવટે થોડું અંગ્રેજી સુદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5