Book Title: Ladubahenni Jivan Rekha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ સ્વ. લાડુબહેનની જીવનરેખા [૨૫૯ ઊંડે શ્રમ હતો તે છેવટે જીવ લઈને જ ગયે. એ ભ્રમે પહેલાં પણ અનેક વાર તેમને આત્મઘાત કરવા પ્રેરેલાં, પણ ભેદ ખુલ્લે પડી જવાથી તે બધા પ્રયત્ન નિષ્ફળ ગયેલા. જ્યારે કાળ આવે છે અને અવશ્ય ભાવિ હોય છે, ત્યારે સાવધાન પણ ભૂલી જાય છે. તેઓના જીવનની છેલી રાતે પાસે રહેનાર અને સાવધાન થઈ સંભાળ રાખનાર દરેકને ભૂલવ્યાં. બીજાઓ ઊંધતાં હતાં ત્યારે એ બહેને નદીનું છેવટનું શરણ લીધું. - નિરાશાના ભ્રમ સિવાયની એ બહેનની બધી મનોવૃત્તિઓ કેટલી શુદ્ધ અને સમભાવશીલ હતી તેની સાક્ષી તે બહેનો મળી આવેલ છેલ્લે પત્ર જ છે. આ પત્ર જ્યારે બીજે દિવસે મહાત્માજીને આપે ત્યારે તેઓએ વાંચીને કહ્યું કે “પત્ર પૂરે સમભાવ અને ડહાપણથી ભરેલું છે. આટલી જાગૃતિથી પત્ર લખનાર એ બાઈ કદાચ જીવતી પણ મળી આવે.” પણ એ આશા વ્યર્થ હતી. છેવટે તેઓનું મૃત શરીર નદીમાંથી મળી આવ્યું* અને તેને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. અવસાનને લગતી આટલી ટેક હકીકત આપ્યા પછી તેઓના જીવનને થડે પરિચય અસ્થાને નહિ ગણાય. લાડુબહેનને બાલ્યાવસ્થામાં જ વૈધવ્ય પ્રાપ્ત થયેલું. આજે તેઓની ઉંમર ચાળીસ વર્ષથી ઓછી ન હતી. તેઓના શ્વસુરપક્ષનું પારેખ કુટુંબ જાણીતું છે. તેઓને પિતૃપક્ષ પણ તેટલે જ ખાનદાન છે. શ્વસુર અને પિતૃ એ બંને પક્ષની લાડુબહેન પ્રત્યે ખૂબ મમતા હતી. એટલું જ નહિ, પણ એ બહેનમાં કેટલીક એવી અસાધારણ વિશેષતા એ હતી કે જેને લીધે એકવાર તેણીના પરિચયમાં આવનાર તેના ગુણથી મુધ જ બની જાય. એ વિશેષતાઓમાં વિનય અને સ્વાર્પણત્તિ મુખ્ય હતાં. લાડુબહેનના વિચારમાં, વ્યવહારમાં અને ભાષણમાં, ઉદ્ધતપણે કદી પણ જોયું હોય એવી એક પણ વ્યક્તિ મળવી દુર્લભ છે. પિતાથી નાના હોય કે મોટા હોય, નેકર હેય કે મજૂર હોય, દરેક સાથે મૃદુતાથી અને હસતે ચહેરે જ લાડુબહેનનું આ મૃત શરીર, તેમના મૃત્યુના બીજા દિવસે બપોરના વખતે ઉસમાનપુરાની નીચે નદીમાં વહેતું દષ્ટિગોચર થયું હતું અને તેને નદીના ભરપૂર પ્રવાહમાંથી કાંઠે આણવાનું વીરતા અને સાહસભરેલું ભારે કામ, પુરાતત્ત્વ મંદિરના મંત્રી ભાઈશ્રી રસિકલાલ પરિખના લધુબંધુ ભાઈશ્રી સવાઇલાલે બનાવ્યું હતું. એ ૧૭ વર્ષના થર બાળકે એ કાર્ય માટે જે પરાક્રમ બતાવ્યું હતું તે ખરેખર આશ્ચર્ય અને અભિમાન ઉપજાવે તેવું હતું.--જિનવિજય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5