Book Title: Kurgadu Sadhu Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ મુનિ કૂરડુ ગુણોથી પોતે વાકેફ છે એટલે તે સમજે છે કે આ કર્મો પણ એક દિવસ પૂરા થઈ જશે. તેમણે મનમાં દઢ નિર્ધાર કર્યો કે મારે આ જીવનમાં જ મારાં કર્મો ખપાવી દેવાં છે. શરીરની અને મનની કમજોરીના દુઃખને પાર કરીને તેઓ આત્માના વિચારમાં લીન થઇ ગયા અને ધીમે ધીમે તેમના કર્મોનો ક્ષય થવા લાગ્યો. ભોજન લેતાં લેતાં જ કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા મુનિ કૂરડું જ્યારે કોઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે સ્વર્ગના દેવો તેને વંદન કરવા પધારે છે. સ્વર્ગના દેવોને આવતા બીજા સાધુઓએ જોયા ત્યારે તેઓ એમ માનવા લાગ્યા કે અમારી આકરી તપશ્ચર્યાને બિરદાવવા આવી રહ્યા છે. 81. જૈન કથા સંગ્રહPage Navigation
1 2 3