SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. લાડુબહેનની જીવનરેખા [૧૬૧ શીખેલ. તેઓ મુંબઈમાં જાય કે કલકત્તા, પૂના હોય કે અમદાવાદ, કોઈ સંસ્થામાં ગયાં હોય કે કુટુંબને ત્યાં તેઓને સ્વાધ્યાય છૂટે જ નહિ. કામ કરવું અને અભ્યાસ કરવો એ બે તેઓની ડાબી જમણી આંખ હતી. છેલ્લા વર્ષની ચિત્તભ્રમની સ્થિતિમાં પણ એ બે ગુણે સતત જાગતા આ લેખકે અનુભવ્યા છે. અનેકવાર મનાઈ કર્યા છતાં ઊંઘ ન આવે ત્યારે લગભગ આખી રાત બેસી કાંઈને કાંઈ વાંચતાં તેઓને જોયાં છે. ચિતશ્રમ વખતે પણ સ્મૃતિ તે અભુત હતી. ઈગ્લિશ અને સંસ્કૃત વાચન મારા માટે કરતાં હોય ત્યારે ઘણીવાર અર્થપના તેઓની જ કામ આપે. પણ આ ઉપરાંત તેઓએ ઉપરનું સાહિત્ય વાંચવાની તક પણ જતી કરી ન હતી. છેલ્લા માસમાં, આશ્રમમાં ચાલતા હિંદી કલાસમાં તે જતાં. હિંદી લેખન, વાચન અને અર્થજ્ઞાન જે શિક્ષક સુરેન્દ્રને કહેવું પડેલું કે લાડુબહેન તો સ્વયં શિક્ષિકા–પદને યોગ્ય છે. સત્યાગ્રહ આશ્રમનો એક પણ સ્ત્રી, પુરુષ કે બાળક એ ભાગ્યે જ હશે જે લાડુબહેનને ન જાણુ હોય. આટલી બધી શક્તિઓની જાગૃતિ છતાં દુદેવે તેઓના મનમાં એક જ ભ્રમ થઈ આવ્યો અને તે એ કે મારું જીવન નિરર્થક છે. આ ભ્રમ એ તેઓને કાળ હતું એમ કહેવું જોઈએ. તેઓના ગુણથી મુગ્ધ થયેલાં તેઓનાં માત્ર કુટુમ્બીઓ જ નહિ પણ તેઓના ગુણાનુરાગી તટસ્થ સ્નેહીઓએ પણ તેઓની સ્મૃતિ કાયમ રાખવા કાંઈક વિચાર કર્યો છે એ ખુશીની વાત છે, રત્રીજાતિનું સ્થાન અને તેને લીધે સામાજિક ગૌરવ નહિ સમજનાર કેટલાક પુરુષ અને કેટલીક અણસમજુ બહેને આવા પ્રસંગને લાભ લઈ એમ ધારે અગર કહે કે સ્ત્રીઓના ભણવાથી શું ? ભણીને શું ઉકાળ્યું ? જુઓને ભણ્યા પછી પણ આત્મઘાતને પ્રસંગ ! તે પછી ન ભણવું એ શું બેટું છે ? આ કથન અજ્ઞાન અને અધીરજમાંથી ઉદ્ભવે છે. તેથી શું પુરુષ જાતિમાં કાંઈ ટી કે દેષ દેખાતા જ નથી? જે ખૂબ ભણતર છતાં પુમાં કલહ, કંકાસ, મારામારી, લેભ, લાલચ અને અવિચારિતા દેખાય છે તે એ દેવથી સ્ત્રી જાતિ બચી જ જવી જોઈએ એવી આશા રાખવી તે શું વધારે પડતું નથી? વળી એકાદ કઈ કિસ્સામાં સહેજ અનિષ્ટ અંશ આવે તો તેને આગળ કરી કે મોટું રૂપ આપી બીજા ઈષ્ટ અંશેની કિંમત ન આંકવી એ શું ન્યાયબુદ્ધિ કહેવાય ? એક ઝવેરીની દુકાનમાં કોઈ કારણસર ખાધ આવી એટલે ઝવેરાતના ધંધાને દોષ? દાક્તરી કે દેશી ઇલાજ કરવા છતાં કોઈ એક જીવી ન શકે ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249295
Book TitleLadubahenni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy