Book Title: Kutchhna Khakhar Gamno Shilalekh
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 7
________________ કચ્છના ખાખર ગામને લેખન..૪૪૬ ] ( ૩૧૩) અવલોકન. વક થએલા એવા શા. કંથડના પુત્ર શા. નાગીયા તથા મેરગ નામના સગા ભાઈઓ, પુત્ર પાંચાસા સહિત તેમાં મદદ કરનાર હતા, અને તેમણે રાજાની નિર્મળ કૃપાથી કુટુંબ સહિત તેમાં મદદ કરેલી છે. આ શત્રુજયાવતાર નામનું દેરાસર છે. સંવત ૧૬૫૭ ના ફાગણ વદિ ૧૦મે પ્રારંભેલું છે તથા સંવત ૧૬૫૯ ના ફાગણ સુદી ૧મે અહીં સંપૂર્ણ થયું છે. વળી તેથી આનંદથી કચ્છદેશના શણગાર રૂપ એવા શ્રી ખાખર નામના નગરમાં કલ્યાણ થયું છે. સંવત ૧૬૫૯ના ફાગુણ સુદી ૧૦મે પંડિત શ્રી વિવેકહર્ષ ગણિએ આ જિનેશ્વર ભગવાનના તીર્થરૂપ મંદિરની પ્રતિષ્ઠા કરેલી છે, અને આ પ્રશસ્તિ વિદ્યાહર્ષગણિએ રચેલી છે. સંવત વિક્રમને જાણવે.” આ લેખની અંદર વચ્ચે જે ત્રણ કાવ્યો આપ્યાં છે તેમાં છેવટનાં કાવ્યમાં જણાવવામાં આવ્યું છે કે રાજા ભારમલજીએ ભુજ નગરમાં રાયવિહાર” ' નામે આદિનાથનું મંદિર બંધાવ્યું હતું. તે મંદિર આજે પણ ભુજ શહેરમાં વિદ્યમાન છે અને તેની અંદર તે વિષે એક શિલાલેખ પણ મેજુદ છે જેને સાર ઉપર્યુકત “પ્રશ્નોત્તર પુષ્પમાળા” માં આપેલ છે. આ લેખ સાથે તે સારને કાંઈક સંબંધ છેવાથી તેમજ કચ્છના જૈન ઇતિહાસ માટે તે મહત્વને હવાથી અત્ર આપવામાં આવે છે. ઉકત પુસ્તકના પ્રણેતા મુનિવર લખે છે કે– “શ્રી કચ્છદેશના શિરતાજ ભુજ શહેરમાં આવેલા કષભ દેવ સ્વામીના ચૈત્યમાં એક કાવ્યબંધ પ્રાચીન શિલાલેખ છે. તેના કેટલાએક અક્ષર બ્રાંતિવાળા હોવાથી તેને કિંચિત્તાત્પર્યાથે ઈહાં આપીએ છીએ.” પ્રથમના કાવ્યમાં જૈદ્રની જાગ્રત્યે તિની ઉપાસના કરી છે. બીજા કાવ્યમાં કુલદીપક શ્રી ખેંગાર નરેશ્વરની તારીફ કરી છે. ત્રીજાથી આઠમા સુધીનાં કાવ્યમાં યાદવવંશીય ભારમલ ભૂપાલ અને તેમના પુત્રની કારવાઈનું બહુ રસિલું વર્ણન કરેલું છે. નવમા કાવ્યમાં શ્રી ભારમલ્લજીએ તપાગચ્છીય શ્રીવિવેકહર્ષ મહાષિને તેડાવી તેમની પાસે ધાર્મિક કથા કરાવી તેનું તથા તે મહર્ષિના અષ્ટાવધાનાદિ પ્રાણ ૭૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9