Book Title: Kurgadu Sadhu
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ ૧L. મુનિ ફૂગડુ જૂના સમયમાં ધનદત્ત નામનો ખૂબ જ ધાર્મિક વૃત્તિનો વેપારી હતો. તેનો દીકરો પણ તેના જેવો જ ધાર્મિક હતો. એ ગામમાં એક દિવસ મોટા આચાર્ય ધર્મઘોષસૂરિ પધાર્યા. ધનદત્ત અને તેનો દીકરો તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. આચાર્યની વાતોથી ધનદત્તનો દીકરો ખૂબ જ પ્રભાવિત થયો અને તેમના શિષ્ય બનવાનું નક્કી કર્યું. બધું જ છોડીને એ યુવાન સાધુ બની ગયો. આચાર્ય આ જુવાન જૈન સાધુમાં રહેલી અગાધ શક્તિને ઓળખી ગયા અને તેને કલાગુરુ એવું નામ આપ્યું. ત્યાંની ગ્રામ્યભાષામાં તેને કૂરગડુ (ઘડો ભરીને ભાત ખાનાર) કહેવા લાગ્યા. કૂરગડુએ બધા પવિત્ર ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કર્યો અને તેના સારને યોગ્ય રીતે પુસ્તકરૂપે ઉતાર્યા. માનવજીવનમાં કર્મની સત્તા મહત્ત્વનો ભાગ ભજવે છે એ તેને સાચા અર્થમાં સમજાઈ ગયું. તેથી તે ઉચ્ચ જીવન જીવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સાધુના તમામ ગુણો તેમનામાં જોવા મળતા, પણ એક મૂંઝવણ તેમને કાયમ સતાવતી. તે ભૂખ્યા ન રહી શકતા અને તેથી તે ઉપવાસ કરી ન શકતા. દિવસમાં એકવાર તો ખાવા જોઈએ જ. પર્યુષણ પર્વના દિવસોમાં પણ તે એકાદ ઉપવાસ પણ ન કરી શકતા. તે પોતે પોતાની જાતને ઉપવાસ ન કરી શકવા બદલ ઠપકો આપ્યા જ કરે. આ બધું પોતાના કોઈ કર્મોનો જ ઉદય હોય તેમ લાગતું. અન્ય સાધુ ઉપવાસ કરે તો તે તેમની સેવા ઉત્તમ રીતે કરતા અને મનમાં વિચારતા કે કો'ક દિવસ પોતે પણ આ પ્રમાણે ઉપવાસ કરી શકશે. એકવાર ચોમાસાના દિવસોમાં એવો બનાવ બન્યો કે તેમની પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. ચોમાસામાં જૈન સાધુ પ્રવાસ ન કરતાં એક જ સ્થાનમાં રહે છે. પર્યુષણ પણ આ જ દિવસોમાં આવે. તે સમયે આચાર્ય ધર્મઘોષસૂરિ પોતાના કૂરગડુ સહિત અનેક શિષ્યો સાથે શહેરમાં હતા. ઘણા શિષ્યો લાંબા ઉપવાસ કરતા. કોઈક તો મહિનાના ઉપવાસ કરતા. પોતે એક પણ ઉપવાસ કરી નથી શકતા તેનું કુરગડને ખૂબ જ દુઃખ હતું. સંવત્સરીના દિવસે તેમણે ઉપવાસ કરવાનું નક્કી કર્યું. મનમાં પસ્તાવો કરતા રહ્યા, ઉપવાસ કરવાનો તેમણે પ્રયત્ન પણ કર્યો, પણ બપોર થતાં થતાં તો તીવ્ર ભૂખથી પીડાવા લાગ્યા અને તેમને લાગ્યું કે હવે ભૂખ્યા નહિ જ રહેવાય. મનમાં પસ્તાવો કરતા રહ્યા કે એવા તે કેવા પોતાના ગાઢા ચીકણા કર્મો છે કે એક ઉપવાસ પણ ન કરી શકાય? ખચકાટ સાથે તેમણે ગુરુ પાસે ગોચરી માટે જવાની આજ્ઞા માંગી. ગુરુએ ખૂબ જ સમજાવ્યા. કૂરગડુએ કહ્યું કે હું પણ ઉપવાસ કરવા ઇચ્છું છું અને મારી ઉપવાસ નહિ કરી શકવાની શક્તિને કારણે હું પણ ઘણું દુઃખ અનુભવું છું. ગુરુને તેના ભાગ્ય પર દયા આવી અને ગોચરી માટે જવાની રજા આપી. કૂરગડુ જે કંઈ મળ્યું તે હોરીને પાછા આવ્યા. આવીને નમ્રપણે સાધુના નિયમ પ્રમાણે ગુરુને ગોચરી બતાવી અને વાપરવાની આજ્ઞા માંગી. ગુરુએ આજ્ઞા આપી પણ બીજા સાધુઓ તેની ટીકા કરવા લાગ્યા કે સંવત્સરીના દિવસે પણ પોતે ખાઈ રહ્યા છે અને મોટું કર્મ બાંધી રહ્યા છે. બીજા સાધુઓ ધૃણાની દ્રષ્ટિથી જોઇ રહ્યા કે જાણે તે સાધુ બનવાને લાયક નથી. કૂરડુ ચૂપચાપ આ બધું સાંભળી રહે છે અને એક ખૂણામાં જઈને ગોચરી વાપરવા બેસી જાય છે. કેટલાક તપસ્વી સાધુ તિરસ્કારથી તેમના પાત્રમાં ઘૂંક્યા તો પણ સમતા રાખી તેમના તપની પ્રશંસા કરવા લાગ્યા. કરગડ પોતાની આ અશક્તિથી દુઃખી થાય છે અને તેને માટે તે પોતાના કોઈક જન્મના કર્મનો દોષ ગણે છે, પોતાના આત્માના 80 | જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3