Book Title: Kundakunda Acharya
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201010/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 52 ગણધરો અને આચાર્યો ૧૦. આચાર્ય કુંદકું मंगलं भगवान वीरो, मंगलं गौतमो गणि । मंगलं कुन्दकुन्दार्यो, जैन धर्मोस्तु मंगलं ॥ મહાન આધ્યાત્મિક સંત આચાર્ય કુંદકુંદ જૈન પરંપરામાં બહુ ઊંચું સ્થાન ધરાવે છે. માંગલીક કાર્યની શરૂઆતમાં ભગવાન મહાવી૨ અને મહાન ઉપદેશક ગૌતમ ગણધરના પછી તેમનું નામ લેવાય છે. દિગંબર જૈનો દરરોજ ધાર્મિક પાઠ શરૂ કરતાં પહેલાં આ ત્રણ મહાન વિભૂતિઓને ભક્તિભાવપૂર્વક યાદ કરે છે. જૈન સાધુ કુંદકુંદાચાર્યની પ્રણાલિમાં પોતાને સમાયેલા જોઈને અહોભાવ અનુભવે છે. ભારતની દક્ષિણે આવેલા તામિલનાડુના પોન્નુર મલાઈ નામના પર્વતીય પ્રદેશમાં ચંપાના વૃક્ષ નીચે આવેલા મોટા પથ્થર ઉપર નકશી કરેલાં પગલાંની જોડ પવિત્ર યાત્રાધામ રૂપે આવેલ છે. આશરે બે હજાર વર્ષ પૂર્વે જેમણે ખૂબ જ પ્રભાવિક તત્ત્વજ્ઞાનના પુસ્તકો લખ્યાં હતાં તેવા મહાન વિચારકના આ પગલાં છે. મહાપંડિતો તથા વિદ્વાનોને એ દિવસ ચોક્કસપણે યાદ હશે જે દિવસે ‘સમયસાર’ નામના આ ઉત્તમ આધ્યાત્મિક પુસ્તકનો તેમને પ્રથમ પરિચય થયો હશે. આચાર્ય કુંદકુંદ એ એક જાણીતા મહાન આચાર્યોમાંના એક હતા. જૈન તત્ત્વજ્ઞાનના પ્રખર જ્ઞાતા અને રચિયતા હતા. એમણે લખેલા ઘણા પુસ્તકોમાંથી નીચેના પાંચ પુસ્તકોને ઉત્તમ આધ્યાત્મિક પુસ્તકો ગણવામાં આવે છે. સમયસાર - જે આત્માની સાચી સમજ આપે છે. પ્રવચનસાર – જે ઉપદેશની સમજ આપતો આધારભુત ગ્રંથ છે. નિયમસાર – જે આચારના નિયમોની સમજ આપતો આધારભૂત ગ્રંથ છે. - પંચાસ્તિકાય - જે પાંચ સનાતન તત્ત્વોની સમજ આપે છે. અષ્ટ પાહુડ (આઠ ભાગ) - આઠ પાઠોનો સંચય જેમાં જૈન તત્ત્વજ્ઞાન, કર્મવાદ, સ્યાદ્વાદ વગેરેની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. એમના બધાં લખાણ અર્ધમાગધી પ્રાકૃતને મળતી આવતી શૌરસેની પ્રાકૃત ભાષામાં લખેલાં છે. જૈન વિચારોને ચોક્કસ સંબંધ અને માળખામાં ગોઠવવાની શૈલી એમની આગવી પ્રતિભાનું પરિણામ છે. આ એક એવી વિલક્ષણ શૈલી હતી કે એમના શિષ્યો તયા બીજા વિદ્વાનોએ લખેલાં પુસ્તકો એમના નામે ચઢાવી દેવામાં આવે છે. દિગંબર પરંપરા પોતાને કુંદકુંદ અન્વય તરીકે ઓળખાવે છે. તમામ જૈન પરંપરાના વિદ્વાનો તેમના પુસ્તકો ઊંડા આદરથી ભણે છે. જૈન થા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય કુંદકુંદ એમનો જન્મ ઈ.સ.ની પહેલી સદીમાં દક્ષિણ ભારતના કૌડા-કડા ગામમાં થયો હતો. કુંદકુંદ પ્રાચીન નંદી સંઘ સાથે સંકળાયેલા તા, જેમાં મોટે ભાગે નામ પાછળ ‘નંદી’ લાગતું. જૈન સાધુ બન્યા પછી તેમનું નામ પદ્મ-નંદી હતું પણ તેઓ તેમના જન્મના સ્થળથી ઓળખાતા. 12 અંગ આગમ અને 14 પૂર્વના સંપૂર્ણ જ્ઞાતા એવા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીના તેઓ શિષ્ય હતા. પુણ્ય શ્રાવક કથા કોશ પ્રમાણે તેઓ તેમના આગલા ભવમાં ગાયોના ગોવાળ હતા, અને તેણે પ્રાચીન ગ્રંથો સાચવ્યા હતા. આ કારણે વિહાર કરતા સાધુઓના આશીર્વાદ તેને પ્રાપ્ત થયા હતા. આચાર્ય કુંદકુંદના સઘન અભ્યાસ અને નૈતિક ચારિત્ર્યના પ્રભાવથી રાજા શિવકુમાર જેવા તેમના શિષ્યો થયા હતા. તેમનું જીવન એક દંતકથા જેવું હતું. તેમના વિશે એવું પણ કહેવાતું કે તેઓ હવામાં પણ ચાલી શકતા હતા. કુંદકુંદનો પ્રભાવ જૈનધર્મ સિવાય પણ બધે હતો. તેમનું લાઘવયુક્ત મિતાક્ષરી જૈન સાહિત્ય અનન્ય છે. રચનાત્મક સાહિત્યની આચાર્ય કુંદકુંદ શક્તિને કારણે તેઓ આધુનિક સિદ્ધાંતો પણ જૈનધર્મથી સમજાવતા. કુંદકુંદની વિદ્વતા અને વાદ-વિવાદની શક્તિને કોઈ પડકારી ન શકતું એટલું જ નહિં પણ જૈનધર્મના તત્ત્વજ્ઞાનને એમના જેટલી સહજતાથી કોઈ સમજાવી પણ ન શકતા. આચાર્ય કુંદકુંદને માનથી સહુ “અંધકાર યુગનો પ્રકાશ” કહેતા. એમના પુસ્તક સમયસારની ઘણી બધી ટીપ્પણો સંસ્કૃત અને અન્ય આધુનિક ભાષાઓમાં લખાયેલ છે. આ સદીમાં પણ બનારસીદાસ, તરણસ્વામી, શ્રીમદ્ રાજચંદ્ર તથા ગુરુદેવ કાનજીસ્વામી જેવા આગેવાનો તથા વિદ્વાનો ‘સમયસાર’ થી ખૂબ જ પ્રભાવિત થયેલ છે. જૈન કથા સંગ્રહ 53