SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર 3 દર્શન અને ચિંતન તેથી શું એ ઈલાજે પૃથ્વી ઉપરથી નિર્મૂળ કરી નાખવા ? આ ઉપરથી આપણે એટલું જ કહી શકીએ કે જ્ઞાનનું ફળ મળે જ છે. પણ સાથે પૂર્વ ર્જિત કર્મ જે બળવાન હોય તે તે કર્મ પણ ભગવ્યા વિના છૂટતાં નથી. અસ્તુ. આ તે એક પ્રાસંગિક વાત થઈ. લાડુબહેનના જીવનના પરિણામે પાલણપુરની સ્ત્રી અને કન્યાવર્ગમાં કાંઈક જિજ્ઞાસા ઉદ્ભવી છે. નિરાલંબન વિધવા બહેનોમાં જ્ઞાનાલંબન લઈ તે માર્ગે જીવન પ્રશસ્ત બનાવવાની વૃત્તિ પેદા થઈ છે. પોતાની તદ્દન દીન અવસ્થાનું ભાન પ્રકટયું છે, અને અલ્પાશે પણ સ્વાશ્રયી વૃત્તિ જાગી છે. સૈકાઓ થયાં અટકી ગયેલું બુદ્ધિનું વહેણ ચાલુ થયેલું છે. જે એટલા અંશે એ બાઈને જીવનને પરિણામે થોડા થોડા પ્રમાણમાં પણ પ્રગટયા હોય તો એમ કોણ કહી શકે કે સ્ત્રીની કેળવણી નિષ્ફળ છે ? લાડુબહેનના સંબંધમાં ઘણું જ લખવા જેવું છે પણ આ સ્થળે આટલું લખવું પણ વધારે જ કહેવાય. આશા છે, કે આ સંક્ષિપ્ત પરિચય વાંચનાર પણ એ બાઈને પરલેકગત આત્માની શાન્તિપ્રાર્થનામાં પિતાનો માનસિક ફાળો આપશે. [[ પાલણુપુર” પત્રિકાના શ્રાવણ માસના અંકમાં પં. શ્રી સુખલાલજીએ આલેખેલ. ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249295
Book TitleLadubahenni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy