Book Title: Kundakunda Acharya
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ 52 ગણધરો અને આચાર્યો ૧૦. આચાર્ય કુંદકું मंगलं भगवान वीरो, मंगलं गौतमो गणि । मंगलं कुन्दकुन्दार्यो, जैन धर्मोस्तु मंगलं ॥ મહાન આધ્યાત્મિક સંત આચાર્ય કુંદકુંદ જૈન પરંપરામાં બહુ ઊંચું સ્થાન ધરાવે છે. માંગલીક કાર્યની શરૂઆતમાં ભગવાન મહાવી૨ અને મહાન ઉપદેશક ગૌતમ ગણધરના પછી તેમનું નામ લેવાય છે. દિગંબર જૈનો દરરોજ ધાર્મિક પાઠ શરૂ કરતાં પહેલાં આ ત્રણ મહાન વિભૂતિઓને ભક્તિભાવપૂર્વક યાદ કરે છે. જૈન સાધુ કુંદકુંદાચાર્યની પ્રણાલિમાં પોતાને સમાયેલા જોઈને અહોભાવ અનુભવે છે. ભારતની દક્ષિણે આવેલા તામિલનાડુના પોન્નુર મલાઈ નામના પર્વતીય પ્રદેશમાં ચંપાના વૃક્ષ નીચે આવેલા મોટા પથ્થર ઉપર નકશી કરેલાં પગલાંની જોડ પવિત્ર યાત્રાધામ રૂપે આવેલ છે. આશરે બે હજાર વર્ષ પૂર્વે જેમણે ખૂબ જ પ્રભાવિક તત્ત્વજ્ઞાનના પુસ્તકો લખ્યાં હતાં તેવા મહાન વિચારકના આ પગલાં છે. મહાપંડિતો તથા વિદ્વાનોને એ દિવસ ચોક્કસપણે યાદ હશે જે દિવસે ‘સમયસાર’ નામના આ ઉત્તમ આધ્યાત્મિક પુસ્તકનો તેમને પ્રથમ પરિચય થયો હશે. આચાર્ય કુંદકુંદ એ એક જાણીતા મહાન આચાર્યોમાંના એક હતા. જૈન તત્ત્વજ્ઞાનના પ્રખર જ્ઞાતા અને રચિયતા હતા. એમણે લખેલા ઘણા પુસ્તકોમાંથી નીચેના પાંચ પુસ્તકોને ઉત્તમ આધ્યાત્મિક પુસ્તકો ગણવામાં આવે છે. સમયસાર - જે આત્માની સાચી સમજ આપે છે. પ્રવચનસાર – જે ઉપદેશની સમજ આપતો આધારભુત ગ્રંથ છે. નિયમસાર – જે આચારના નિયમોની સમજ આપતો આધારભૂત ગ્રંથ છે. - પંચાસ્તિકાય - જે પાંચ સનાતન તત્ત્વોની સમજ આપે છે. અષ્ટ પાહુડ (આઠ ભાગ) - આઠ પાઠોનો સંચય જેમાં જૈન તત્ત્વજ્ઞાન, કર્મવાદ, સ્યાદ્વાદ વગેરેની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. એમના બધાં લખાણ અર્ધમાગધી પ્રાકૃતને મળતી આવતી શૌરસેની પ્રાકૃત ભાષામાં લખેલાં છે. જૈન વિચારોને ચોક્કસ સંબંધ અને માળખામાં ગોઠવવાની શૈલી એમની આગવી પ્રતિભાનું પરિણામ છે. આ એક એવી વિલક્ષણ શૈલી હતી કે એમના શિષ્યો તયા બીજા વિદ્વાનોએ લખેલાં પુસ્તકો એમના નામે ચઢાવી દેવામાં આવે છે. દિગંબર પરંપરા પોતાને કુંદકુંદ અન્વય તરીકે ઓળખાવે છે. તમામ જૈન પરંપરાના વિદ્વાનો તેમના પુસ્તકો ઊંડા આદરથી ભણે છે. જૈન થા સંગ્રહ

Loading...

Page Navigation
1 2