Book Title: Kotharanu Gaganchumbi Jinalaya Author(s): Jaybhikkhu Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 2
________________ httળનbishoneselegesteronesthesed him to sololof dissolve +sts « [૬] ક.bensoon હાથ એટલે પરિશ્રમ કરવાની પૂરી તૈયારી. કામ એને મન કોઈ હલકું નહિ. કામ કરતાં કામચોરી નહિ. કામ કરતી વખતે દામ સામે જોવાનું નહિ ! કામ, કામ ને કામ ! વેલાના પિતાનું નામ માલુ શા. માલુ શા મધ્યમ વર્ગના માણસ. મહિને દશ રૂપિયાનો પગાર પેઢી પરથી મળે. પોતાનું, પિતાના કુટુંબનું એનાથી પોષણ કરે. સગાવહાલાને ભીડ પડે ત્યારે પડખે ઊભું રહે. મિત્રોને વખતે ટેકો કરે. અને આમ કરવા છતાં, બાર મહિને સાધુસંત જમાડે, ડું દાન કરે. એકાદ તીર્થયાત્રા કરે. દેવું કરવું ને દુશ્મનને ઘરમાં ઘાલ, બંને બરાબર. વૈદ, દાક્તરને તે એ જમાને જ નહિ! કાળી જીરી ને એરંડિયું એ દવાઓ! મોટા રેગમાં ડામ એ મહા ઔષધ ! સપાટ ભૂમિ પર વહેતાં સરિતાજળ જેવું શાંત જીવન. છાપાં એ વખતે નહિ, એટલે ગામની ફિકરમાં દુબળા કેઈ થાય નહિ! માલુ શાના શાંત ઠાવકા જીવનમાં વેલે મહા તોફાની નીકળે. એ ઘરમાં સમાય નહિ. ગામમાં પિષાય નહિ. એને જાણે આ દુનિયા સાંકડી લાગે, અને ખીલે બાધેલા હેરની જેમ એ ગળાની રસ્સી તેડાવવા પ્રયત્ન કરે ! માલુ શા કંટાળ્યા. વેલે એમની આબરુને ઓછી કરે એવો લાગે. પિતાના સાળા મુંબઈ હતા, તેમને પત્ર લખીને જણાવ્યું. મામાએ લખ્યું: “સાગરના જીવને સરિતાનાં જળ ફાવતા નથી. વેલાને વહાણમાં મુંબઈ મોકલે.” મુંબઈની મુંબાદેવીએ ઘણાના તકદીરની તસ્વીરો ફેરવી નાખી હતી. વેલે વહાણે ચડ્યો ! વહાણના તોફાની તરંગ જોઈ એને શાંતિ વળી ! હાશ ! ગામડાના મૃત જીવન કરતાં સાગરના આ તરંગોમાં રમતું મેત મને વધુ રૂપાળું લાગે છે. વેલે મુંબઈ બંદરે ઊતર્યો ! એહ! કેટલી વિશાળ દુનિયા ! ક્યાં સ્મશાન જેવું સાંકડું પિતાનું સ્થાન અને ક્યાં આભના પેટ જેવું મુંબઈ ! - વેલે નાચી રહ્યો. મામાએ નાચ્યા વગરના આખલા જેવા વેલાને નાથ નાખી. એને ભણવા બેસાડ્યો. એ વખતનું વેપારીના દીકરાનું ભણતર કાચું નામું ને પાકું નામું ! બાકી દુકાનનું કામ કરે, પુંજે ને ઉઘરાણી. રોજના વીસેક માઈલ પગ નીચેથી સામાન્ય રીતે પસાર થઈ જાય ! (2) આ શ્રી આર્ય કયાદાગોત્તમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5