Book Title: Kurgadu Sadhu
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201018/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ ૧L. મુનિ ફૂગડુ જૂના સમયમાં ધનદત્ત નામનો ખૂબ જ ધાર્મિક વૃત્તિનો વેપારી હતો. તેનો દીકરો પણ તેના જેવો જ ધાર્મિક હતો. એ ગામમાં એક દિવસ મોટા આચાર્ય ધર્મઘોષસૂરિ પધાર્યા. ધનદત્ત અને તેનો દીકરો તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. આચાર્યની વાતોથી ધનદત્તનો દીકરો ખૂબ જ પ્રભાવિત થયો અને તેમના શિષ્ય બનવાનું નક્કી કર્યું. બધું જ છોડીને એ યુવાન સાધુ બની ગયો. આચાર્ય આ જુવાન જૈન સાધુમાં રહેલી અગાધ શક્તિને ઓળખી ગયા અને તેને કલાગુરુ એવું નામ આપ્યું. ત્યાંની ગ્રામ્યભાષામાં તેને કૂરગડુ (ઘડો ભરીને ભાત ખાનાર) કહેવા લાગ્યા. કૂરગડુએ બધા પવિત્ર ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કર્યો અને તેના સારને યોગ્ય રીતે પુસ્તકરૂપે ઉતાર્યા. માનવજીવનમાં કર્મની સત્તા મહત્ત્વનો ભાગ ભજવે છે એ તેને સાચા અર્થમાં સમજાઈ ગયું. તેથી તે ઉચ્ચ જીવન જીવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સાધુના તમામ ગુણો તેમનામાં જોવા મળતા, પણ એક મૂંઝવણ તેમને કાયમ સતાવતી. તે ભૂખ્યા ન રહી શકતા અને તેથી તે ઉપવાસ કરી ન શકતા. દિવસમાં એકવાર તો ખાવા જોઈએ જ. પર્યુષણ પર્વના દિવસોમાં પણ તે એકાદ ઉપવાસ પણ ન કરી શકતા. તે પોતે પોતાની જાતને ઉપવાસ ન કરી શકવા બદલ ઠપકો આપ્યા જ કરે. આ બધું પોતાના કોઈ કર્મોનો જ ઉદય હોય તેમ લાગતું. અન્ય સાધુ ઉપવાસ કરે તો તે તેમની સેવા ઉત્તમ રીતે કરતા અને મનમાં વિચારતા કે કો'ક દિવસ પોતે પણ આ પ્રમાણે ઉપવાસ કરી શકશે. એકવાર ચોમાસાના દિવસોમાં એવો બનાવ બન્યો કે તેમની પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. ચોમાસામાં જૈન સાધુ પ્રવાસ ન કરતાં એક જ સ્થાનમાં રહે છે. પર્યુષણ પણ આ જ દિવસોમાં આવે. તે સમયે આચાર્ય ધર્મઘોષસૂરિ પોતાના કૂરગડુ સહિત અનેક શિષ્યો સાથે શહેરમાં હતા. ઘણા શિષ્યો લાંબા ઉપવાસ કરતા. કોઈક તો મહિનાના ઉપવાસ કરતા. પોતે એક પણ ઉપવાસ કરી નથી શકતા તેનું કુરગડને ખૂબ જ દુઃખ હતું. સંવત્સરીના દિવસે તેમણે ઉપવાસ કરવાનું નક્કી કર્યું. મનમાં પસ્તાવો કરતા રહ્યા, ઉપવાસ કરવાનો તેમણે પ્રયત્ન પણ કર્યો, પણ બપોર થતાં થતાં તો તીવ્ર ભૂખથી પીડાવા લાગ્યા અને તેમને લાગ્યું કે હવે ભૂખ્યા નહિ જ રહેવાય. મનમાં પસ્તાવો કરતા રહ્યા કે એવા તે કેવા પોતાના ગાઢા ચીકણા કર્મો છે કે એક ઉપવાસ પણ ન કરી શકાય? ખચકાટ સાથે તેમણે ગુરુ પાસે ગોચરી માટે જવાની આજ્ઞા માંગી. ગુરુએ ખૂબ જ સમજાવ્યા. કૂરગડુએ કહ્યું કે હું પણ ઉપવાસ કરવા ઇચ્છું છું અને મારી ઉપવાસ નહિ કરી શકવાની શક્તિને કારણે હું પણ ઘણું દુઃખ અનુભવું છું. ગુરુને તેના ભાગ્ય પર દયા આવી અને ગોચરી માટે જવાની રજા આપી. કૂરગડુ જે કંઈ મળ્યું તે હોરીને પાછા આવ્યા. આવીને નમ્રપણે સાધુના નિયમ પ્રમાણે ગુરુને ગોચરી બતાવી અને વાપરવાની આજ્ઞા માંગી. ગુરુએ આજ્ઞા આપી પણ બીજા સાધુઓ તેની ટીકા કરવા લાગ્યા કે સંવત્સરીના દિવસે પણ પોતે ખાઈ રહ્યા છે અને મોટું કર્મ બાંધી રહ્યા છે. બીજા સાધુઓ ધૃણાની દ્રષ્ટિથી જોઇ રહ્યા કે જાણે તે સાધુ બનવાને લાયક નથી. કૂરડુ ચૂપચાપ આ બધું સાંભળી રહે છે અને એક ખૂણામાં જઈને ગોચરી વાપરવા બેસી જાય છે. કેટલાક તપસ્વી સાધુ તિરસ્કારથી તેમના પાત્રમાં ઘૂંક્યા તો પણ સમતા રાખી તેમના તપની પ્રશંસા કરવા લાગ્યા. કરગડ પોતાની આ અશક્તિથી દુઃખી થાય છે અને તેને માટે તે પોતાના કોઈક જન્મના કર્મનો દોષ ગણે છે, પોતાના આત્માના 80 | જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ મુનિ કૂરડુ ગુણોથી પોતે વાકેફ છે એટલે તે સમજે છે કે આ કર્મો પણ એક દિવસ પૂરા થઈ જશે. તેમણે મનમાં દઢ નિર્ધાર કર્યો કે મારે આ જીવનમાં જ મારાં કર્મો ખપાવી દેવાં છે. શરીરની અને મનની કમજોરીના દુઃખને પાર કરીને તેઓ આત્માના વિચારમાં લીન થઇ ગયા અને ધીમે ધીમે તેમના કર્મોનો ક્ષય થવા લાગ્યો. ભોજન લેતાં લેતાં જ કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા મુનિ કૂરડું જ્યારે કોઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે સ્વર્ગના દેવો તેને વંદન કરવા પધારે છે. સ્વર્ગના દેવોને આવતા બીજા સાધુઓએ જોયા ત્યારે તેઓ એમ માનવા લાગ્યા કે અમારી આકરી તપશ્ચર્યાને બિરદાવવા આવી રહ્યા છે. 81. જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ પણ તેઓ તો કૂરગડુ પાસે ગયા, અને તેમને વંદન કરવા લાગ્યા. સર્વ સાધુ સમુદાય મૂંઝવણમાં મૂકાઈ ગયો. પોતે આટલી આકરી તપશ્ચર્યા કરે છે તો અમને તેનું કોઇ જ ફળ નહિ, દેવો દ્વારા વંદન નહિ અને તે કૂરગડુ કંઈ જ કરતા નથી છતાં દેવો વંદન કરે અને એમને પૂર્ણ જ્ઞાન મળે!. આવી મૂંઝવણ અનુભવતા તેઓ આચાર્ય ધર્મઘોષસૂરિ પાસે શું બન્યું તે જાણવા ગયા. આચાર્યએ કહ્યું કે તમને બધાંને તમારી આકરી તપશ્ચર્યાનું અભિમાન હતું અને કૂરગડુને ઉપવાસ નહિ કરી શકવાને કારણે બીનજરૂરી ઉતારી પાડતા હતા. પણ આ બધું પાછલા કોઈ કર્મનું જ પરિણામ છે એમ તે સમજતા હતા. ક્ષમાગુણ હોવાને કારણે બધું જ સહન કરી લેતા હતા. વર્તમાન જીવનમાં ઉદયમાં આવેલાં કર્મો ખપાવવા, તે આત્માને જાગૃત કરવા જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. તમે બધાએ કૂરગડુને ખોટી રીતે મૂલવ્યા છે. પોતાના પૂર્વના કર્મોનો કોઈપણ પ્રકારનું બંધન વધાર્યા વગર નાશ કરવામાં તેઓને આ સમતા મદદરૂપ બની. તેઓ ધર્મના હાર્દને સમજ્યા છે. પૂર્વેના સંચિત કર્મો તેમની તપશ્ચર્યામાં બાધારૂપ બન્યા હતા. તેઓને તે અંગે દુઃખ હતું. ઉદયમાં આવેલ કર્મોને નિષ્ઠાપૂર્વકના પશ્ચાત્તાપથી ખપાવ્યા છે. તે કર્મો બદલ દિલગીરી હોવા છતાં તે કર્મોની અસર તરફ તેઓ સમતાવાળા હતા. ઉદયમાં આવેલા કર્મોને વધાવીને તેઓને સમ્યક દર્શન પ્રાપ્ત થયું અને આખરે નવા કર્મો ન બાંધતા અને જૂના કર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. બદ્યા જ સાઘુૉ સમજી ગયા કે સાચું જ્ઞાન મૅળવવા પોતાનું બીનજરૂ? મથ્યાભિમાન નડતરરૂપ હતું. આચાર્યએ પણ સમજાવ્યું આત્માને શાશરિક સ્થિતિ કે પ્રવૃતિ જોડે કાંઈ લેવા-દેવા નથી. શર્સર તૉ બાંધેલા શર્માને ભોગવવા માટે મળેલું છે. કર્મના સાચા રવભાવને જાણવા માટે ડેવળ એક સાધન તરીકે એનો ઉપયોગ કરવો જોઈએ. તેનો યોગ્ય ઉપયોગ થાય તો તે અસરકારક સાધન છે. આત્માનું સાચું ૨વશ્વપ સમજી લેવું એ ધર્મનો સાર છે. અને જ એક માત્ર આ જીવનમાં કરવા યોગ્ય છે. કોઈ સંયમ ઉં પ્રાયશ્ચિત ન કરી શકતાં હોય અથવા ધમૅના સિદ્ધાંતોને પાળી ન શકતા હોય તેચ્યો તરફ અણગમો કરવાની જરૂર નથી. આવા માણસોને નીચા પાડચા બના તેમને પ્રાયશ્ચિત માર્ટેની સહાનુભૂતિપૂવૅક હિંમત આપવી જોઈએ. જેથી તેને સમજાય કે પોતાના કર્મોને કારણે તે કંઈ ક8 શકતો નથી. તપશ્ચર્યા ક૨ના૨ે કદી પોતાની તપશ્ચયોનું અભિમાન ન કરવું. જૈન કથા સંગ્રહ