________________ - - - - 2 સ્તંભનપુરના લેખ નં. 447 ] ( 315 ) અવલોકને. જાહેર કરી છે. પંદરમા કાવ્યમાં શ્રીભારમલ્લ ભૂપને પ્રતિબંધવા સંબંધી શ્રીવિવેકહર્ષ સુકવિની કતિનું વર્ણન કરેલું છે. સેલમા અને સત્તરમા કાવ્યમાં અવધાનમાં સાવધાન એવા અક્ષરચંચુ શ્રીઉદયહર્ષજીએ નિર્માણ કરેલી પ્રશસ્તિમાં વિજ્યસેનસૂરીશ્વરની પાટે થએલા શ્રીવિજયદેવસૂરિને પ્રયાસ પ્રકટ કરવા પૂર્વક પોતાના ગુરૂ શ્રીવિવેકહ ર્ષગણિની ભક્તિથી આ પ્રશસ્તિ બનાવી, એવું જણાવી દીધું છે. છેવટે નેક નામદાર શ્રીભારમલ્લજી મહારાજે આ પ્રાસાદનું કામ ત્યાંના પ્રતિષ્ઠિત પુરૂષ શા. તેજા શેઠ પ્રમુખ સકલ શ્રી તપગચ્છના સંઘને સ્વાધીન કર્યું, એવા અક્ષરો ટાંગી થાવરચંદ્રદિવાકર આ પ્રસાદની સમૃદ્ધિ ચાહી ગદ્યબંધ સરલ અને સાદી ભાષામાં તે શિલાલેખ સંપૂર્ણ કરે છે.”