Page #1
--------------------------------------------------------------------------
________________
સ્વ. લાડુબહેનની જીવનરેખા
[૨૩] પાલણપુરવાસી જૈન તે એ ભાગ્યે જ હશે કે જે લાડુબહેનને ન જાણતે હેય. બીજા પણ ઘણાં શહેરના અનેક જૈને અને ખાસ કરી વિદ્યાપ્રેમી જેને લાડુબહેનને જાણે છે, એ મારે અનુભવ છે. થોડા દિવસ પહેલાં એ સુશીલા બહેનનું અવસાન અણધારી અને અનિષ્ટ રીતે થયું એ બીના જેઓ તેમના પરિચયમાં આવ્યા હોય તેઓને દુઃખ આપે તેવી છે. એ બહેન વિદ્યાપ્રિય, ચારિત્રશીલ અને સેવાપરાયણ હોવા છતાં તેઓએ નદીમાં ડૂબી આત્મધાત કરવાનો વિચાર કેમ કર્યો હશે એ પ્રશ્ન એક કેયડા જેવો લાગે છે, પણ છેલ્લા સવા વર્ષ થયાં જેઓ તેમના સહજ પણ પરિચયમાં આવ્યા હતા તેઓને એ પ્રશ્નને ઉકેલ એટલે જ સહેલે છે. સવાવર્ષ થયાં તેઓને ચિત્તભ્રમ જેવું થયેલું. શરીર અને મને દિવસે દિવસે ખૂબ જ નબળાં પડતાં ગયાં અને ખાસ કરી માનસિક સ્થિતિ ઉપર તેમને કાબૂ બહુ જ ઓછો થઈ ગયો. સંકલ્પબળ, નિશ્ચયશક્તિ, અને દઢતા જે એમનાં જીવનમાં ખાસ તો હતાં તે બહુ જ ઘટી ગયાં. તેની અસર શરીર ઉપર ખૂબ થઈ. તેમને ક્ષણે ક્ષણે એમ જ લાગતું કે હું હવે જગત માટે ઉપયોગી નથી, બલકે બોજારૂપ છું. આ આત્મગ્લાનિ દૂર કરવાના અનેક પ્રયત્નો તેમના પરિચિત ગુણાનુરાગીઓએ અને તેમનાં કુટુંબીઓએ કર્યો, પણ નિષ્ફળ. લગભગ છેલ્લા બે માસ થયા તેમની માનસિક સ્થિતિ સુધરે એવા હેતુથી શેઠ અમરચંદ તલકચંદનાં પુત્રવધુ ગંગાસ્વ. મણિબહેન મુંબઈથી અમદાવાદ આવેલાં. એક માસ થયા છે તેઓ સત્યાગ્રહ આશ્રમની નજીક, જ્યાં શ્રી ગંગાબહેન બાલાભાઈ મંછાચંદ રહેતા હતા ત્યાં જઈ રહેલા. મણિબહેનની માફક ગંગાબહેન પણ લાડુબહેનનાં સહૃદય ધર્મબહેન. અને વળી ત્યાં જઈ રહેવામાં આશ્રમનું પ્રસન્ન વાતાવરણ, મહાત્માજીનું પ્રસન્ન વાતાવરણ, મહાત્માજીનું પ્રવચન અને સેવાકાર્ય એ બધાંને લાભ મળે અને કદાચ લાડુબહેનની માનસિક સ્થિતિ સુધરે એ ઉદાત્ત હેતુ હત. પણ ધાર્યું કેવું થાય છે? બીજી બધી બાબતમાં સાવધાન અને શાણપણ ધરાવનાર એ બહેનને પિતાના જીવન વિષે નિરાશાને ઊંડામાં
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્વ. લાડુબહેનની જીવનરેખા
[૨૫૯ ઊંડે શ્રમ હતો તે છેવટે જીવ લઈને જ ગયે. એ ભ્રમે પહેલાં પણ અનેક વાર તેમને આત્મઘાત કરવા પ્રેરેલાં, પણ ભેદ ખુલ્લે પડી જવાથી તે બધા પ્રયત્ન નિષ્ફળ ગયેલા. જ્યારે કાળ આવે છે અને અવશ્ય ભાવિ હોય છે, ત્યારે સાવધાન પણ ભૂલી જાય છે. તેઓના જીવનની છેલી રાતે પાસે રહેનાર અને સાવધાન થઈ સંભાળ રાખનાર દરેકને ભૂલવ્યાં. બીજાઓ ઊંધતાં હતાં ત્યારે એ બહેને નદીનું છેવટનું શરણ લીધું.
- નિરાશાના ભ્રમ સિવાયની એ બહેનની બધી મનોવૃત્તિઓ કેટલી શુદ્ધ અને સમભાવશીલ હતી તેની સાક્ષી તે બહેનો મળી આવેલ છેલ્લે પત્ર જ છે. આ પત્ર જ્યારે બીજે દિવસે મહાત્માજીને આપે ત્યારે તેઓએ વાંચીને કહ્યું કે “પત્ર પૂરે સમભાવ અને ડહાપણથી ભરેલું છે. આટલી જાગૃતિથી પત્ર લખનાર એ બાઈ કદાચ જીવતી પણ મળી આવે.” પણ એ આશા વ્યર્થ હતી. છેવટે તેઓનું મૃત શરીર નદીમાંથી મળી આવ્યું* અને તેને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. અવસાનને લગતી આટલી ટેક હકીકત આપ્યા પછી તેઓના જીવનને થડે પરિચય અસ્થાને નહિ ગણાય.
લાડુબહેનને બાલ્યાવસ્થામાં જ વૈધવ્ય પ્રાપ્ત થયેલું. આજે તેઓની ઉંમર ચાળીસ વર્ષથી ઓછી ન હતી. તેઓના શ્વસુરપક્ષનું પારેખ કુટુંબ જાણીતું છે. તેઓને પિતૃપક્ષ પણ તેટલે જ ખાનદાન છે. શ્વસુર અને પિતૃ એ બંને પક્ષની લાડુબહેન પ્રત્યે ખૂબ મમતા હતી. એટલું જ નહિ, પણ એ બહેનમાં કેટલીક એવી અસાધારણ વિશેષતા એ હતી કે જેને લીધે એકવાર તેણીના પરિચયમાં આવનાર તેના ગુણથી મુધ જ બની જાય. એ વિશેષતાઓમાં વિનય અને સ્વાર્પણત્તિ મુખ્ય હતાં. લાડુબહેનના વિચારમાં, વ્યવહારમાં અને ભાષણમાં, ઉદ્ધતપણે કદી પણ જોયું હોય એવી એક પણ વ્યક્તિ મળવી દુર્લભ છે. પિતાથી નાના હોય કે મોટા હોય, નેકર હેય કે મજૂર હોય, દરેક સાથે મૃદુતાથી અને હસતે ચહેરે જ
લાડુબહેનનું આ મૃત શરીર, તેમના મૃત્યુના બીજા દિવસે બપોરના વખતે ઉસમાનપુરાની નીચે નદીમાં વહેતું દષ્ટિગોચર થયું હતું અને તેને નદીના ભરપૂર પ્રવાહમાંથી કાંઠે આણવાનું વીરતા અને સાહસભરેલું ભારે કામ, પુરાતત્ત્વ મંદિરના મંત્રી ભાઈશ્રી રસિકલાલ પરિખના લધુબંધુ ભાઈશ્રી સવાઇલાલે બનાવ્યું હતું. એ ૧૭ વર્ષના થર બાળકે એ કાર્ય માટે જે પરાક્રમ બતાવ્યું હતું તે ખરેખર આશ્ચર્ય અને અભિમાન ઉપજાવે તેવું હતું.--જિનવિજય.
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૬]
દર્શન અને ચિંતન હમેશાં બેસવાનું. તેઓની સ્વાર્પણત્તિ તે મેં મારી જિંદગીમાં અન્યત્ર ભાગ્યે જ જોઈ હશે. તેઓની ગમે તેવી કીમતી વસ્તુ પણ લેવા આવનાર માટે માત્ર વસ્તુ જ નહિ પણ કોઈ બીમાર કે બીજી રીતે દુઃખી હેય તે. તેની તન-મન-ધનથી સેવા કરી છૂટવું એ જ એ બાઈને જીવનમંત્ર. ચાલુ વર્ષના મે માસમાં ખરે બપોરે એક નાનું ગધેડું તદ્દન અશક્ત સ્થિતિમાં ખેતરમાં પડેલું. ત્યારે એ બહેને એક વિદ્યાર્થીને સાથે લઈ તેને ઉઠાવી છાંયડામાં મૂકી તેને ખોરાક-પાથી ખૂબ જ સંતોષવા પ્રયત્ન કરેલો, એ આ લેખકની જાણમાં છે. એકવાર પાસેના ગામ માદલપુરમાં એક બાઈ બીમાર હેવાની અને ન ઊઠી શકવાની વાત સાંભળતાં જ રાત્રિએ ત્યાં દવા લઈ જવા અને આખી રાત તેની સેવામાં રહેવા તત્પર થયેલાં. કોઈ વિદ્યાથી કે અન્ય બીમાર પડે ત્યારે લાડુબહેનને ઊંધ હોય જ નહિ. કાં તે એ બીમારનું માથું દબાવતાં હોય કે પગ. આ સેવાવૃત્તિ પણ તેઓની કાંઈ કળીયુગી નહતી. કળીયુગમાં સ્વજનો સાથે અણબનાવ અને પરજનો સાથે સ્નેહ હેવાને જે નિયમ કહેવાય છે તે આ બાઈમાં કદીયે કેઈએ અનુભવ્યો હશે એમ હું નથી માનતે. એ બાઈ તે સસરાનું કામ હોય કે સાસુનું, જેઠાણુનું હોય કે જેઠનું, ભાઈઓ, ભોજાઈએ કે બીજાં ગમે તેનું ગમે તેવું કામ હય, માત્ર કર્તવ્યબુદ્ધિથી તેને કરી જ છૂટે. ખરેખર એ બાઈએ વિનય, મત્રી અને અર્પણરિની પારમિતા સાધેલી. પણ એ બાઈને જીવનમાં બીજો એક અસાધારણ ગુણ એ હતો જે બહુ જ ઓછો સ્ત્રી-પુરુષોમાં હોય છે. તે ગુણ જીજ્ઞાસાને–વિદ્યા મેળવવાને.
અઢાર વર્ષ પહેલાંના મારા પ્રથમ પરિચય વખતે મેં એ બહેનને સંસ્કૃતનો અભ્યાસ કરતાં પાલણપુરમાં જોયેલાં. આજકાલના અભ્યાસનો. શારીરિક કામકાજ છોડી આરામવૃત્તિ શેધવાને દેષ એ બાઈમાં અંશ પણ ન હતે. ઘેરે ઘરના કામમાં અને બીજા વખતે સતત અભ્યાસ કરતાં મેં જોયેલાં. તેઓની આ જીજ્ઞાસાવૃત્તિ પાલણપુરની કેડીબંધ બહેનેમાં અને લઘુ કન્યાઓમાં દાખલ થયેલી, બધી બહેનને એ બહેન ભણાવે, ભણવા પ્રેરે અને દુઃખી વિધવાઓને સાચે દિલાસ પણ આપે. પાલણપુરની કન્યાશાળા એ તે વખતની બધી જૈન કન્યાશાળાઓમાંની આકર્ષક અને આદર્શ શાળા. અનેક કન્યાઓ સંસ્કૃત ભણે, શુદ્ધ બેલે, અને લખે. આ બધું વાતાવરણ એ લાડુબહેનના અનુકરણનું પરિણામ હતું. લાડુબહેન તે કાવ્ય, ન્યાય, કમગ્રંથાદિ પ્રકરણે, હિંદી અને છેવટે થોડું અંગ્રેજી સુદ
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્વ. લાડુબહેનની જીવનરેખા
[૧૬૧ શીખેલ. તેઓ મુંબઈમાં જાય કે કલકત્તા, પૂના હોય કે અમદાવાદ, કોઈ સંસ્થામાં ગયાં હોય કે કુટુંબને ત્યાં તેઓને સ્વાધ્યાય છૂટે જ નહિ. કામ કરવું અને અભ્યાસ કરવો એ બે તેઓની ડાબી જમણી આંખ હતી. છેલ્લા વર્ષની ચિત્તભ્રમની સ્થિતિમાં પણ એ બે ગુણે સતત જાગતા આ લેખકે અનુભવ્યા છે. અનેકવાર મનાઈ કર્યા છતાં ઊંઘ ન આવે ત્યારે લગભગ આખી રાત બેસી કાંઈને કાંઈ વાંચતાં તેઓને જોયાં છે. ચિતશ્રમ વખતે પણ સ્મૃતિ તે અભુત હતી. ઈગ્લિશ અને સંસ્કૃત વાચન મારા માટે કરતાં હોય ત્યારે ઘણીવાર અર્થપના તેઓની જ કામ આપે. પણ આ ઉપરાંત તેઓએ ઉપરનું સાહિત્ય વાંચવાની તક પણ જતી કરી ન હતી. છેલ્લા માસમાં, આશ્રમમાં ચાલતા હિંદી કલાસમાં તે જતાં. હિંદી લેખન, વાચન અને અર્થજ્ઞાન જે શિક્ષક સુરેન્દ્રને કહેવું પડેલું કે લાડુબહેન તો સ્વયં શિક્ષિકા–પદને યોગ્ય છે. સત્યાગ્રહ આશ્રમનો એક પણ સ્ત્રી, પુરુષ કે બાળક એ ભાગ્યે જ હશે જે લાડુબહેનને ન જાણુ હોય.
આટલી બધી શક્તિઓની જાગૃતિ છતાં દુદેવે તેઓના મનમાં એક જ ભ્રમ થઈ આવ્યો અને તે એ કે મારું જીવન નિરર્થક છે. આ ભ્રમ એ તેઓને કાળ હતું એમ કહેવું જોઈએ. તેઓના ગુણથી મુગ્ધ થયેલાં તેઓનાં માત્ર કુટુમ્બીઓ જ નહિ પણ તેઓના ગુણાનુરાગી તટસ્થ સ્નેહીઓએ પણ તેઓની સ્મૃતિ કાયમ રાખવા કાંઈક વિચાર કર્યો છે એ ખુશીની વાત છે, રત્રીજાતિનું સ્થાન અને તેને લીધે સામાજિક ગૌરવ નહિ સમજનાર કેટલાક પુરુષ અને કેટલીક અણસમજુ બહેને આવા પ્રસંગને લાભ લઈ એમ ધારે અગર કહે કે સ્ત્રીઓના ભણવાથી શું ? ભણીને શું ઉકાળ્યું ? જુઓને ભણ્યા પછી પણ આત્મઘાતને પ્રસંગ ! તે પછી ન ભણવું એ શું બેટું છે ? આ કથન અજ્ઞાન અને અધીરજમાંથી ઉદ્ભવે છે. તેથી શું પુરુષ જાતિમાં કાંઈ ટી કે દેષ દેખાતા જ નથી? જે ખૂબ ભણતર છતાં પુમાં કલહ, કંકાસ, મારામારી, લેભ, લાલચ અને અવિચારિતા દેખાય છે તે એ દેવથી સ્ત્રી જાતિ બચી જ જવી જોઈએ એવી આશા રાખવી તે શું વધારે પડતું નથી? વળી એકાદ કઈ કિસ્સામાં સહેજ અનિષ્ટ અંશ આવે તો તેને આગળ કરી કે મોટું રૂપ આપી બીજા ઈષ્ટ અંશેની કિંમત ન આંકવી એ શું ન્યાયબુદ્ધિ કહેવાય ?
એક ઝવેરીની દુકાનમાં કોઈ કારણસર ખાધ આવી એટલે ઝવેરાતના ધંધાને દોષ? દાક્તરી કે દેશી ઇલાજ કરવા છતાં કોઈ એક જીવી ન શકે
૧૧
Page #5
--------------------------------------------------------------------------
________________ ૧૬ર 3 દર્શન અને ચિંતન તેથી શું એ ઈલાજે પૃથ્વી ઉપરથી નિર્મૂળ કરી નાખવા ? આ ઉપરથી આપણે એટલું જ કહી શકીએ કે જ્ઞાનનું ફળ મળે જ છે. પણ સાથે પૂર્વ ર્જિત કર્મ જે બળવાન હોય તે તે કર્મ પણ ભગવ્યા વિના છૂટતાં નથી. અસ્તુ. આ તે એક પ્રાસંગિક વાત થઈ. લાડુબહેનના જીવનના પરિણામે પાલણપુરની સ્ત્રી અને કન્યાવર્ગમાં કાંઈક જિજ્ઞાસા ઉદ્ભવી છે. નિરાલંબન વિધવા બહેનોમાં જ્ઞાનાલંબન લઈ તે માર્ગે જીવન પ્રશસ્ત બનાવવાની વૃત્તિ પેદા થઈ છે. પોતાની તદ્દન દીન અવસ્થાનું ભાન પ્રકટયું છે, અને અલ્પાશે પણ સ્વાશ્રયી વૃત્તિ જાગી છે. સૈકાઓ થયાં અટકી ગયેલું બુદ્ધિનું વહેણ ચાલુ થયેલું છે. જે એટલા અંશે એ બાઈને જીવનને પરિણામે થોડા થોડા પ્રમાણમાં પણ પ્રગટયા હોય તો એમ કોણ કહી શકે કે સ્ત્રીની કેળવણી નિષ્ફળ છે ? લાડુબહેનના સંબંધમાં ઘણું જ લખવા જેવું છે પણ આ સ્થળે આટલું લખવું પણ વધારે જ કહેવાય. આશા છે, કે આ સંક્ષિપ્ત પરિચય વાંચનાર પણ એ બાઈને પરલેકગત આત્માની શાન્તિપ્રાર્થનામાં પિતાનો માનસિક ફાળો આપશે. [[ પાલણુપુર” પત્રિકાના શ્રાવણ માસના અંકમાં પં. શ્રી સુખલાલજીએ આલેખેલ. !