Book Title: Kutchhna Khakhar Gamno Shilalekh
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249652/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કચ્છના ખાખર ગામને શિલાલેખ. - (૪૪૬ ) આ શિલાલેખ કચ્છ દેશમાં આવેલા મોટી ખાખર નામના ગામના શત્રુંજયાવતાર નામે જૈનમંદિરમાંથી મળી આવ્યું છે. આ લેખ ગુજરાતી ભાષાંતર સાથે મુનિરાજ શ્રી વિજયજી વિરચિત પ્રશ્નોત્તર પુqમાસમાં પ્રથમ છાપવામાં આવ્યું છે. લેખ આખો સંસ્કૃત ભાષામાં છે, મધ્ય ભાગમાં ત્રણ પદ્ય આપ્યાં છે, બાકી બધો ભાગ ગદ્યમય છે. વિ. સં. ૧૬૫૬ માં તપાગચ્છના આચાર્ય વિજયસેનસૂરિની આજ્ઞાથી પં. વિવેકહર્ષ ગણિએ કચ્છ દેશમાં વિહાર કર્યો. અને એક ચાતુર્માસ ભુજ શહેરમાં અને બીજે. * “ वि. सं. १२८४ वर्षे फलवर्धिग्रामे चैत्यबिम्बयोः प्रतिष्ठा कृता । तत्तीर्थ तु સંકર પ્રસિદ્ધમ્ ! ' ધર્મસાગરાળઋત-નવી છે , ૭૧૭ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૩૦૮ ) [કચ્છના ખાખર ગામના લેખ. . ૪૪૬ રાયપુર બંદરમાં કર્યું. તે દરમ્યાન તેમણે તત્કાલીને કચછના રાજા ભારમલજીને પિતાની વિદ્વત્તાથી રંજિત કરીને તેની પાસેથી કેટલાક વિશેષ દિવસેમાં જીવહિંસા બંધ કરાવાને અમારી પડહ વજડા, સંથા રાવ ભારમલજીએ ભુજ નગરમાં “રાયવિહાર' નામે એક સુંદર જનમંદિર પણ બંધાવ્યું. ભુજ નગરથી વિહાર કરી પં. વિવેક હર્ષ ગણિ કચ્છના જેસલા નામે મંડળ (પ્રાંત)માં ગયા અને ત્યાં ખાખર ગામના સેકડે એસવાલને ધર્મોપદેશ આપી શુદ્ધ શ્રાવકના આચાર વિગેરે શિખડાવી પૂર્ણ શ્રદ્ધાવાન કર્યા. તે વખતે, ત્યાં આગેવાન સાત વયરસિક કરીને હવે તેણે ઘઘરગેત્રવાળા શા. શિવામથી આદિની મદતથી તપાગચ્છના યતિઓને રહેવા માટે એક નવીન ઉપાશ્રય કરાવ્યું. તથા, ગુજરાતમાંથી સલાને બોલાવી કેટલીક જિનપ્રતિમાઓ તૈયાર કરાવી અને સં. ૧૬૫૭ ના માઘ સુદિ ૧૦ સોમવારના દિવસે પં. વિવેકહર્ષગણિના હાથે તેમની પ્રતિષ્ઠા કરાવી. પછી તેજ ગામના બીજા શ્રાવકેએ મળીને એક બીજું મંદિર બંધાવવું શરૂ કર્યું. એની સમાપ્તિ સં. ૧૬૫૯ના ફાગુણ વદિ ૧૦ના દિવસે થઈ. તદનંતર તેજ માસની સુદિ ૧૦ ના દિવસે ઉકત પંડિતજીએ તેની પ્રતિષ્ઠા કરી અને તે મંદિરનું “શત્રુજયાવતાર ” એવું નામ સ્થાપન કર્યું. આ પ્રમાણે આ લેખનો સંક્ષિપ્ત સાર છે. અક્ષરાર્થ ઉકત “વત્તા gષમારા ”માં, (જે પં. હીરાલાલ હંસરાજને કરેલે છે) નીચે પ્રમાણે આપેલે છે. “વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, નાટક, સંગીત, જોતિષ, છંદશાસ, અલંકારશાસ્ત્ર, કઠિન એવાં તર્કશાસ્ત્ર, શિવમતનાં શાસ્ત્ર, જિનમતનાં શાસ્ત્ર, ચિંતામણિના મતનું પ્રચંડ ખંડન કરનારાં શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર, સ્મૃતિશાસ્ત્ર, પુરાણશાસ્ત્ર, વેદશાસ્ત્ર તથા શ્રુતિની પદ્ધતિનાં છ ૧. આ ભાષાંતર, અસંબદ્ધ છે. “ચિંતામણિ અને પ્રચંડ ખંડન (એટલે “ખંડન ખાદ્ય”) શાસ્ત્ર ”. એમ જોઈએ.-સંગ્રાહક. ૭૧૮ Page #3 -------------------------------------------------------------------------- ________________ કચ્છના ખાખર ગામના લેખ. ન. ૪૪૬ ] ( ૩૦૯ ) અવલાકન. લાખ છત્રીશ હજાર શાસ્ત્રો તથા જૈન આગમ આદિક પેાતાનાં અને પરના સિદ્ધાંત, ગણિતશાસ્ત્ર, તથા જાગતા એવા યવન આકિ છએ દનાના ગ્રંથ તથા નિલ એવાં પ્રકરણ (?) સબધી જ્ઞાનની ચતુરાઇવડે કરીને દલી નાખેલ છે, દુર્વાદ મનુષ્યના ઉન્માદ જેએએ; તથા બ્રાહ્મી અને ફારસી આદિક લિપિ તથા પીંછીની લીપીથી થતી વિચિત્ર પ્રકારની ચિત્રકલા તથા ઘડામાંથી અગ્નિ કહાડવા આદિકની વિધિથી અત્યંત ઉત્તમ માણસાના મનને ચમત્કાર કરનારા તથા શૃંગાર આદિક રસથી રસયુકત થએલા અને ચિત્ર અધાદિ અલકારેથી સુશેાભિત એવી સ‘સ્કૃત ભાષામાં બનાવેલાં મનહર એવાં નવાં કાવ્યા બનાવવાથી તથા છત્રીશ પ્રકારની રાગણીઓના સમૂહથી અતાવેલા ઉત્કૃષ્ટ ભાવવાળા રાગની મીઠાશથી સાંભળનારા માણસને અમૃતપાન સરખાં ગીતવાલા રાસ અને પ્રણધાથી તથા નાના પ્રકારના છંદોથી ભરેલાં પૂર્વ મહાપુરૂષોનાં ચિત્રો તથા ન્યાયશાસ્ત્રોની ટીકા આદિક કરવાવડે કરીને તથા જેવી કહે। તેવી સમસ્યા પૂરવાથી તથા વિવિધ પ્રકારના ગ્રંથા રચવાવડે કરીને તથા અનેક અને સેકડો ગમે શ્લોકેા રચવા આકિવડે કરીને મેળવેલ છે. સરસ્વતીને પ્રસાદ જેએએ એવા; તથા સાંભલનારાઓના કાનાને અમૃતના પારણા સમાન એવા સર્વ પ્રકારના રાગોની પરિણતિવડે કરીને મનેાહર છે મુખના શબ્દ જેમના એવા; વળી સ્પષ્ટ રીતે આઠ અવધાનના તથા સેા અવધાનના કાષ્ટકને સંપૂર્ણ કરવા આક્રિકની પડિતાઇવડે કરીને ખુશી કરેલા એવા મહારાષ્ટ્ર તથા કાકણના રાજા શ્રીજીŕનશાહ, મહારાજ શ્રીરામરાજા, શ્રીખાનખાના, તથા શ્રીનવર’ગખાન આદિક અનેક રાજાઓએ દ્વીધેલા જીવે માટેના અમારિપદુ તથા ઘણા કેન્દ્રિઓના છુટકારા આદિકના પુણ્યથી મેલવેલ છે. જસવાદ જેએએ, ૧. શ્રુતિની પદ્ધતિના છે. લાખ છત્રીશ હાર શાસ્ત્ર ’એ અથ બરાબર નથી. છ લાખ અને છત્રીશ હાર્ એ જૈન આગમેાની શ્લાકસ ખ્યા છે, અટલે છ લાખ અને છત્રીશ હજાર ક્લાક પ્રમાણ જૈન આગમ આદિક સ્વપર શાસ્ર-' એમ ખરા અથ છે. સગ્રાહક ૭૧૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૧૦ ) [ કચ્છના ખાખર ગામનો લેખ. નં. ૪૪૬ એવા અમારા ગુરૂ મહારાજ પંડિત શ્રીવિવેકહર્ષગણિએ સંઘાડા સહિત, તેજ ગુરૂ મહારાજને મહારાજ શ્રીભારમલ્લાના આગ્રહયુક્ત થએલે આદેશ પામીને શ્રીભકતામર આદિકની સ્તુતિ પૂર્વક ભકિતથી પ્રસન્ન થએલા શ્રીત્રાષભદેવ પ્રભુના ઉપાસક એવા દેવવિશેષની આજ્ઞાવડે કરીને પહેલે બિહાર અહીં શ્રી કચ્છ દેશમાં કર્યો. વળી તેમાં પણ સંવત્ ૧૬૫૬ વર્ષે શ્રીભુજ નગરમાં પહેલું માસું અને બીજું ચોમાસું રાયપુર બંદરમાં કર્યું. વળી તે સમયે શ્રીકચ્છ, મચ્છુકાંઠા, પશ્ચિમ પાંચાલ, વાગડ તથા જેસલા આદિક અનેક દેશના સ્વામી એવા; તથા મહારાજ શ્રી ખેંગારજીની ગાદીને શેભાવનાર એવા તથા વ્યાકરણ અને કાવ્ય આદિકનાં પરિજ્ઞાનવાળા તથા તેવા પ્રકારની મહત્તા, સ્થિરતા તથા ધર્મ આદિક ગુણવડે કરીને દૂર કરેલ છે સરસ્વતીને જેમણે એવા તથા મહાન અનવસ્થા અને વિરોધને ત્યાગ કરાવનારા અને યાદવ વંશની અંદર સૂર્ય સમાન એવા મહારાજા રાજાધિરાજ શ્રીભારમલજીએ વિનંતિ કરવાથી શ્રીગુરૂ મહારાજે તેમની ઈચ્છાપૂર્વક વિહાર કર્યો. તેમજ કાવ્ય તથા વ્યાકરણ આદિકની ગષ્ટીથી તથા સ્પષ્ટ રીતે અષ્ટ અવધાન આદિકને ઉત્કૃષ્ટ પંડિતાઈને ગુણ દેખાડવાવડે કરીને ખુશી કરેલા એવા તે રાજાએ શ્રીગુરૂમહારાજ પ્રત્યે પોતાના દેશમાં જીવહિંસા ન થવા દેવા માટેનો લેખ કરી આપવાની કૃપા કરી. તે લેખને ખુલાસે નીચે મુજબ છે – હમેશાં ગાયની બિલકુલ હિંસા થાય નહીં તેમજ ઋષિ પંચમી સહિત પર્યુષણના નવે દિવસોમાં, શ્રાદ્ધ પક્ષમાં, સઘલી અગ્યારાએ, રવિવાર તથા અમાવસ્યાના દિવસોમાં તેમજ મહારાજ ના જન્મ દિવસે તથા રાજય દિવસે પણ સઘલા પ્રકારના છની હિંસા ન થાય એવી રીતની સર્વ દિશાઓમાં અને સર્વ જગાએ ઉદુષણા કરાવી. ત્યાર બાદ એક વખતે શ્રાવણ માસનું વાર્ષિક પર્વ પાલવાની મહારાજાએ આજ્ઞા કરતે છતે બ્રાહ્મણો તે અંગિકાર ન કરવાથી તેમને બોલાવીને શ્રી ગુરૂમહારાજે શિક્ષા કરાવી તેમજ ગુરૂ ૭૨૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ કરછના ખાખર ગામને લેખ. નં. ૪૪૬ ] (૩૧૧) અવલોકન, བ་གདན་འ ན་ ་འ ་་ཆ་་ས ་ ་ ་ བ ་ བ སྨནང་་འ བདག་་ ་ང་ བ ་ ་ ་ મહારાજે કહેલી શ્રાવણમાસની વાર્ષિક વ્યવસ્થાવાલી સિદ્ધાંતના અર્થો ની યુતિ સાંભલીને તુષ્ટમાન થયેલા રાજાએ શ્રી ગુરૂમહારાજ પ્રત્યે મહેરબાની પૂર્વક પિતાની મેહાર છાપવાલાં સાત જયપાત્રો આપ્યાં અને પ્રતિપક્ષીને પરાજિત પત્રે એટલે હારવાનાં પત્રો આપ્યાં અને તેવી રીતથી રાજનીતિ બતાવીને રાજાએ પિતાનો ઉત્તમ પ્રકારને ન્યાયધર્મ શ્રીરામની પેઠે સત્ય કર્યું. વળી અમારા ગુરૂમહારાજને એટલે પ્રભાવ તે શું હિસાબમાં છે–કેમ કે જે ગુરૂમહારાજે શ્રીમલકાપુરમાં યાદ કરવાની ઇચ્છાવાલા મૂલા નામના મુનિને જીતેલે છે, તેમજ પ્રતિષ્ઠાનપુરમાં યવનેને મોડેથી પણ શ્રી જૈનધર્મની જેમણે સ્તુતિ કરાવેલી છે; વળી એટલામાં આવી મળેલા એવા સેકડે ગમે બ્રાહ્મણોને યુકિતઓ દેખાડીને જેમણે જીતેલા છે તેમજ બેરિદપુરમાં વાદીઓના ઉપરી એવા દેવજીને જેમણે માન કરાવેલું છે. ૧. વળી જેમણે જનની ન્યાયવાણીથી દક્ષિણદેશમાં આવેલા જાલણ નગરમાં વિવાદપદવી પર ચડાવીને દિગમરાચાર્યને કહાડી મુકેલે છે, તેમજ રામરાજાની સભામાં જેમણે આત્મારામ નામના વાદીશ્વરને હરાવેલ છે, એવા તે ઉત્તમ બુદ્ધિવાલા શ્રી વિવેકહર્ષ ગણિ મહારાજ પાસે રાજા પણ શું હિસાબમાં છે. ૨. વળી અમારા શ્રી ગુરૂમહારાજના મુખમાંથી નીકળેલા મહાન શાસ્ત્ર રૂપી અમૃતના સાગરમાં લીન થએલા શ્રી ભારમલજી મહારાજાએ શ્રી કષભદેવ પ્રભુની ઘણી માન્યતા ધારણ કરી. તથા તેમની ભકિત માટે તે શ્રીભારમલ્લજીએ ભુજ નગરમાં રાજ વિહાર નામનું અત્યંત અદભુત શ્રીજિનેશ્વરનું મંદિર બંધાવ્યું. ૩. હવે સં. ૧૬૫૬ની સાલમાં શ્રી કચ્છદેશની અંદર રહેલા જેસલા મંડલમાં વિહાર કરનારા શ્રી ગુરૂમહારાજે ઘણાંક ધન્ય ધાન્યથી મને નહર થએલા એવા શ્રી ખાખર ગામને પ્રતિબંધીને સારી રીતનું ધર્મક્ષેત્ર બનાવ્યું કે જ્યાંના રાજા મહારાજા શ્રી ભારમલ્લજીના ભાઈ કવર શ્રી પંચાણુજી હતા કે જેમણે મદયુકત અને પ્રબળ પરાક્રમે કરી દિશાચકને દબાવ્યું હતું તથા જે સૂર્ય સરખા પ્રતાપ અને ૭૨૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૧૨ ) [ કચ્છના ખાખર ગામને લેખ. નં. ૪૪૬ તેજ વાલા હતા. વળી જેમની પટરાણે પુષ્પાંબાઈ આદિકે હતી, તથા તેમના પુત્રો કુંવર દુજાજી, હાજાજી, ભીમજી,દેસરજી, દેવજી તથા કમજી નામના હતા કે જેઓ શત્રુઓ રૂપી હાથિઓની શ્રેણિને હરાવવામાં કેસરીસિંહ સરખા હતા. વળી ત્યાં રહેલા સેકડે ગમે ઓશવાલનાં ઘરને પ્રતિબંધી ને તથા શ્રાવક સંબંધી સઘલી સામાચારી શીખવીને તેમને ઉત્કૃષ્ટ શ્રાવક બનાવ્યા. વળી ત્યાં ભદ્રીપણું, દાન તથા શુરાપણું આદિક ગુણોથી ઉપાર્જન કરેલા યશના ફેલાવારૂપી કપુરના સમૂહથી સુગંધ યુક્ત કરેલ છે બ્રહ્માંડમાંડ જેમણે એવા શા. વયસી નામના ગામના પટેલને તેના કુટુંબ સહિત શ્રી ગુરૂમહારાજે એ તે પ્રતિબંધ આપે કે જેથી તેણે ઘંઘરગેત્રીય શા. શિવા પેથા આદિક સહિત શ્રી તપાગચ્છની રાજધાની સરખે ન ઉપાશ્રય બનાવ્યું તેમજ શ્રી ગુરૂ મહારાજના ઉપદેશે કરીને જ ગુજરાતની ભૂમિમાંથી સલાને બોલાવિને શા. વરસીએ શ્રી સંભવનાથજીની પ્રતિમા કરાવી 1, તથા તેના શા. સાયર નામના પુત્ર શ્રી આદિનાથની પ્રતિમાં કરાવી ૨, તથા શા. વીજજા નામના પુત્ર શ્રી વિમલનાથપ્રભુની પ્રતિમા કરાવી. વળી તેની પ્રતિષ્ઠા (અંજનશલાકા) તે શા. વયરસીએ જ સંવત ૧૬૫૭ ની સાલમાં મહા સુદિ ૧૦ સોમવારે શ્રીતપાગચ્છનાયક ભટ્ટારક વિજયસેન સૂરિ ગુરૂમહારાજના હુકમથી અમારા ગુરૂ શ્રીવિવેકહર્ષ ગણિના હાથેજ કારાવી છે. ત્યાર બાદ આ દેરાસર પણ અમારા ગુરૂના ઉપદેશ વડે કરીને જ ફાગણ વદી ૧૦ મે ઉત્તમ મુહૂર્ત ઉપકેશ ગચ્છના ભટ્ટારક શ્રી કકસૂરિએ બેધેલા શ્રી આણંદકુશલ શ્રાવકે એશવાલ જ્ઞાતિના પારિખ નેત્રવાલ શા. વિરાના પુત્ર ડાહા, તેના પુત્ર જેઠા, તેના પુત્ર શા. ખાખણ, તથા તેના પુત્રરત્ન શા. વયસીએ; તથા પુત્ર શા. રણવીર, શા. સાયર, શા. મહિકરણ તથા વહુઓ ઉમા, શમા અને પુરી; તથા પિત્ર શા. માલેદેવ, શા. રાજા, ખેતલ, ખેમરાજ, વણવીર, દીદા તથા વીરા આદિક કુટુંબ સહિતે પ્રારબ્ધ. વળી ઘઘરગેત્રવાલા અને પુનમીયા કુલગુરૂ ભટ્ટારકની નિશ્રાથી શ્રા. ૭૨૨ Page #7 -------------------------------------------------------------------------- ________________ કચ્છના ખાખર ગામને લેખન..૪૪૬ ] ( ૩૧૩) અવલોકન. વક થએલા એવા શા. કંથડના પુત્ર શા. નાગીયા તથા મેરગ નામના સગા ભાઈઓ, પુત્ર પાંચાસા સહિત તેમાં મદદ કરનાર હતા, અને તેમણે રાજાની નિર્મળ કૃપાથી કુટુંબ સહિત તેમાં મદદ કરેલી છે. આ શત્રુજયાવતાર નામનું દેરાસર છે. સંવત ૧૬૫૭ ના ફાગણ વદિ ૧૦મે પ્રારંભેલું છે તથા સંવત ૧૬૫૯ ના ફાગણ સુદી ૧મે અહીં સંપૂર્ણ થયું છે. વળી તેથી આનંદથી કચ્છદેશના શણગાર રૂપ એવા શ્રી ખાખર નામના નગરમાં કલ્યાણ થયું છે. સંવત ૧૬૫૯ના ફાગુણ સુદી ૧૦મે પંડિત શ્રી વિવેકહર્ષ ગણિએ આ જિનેશ્વર ભગવાનના તીર્થરૂપ મંદિરની પ્રતિષ્ઠા કરેલી છે, અને આ પ્રશસ્તિ વિદ્યાહર્ષગણિએ રચેલી છે. સંવત વિક્રમને જાણવે.” આ લેખની અંદર વચ્ચે જે ત્રણ કાવ્યો આપ્યાં છે તેમાં છેવટનાં કાવ્યમાં જણાવવામાં આવ્યું છે કે રાજા ભારમલજીએ ભુજ નગરમાં રાયવિહાર” ' નામે આદિનાથનું મંદિર બંધાવ્યું હતું. તે મંદિર આજે પણ ભુજ શહેરમાં વિદ્યમાન છે અને તેની અંદર તે વિષે એક શિલાલેખ પણ મેજુદ છે જેને સાર ઉપર્યુકત “પ્રશ્નોત્તર પુષ્પમાળા” માં આપેલ છે. આ લેખ સાથે તે સારને કાંઈક સંબંધ છેવાથી તેમજ કચ્છના જૈન ઇતિહાસ માટે તે મહત્વને હવાથી અત્ર આપવામાં આવે છે. ઉકત પુસ્તકના પ્રણેતા મુનિવર લખે છે કે– “શ્રી કચ્છદેશના શિરતાજ ભુજ શહેરમાં આવેલા કષભ દેવ સ્વામીના ચૈત્યમાં એક કાવ્યબંધ પ્રાચીન શિલાલેખ છે. તેના કેટલાએક અક્ષર બ્રાંતિવાળા હોવાથી તેને કિંચિત્તાત્પર્યાથે ઈહાં આપીએ છીએ.” પ્રથમના કાવ્યમાં જૈદ્રની જાગ્રત્યે તિની ઉપાસના કરી છે. બીજા કાવ્યમાં કુલદીપક શ્રી ખેંગાર નરેશ્વરની તારીફ કરી છે. ત્રીજાથી આઠમા સુધીનાં કાવ્યમાં યાદવવંશીય ભારમલ ભૂપાલ અને તેમના પુત્રની કારવાઈનું બહુ રસિલું વર્ણન કરેલું છે. નવમા કાવ્યમાં શ્રી ભારમલ્લજીએ તપાગચ્છીય શ્રીવિવેકહર્ષ મહાષિને તેડાવી તેમની પાસે ધાર્મિક કથા કરાવી તેનું તથા તે મહર્ષિના અષ્ટાવધાનાદિ પ્રાણ ૭૨૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૧૪) કચ્છના ખાખર ગામના લેખ. નં. ૪૪૬. ༤་ནང་གསའ ངལ ༤.༣ ,ན་འཆངང་དཀ༤ ན ར ང ག་ તાના ગુણથી અને તેમની અકલ દેલતથી રંજિત થએલા તે કદરદાન રાજાએ સંપૂર્ણ દેશમાં વધ બંધ કરાવ્યું તેનું, તથા જૈનેના દિલોજાની આવકારદાયક પર્યુષણદિ પર્વમાં સર્વ પ્રાણુઓને છુટક કરાવ્યો તેનું ખ્યાન કરેલું છે. દશમા કાવ્યમાં ખુશનશીબ ભારમલ્લજીએ જેના જાન બચાવવા ભૂતલ ઉપર કરેલું અભયદાન વર્ણવેલું છે. અગિયારમા કાવ્યમાં ભક્તિભાવને દા કરનાર એવા તે રાજાએ ભકિત માટે મોટા પાયા પર કરાવેલા અદ્ભત રાજવિહાર નામના શ્રી યુગાદિ પ્રભુના પ્રાસાદની નેંધ લીધી છે. બારમા કાવ્યમાં શ્રીનાભેય જિનની તથા ચિંતામણિ પાર્શ્વનાથની તથા શીતલનાથજીની મૂર્તિઓ કરાવી નિર્મલ બુદ્ધિવાલા અને મૂર્તિપૂજાના હિમાયતી એવા તે રાજાએ શ્રી વિવેકહર્ષગણિની ઉપદેશપ્રથાને સફળ કરી પૂજ્યબુદ્ધિ બતાવી તે વર્ણવેલી છે. તેમા કાવ્યમાં શ્રી તપાગણગગનાંગણમાં ગગન ધ્વજ જેવા શ્રીવિજ્યસેનસૂરીશ્વરના પ્રસાદથી શ્રીવિવેકહર્ષ વિવવારે ભૂપને પ્રતિબોધ આપે તેની સૂચના કરી છે. ચિદમાં કાવ્યમાં રાયવિહારને નિર્માણકાલ જાહેરની જાણ માટે મૂકતાં સંવત્ ૧૬૨(પી) ૮ ૯ ના શ્રાવણ માસની અજવાલી પાંચમ * આ સંવત બ્રાંતિવાળા જણાય છે, કારણ કે ઉપરના લેખમાં જણાવ્યા પ્રમાણે સંવત ૧૬૫૬ માં જ પ્રથમ વિહાર વિવેકહર્ષગણિએ કચ્છ દેશમાં કર્યો હતો તેથી તેની પહેલાં અને આ સંવત તે ઘણેજ પાછળ એટલે ૨૮ વર્ષ જેટલા દીર્ધકાલ પૂર્વે જાય છે તેવા જૂના વખત–ઉક્ત મંદિરનું બનવું અસંભવિત અને અસંબદ્ધ છે. બીજી એતિહાસિક હકીકત સાથે પણ તે બંધ બેસતો નથી. ડ, બસ (જુઓ, આ. લ. સ. એફ . ઈ. કચછ અને કાઠિયાવાડ, પૃ ૨૦૦ ) ની નોંધ પ્રમાણે રાજા ભારમલ્લ-જેણે પ્રસ્તુત મંદિર બાંધ્યું હતું –સંવત ૧૬૪ર માં ગાદિએ આવ્યો હતો. તેથી સં. ૧૬૨૮ માં તેનું રાજ્ય ન હોઈ શકે. તેમજ આ લેખસાર” માં આચાર્ય વિજયદેવસૂરિનું પણ નામ છે. તેમને આચાર્ય પદવી સં. ૧૬૫૬ માં મળી હતી, (વિનચારિતા ૧૭-૪૭ ) તેથી ઉક્ત સંવતમાં તેમનું પણ અસ્તિત્વ નહિ હોઈ શકે. મારા વિચાર પ્રમાણે એ સંવત ૧૬૫૮ હેવો જોઈએ, અને “૨'ના અંકને ઠેકાણે “પ”નો અંક હોવો જોઈએ સંગ્રાહક ૭૨૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ - - - - 2 સ્તંભનપુરના લેખ નં. 447 ] ( 315 ) અવલોકને. જાહેર કરી છે. પંદરમા કાવ્યમાં શ્રીભારમલ્લ ભૂપને પ્રતિબંધવા સંબંધી શ્રીવિવેકહર્ષ સુકવિની કતિનું વર્ણન કરેલું છે. સેલમા અને સત્તરમા કાવ્યમાં અવધાનમાં સાવધાન એવા અક્ષરચંચુ શ્રીઉદયહર્ષજીએ નિર્માણ કરેલી પ્રશસ્તિમાં વિજ્યસેનસૂરીશ્વરની પાટે થએલા શ્રીવિજયદેવસૂરિને પ્રયાસ પ્રકટ કરવા પૂર્વક પોતાના ગુરૂ શ્રીવિવેકહ ર્ષગણિની ભક્તિથી આ પ્રશસ્તિ બનાવી, એવું જણાવી દીધું છે. છેવટે નેક નામદાર શ્રીભારમલ્લજી મહારાજે આ પ્રાસાદનું કામ ત્યાંના પ્રતિષ્ઠિત પુરૂષ શા. તેજા શેઠ પ્રમુખ સકલ શ્રી તપગચ્છના સંઘને સ્વાધીન કર્યું, એવા અક્ષરો ટાંગી થાવરચંદ્રદિવાકર આ પ્રસાદની સમૃદ્ધિ ચાહી ગદ્યબંધ સરલ અને સાદી ભાષામાં તે શિલાલેખ સંપૂર્ણ કરે છે.”