SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. લાડુબહેનની જીવનરેખા [૨૩] પાલણપુરવાસી જૈન તે એ ભાગ્યે જ હશે કે જે લાડુબહેનને ન જાણતે હેય. બીજા પણ ઘણાં શહેરના અનેક જૈને અને ખાસ કરી વિદ્યાપ્રેમી જેને લાડુબહેનને જાણે છે, એ મારે અનુભવ છે. થોડા દિવસ પહેલાં એ સુશીલા બહેનનું અવસાન અણધારી અને અનિષ્ટ રીતે થયું એ બીના જેઓ તેમના પરિચયમાં આવ્યા હોય તેઓને દુઃખ આપે તેવી છે. એ બહેન વિદ્યાપ્રિય, ચારિત્રશીલ અને સેવાપરાયણ હોવા છતાં તેઓએ નદીમાં ડૂબી આત્મધાત કરવાનો વિચાર કેમ કર્યો હશે એ પ્રશ્ન એક કેયડા જેવો લાગે છે, પણ છેલ્લા સવા વર્ષ થયાં જેઓ તેમના સહજ પણ પરિચયમાં આવ્યા હતા તેઓને એ પ્રશ્નને ઉકેલ એટલે જ સહેલે છે. સવાવર્ષ થયાં તેઓને ચિત્તભ્રમ જેવું થયેલું. શરીર અને મને દિવસે દિવસે ખૂબ જ નબળાં પડતાં ગયાં અને ખાસ કરી માનસિક સ્થિતિ ઉપર તેમને કાબૂ બહુ જ ઓછો થઈ ગયો. સંકલ્પબળ, નિશ્ચયશક્તિ, અને દઢતા જે એમનાં જીવનમાં ખાસ તો હતાં તે બહુ જ ઘટી ગયાં. તેની અસર શરીર ઉપર ખૂબ થઈ. તેમને ક્ષણે ક્ષણે એમ જ લાગતું કે હું હવે જગત માટે ઉપયોગી નથી, બલકે બોજારૂપ છું. આ આત્મગ્લાનિ દૂર કરવાના અનેક પ્રયત્નો તેમના પરિચિત ગુણાનુરાગીઓએ અને તેમનાં કુટુંબીઓએ કર્યો, પણ નિષ્ફળ. લગભગ છેલ્લા બે માસ થયા તેમની માનસિક સ્થિતિ સુધરે એવા હેતુથી શેઠ અમરચંદ તલકચંદનાં પુત્રવધુ ગંગાસ્વ. મણિબહેન મુંબઈથી અમદાવાદ આવેલાં. એક માસ થયા છે તેઓ સત્યાગ્રહ આશ્રમની નજીક, જ્યાં શ્રી ગંગાબહેન બાલાભાઈ મંછાચંદ રહેતા હતા ત્યાં જઈ રહેલા. મણિબહેનની માફક ગંગાબહેન પણ લાડુબહેનનાં સહૃદય ધર્મબહેન. અને વળી ત્યાં જઈ રહેવામાં આશ્રમનું પ્રસન્ન વાતાવરણ, મહાત્માજીનું પ્રસન્ન વાતાવરણ, મહાત્માજીનું પ્રવચન અને સેવાકાર્ય એ બધાંને લાભ મળે અને કદાચ લાડુબહેનની માનસિક સ્થિતિ સુધરે એ ઉદાત્ત હેતુ હત. પણ ધાર્યું કેવું થાય છે? બીજી બધી બાબતમાં સાવધાન અને શાણપણ ધરાવનાર એ બહેનને પિતાના જીવન વિષે નિરાશાને ઊંડામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249295
Book TitleLadubahenni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy