Book Title: Kundakunda Acharya
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 2
________________ આચાર્ય કુંદકુંદ એમનો જન્મ ઈ.સ.ની પહેલી સદીમાં દક્ષિણ ભારતના કૌડા-કડા ગામમાં થયો હતો. કુંદકુંદ પ્રાચીન નંદી સંઘ સાથે સંકળાયેલા તા, જેમાં મોટે ભાગે નામ પાછળ ‘નંદી’ લાગતું. જૈન સાધુ બન્યા પછી તેમનું નામ પદ્મ-નંદી હતું પણ તેઓ તેમના જન્મના સ્થળથી ઓળખાતા. 12 અંગ આગમ અને 14 પૂર્વના સંપૂર્ણ જ્ઞાતા એવા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીના તેઓ શિષ્ય હતા. પુણ્ય શ્રાવક કથા કોશ પ્રમાણે તેઓ તેમના આગલા ભવમાં ગાયોના ગોવાળ હતા, અને તેણે પ્રાચીન ગ્રંથો સાચવ્યા હતા. આ કારણે વિહાર કરતા સાધુઓના આશીર્વાદ તેને પ્રાપ્ત થયા હતા. આચાર્ય કુંદકુંદના સઘન અભ્યાસ અને નૈતિક ચારિત્ર્યના પ્રભાવથી રાજા શિવકુમાર જેવા તેમના શિષ્યો થયા હતા. તેમનું જીવન એક દંતકથા જેવું હતું. તેમના વિશે એવું પણ કહેવાતું કે તેઓ હવામાં પણ ચાલી શકતા હતા. કુંદકુંદનો પ્રભાવ જૈનધર્મ સિવાય પણ બધે હતો. તેમનું લાઘવયુક્ત મિતાક્ષરી જૈન સાહિત્ય અનન્ય છે. રચનાત્મક સાહિત્યની આચાર્ય કુંદકુંદ શક્તિને કારણે તેઓ આધુનિક સિદ્ધાંતો પણ જૈનધર્મથી સમજાવતા. કુંદકુંદની વિદ્વતા અને વાદ-વિવાદની શક્તિને કોઈ પડકારી ન શકતું એટલું જ નહિં પણ જૈનધર્મના તત્ત્વજ્ઞાનને એમના જેટલી સહજતાથી કોઈ સમજાવી પણ ન શકતા. આચાર્ય કુંદકુંદને માનથી સહુ “અંધકાર યુગનો પ્રકાશ” કહેતા. એમના પુસ્તક સમયસારની ઘણી બધી ટીપ્પણો સંસ્કૃત અને અન્ય આધુનિક ભાષાઓમાં લખાયેલ છે. આ સદીમાં પણ બનારસીદાસ, તરણસ્વામી, શ્રીમદ્ રાજચંદ્ર તથા ગુરુદેવ કાનજીસ્વામી જેવા આગેવાનો તથા વિદ્વાનો ‘સમયસાર’ થી ખૂબ જ પ્રભાવિત થયેલ છે. જૈન કથા સંગ્રહ 53

Loading...

Page Navigation
1 2