Page #1
--------------------------------------------------------------------------
________________
કોઠારાનું ગગનચુંબી ભવ્ય જિનમંદિર
જેમની કીર્તિગાથા ઉચ્ચારી રહ્યું છે, તે કચ્છના શાહ સેદાગર શેઠ વેલ શાહ
– શ્રી જયભિખુ
[ ગુજરાત તથા સૌરાષ્ટ્રની સાથે સંબંધ ધરાવતે કચ્છ પ્રદેશ તેની શરવીર, દાનવીર તથા સાહસિક કચ્છી પ્રજાનાં શીય તથા સાહસની ગાથાઓ ગાઈ રહ્યો છે. તેમને અબડાસાને પ્રદેશ દશા ઓશવાળ વણિકોની જન્મભૂમિ. મુંબઈ કલકત્તા તથા દેશ-પરદેશના વ્યાપાર ખેડનારા એ સાહસિક વ્યાપારીઓએ કેવળ લ૯મી કમાઈ જાણી નથી, ખરચી પણ જાણી છે. ભક્તિ, ધર્મભાવના, પરોપકાર તથા પરમાર્થના કાર્યોમાં તે શાહ સોદાગરે એ લક્ષ્મીને પાણીની જેમ વાપરે છે. શેઠ નરશી નાથા, શેઠ નરશી કેશવજી જેવા નરરતનોએ ઉદારતા તેમ જ ધર્મભાવનાથી શ્રી સિદ્ધગિરિજી જેવાં તીર્થ સ્થળોમાં ભવ્ય ગગનચુંબી જિનાલય બંધાવી વિશાળ ધર્મશાળાઓ બંધાવી, પિતાની લક્ષ્મીને સફળ બનાવી છે. અબડાસામાં નળિયાના વિશાળ જિનમંદિરનાં દર્શન કરતાં શેઠ શ્રી નરશી નાથાની ઉદારતા, ધર્મશ્રદ્ધા તથા પ્રભુભક્તિને હાથ જોડવાનું દિલ થાય છે. આ જ રીતે કોઠારામાં ગગનચુંબી અને ભવ્ય, શ્રી સિદ્ધગિરિજી તીર્થની ટૂંક જેવું જિનમંદિર બંધાવવામાં જે ભાગ્યશાળી શાહ સોદાગરે પોતાની શ્રદ્ધા, સમર્પણ, સભાવ તથા ભક્તિભાવના તેમ જ આદમભોગનો ઉજવલ ઇતિહાસ સર્જ્યો છે, પૈસા ઉદારતાપૂર્વક હાથના મેલની જેમ ખર્ચો છે, તે શેઠ વેલ માલ શાહના જીવનની કહાણી ભવ્ય, હૃદયંગમ શૈલીમાં મહાગુજરાતના પ્રસિદ્ધ વાર્તા લેખક અહીં રજૂ કરે છે. ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા આ લેખ, તેના લેખકના સૌજન્ય ભાવને સ્વીકારવાપૂર્વક અને અહીં પ્રસિદ્ધ કરીએ છીએ.
- સંપાદક]
કચ્છ કોઠારાને એક કરો. વેલ એનું નામ. રૂપાળાં ને કાવ્યભર્યા નામનો એ યુગ જ નહિ. લેકનું ભણતર પણ સાવ સામાન્ય ! રળતર માટે તેઓ માને કે હૈયું અને હાથ બે વસ્તુ જોઈએ !
હૈયું એટલે હિંમત જોઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં હારવાની વાત નહિ. નિરાશ થવાની નિયત નહિ. કાયપણું તો પાસે ટુ કે જે ક્યાંથી?
એ આર્ય કયાણા ગૌતમસ્મૃતિ ગ્રંથ ઉE
Page #2
--------------------------------------------------------------------------
________________
httળનbishoneselegesteronesthesed
him to sololof dissolve
+sts
«
[૬] ક.bensoon
હાથ એટલે પરિશ્રમ કરવાની પૂરી તૈયારી. કામ એને મન કોઈ હલકું નહિ. કામ કરતાં કામચોરી નહિ. કામ કરતી વખતે દામ સામે જોવાનું નહિ ! કામ, કામ ને કામ !
વેલાના પિતાનું નામ માલુ શા. માલુ શા મધ્યમ વર્ગના માણસ. મહિને દશ રૂપિયાનો પગાર પેઢી પરથી મળે. પોતાનું, પિતાના કુટુંબનું એનાથી પોષણ કરે. સગાવહાલાને ભીડ પડે ત્યારે પડખે ઊભું રહે. મિત્રોને વખતે ટેકો કરે. અને આમ કરવા છતાં, બાર મહિને સાધુસંત જમાડે, ડું દાન કરે. એકાદ તીર્થયાત્રા કરે. દેવું કરવું ને દુશ્મનને ઘરમાં ઘાલ, બંને બરાબર. વૈદ, દાક્તરને તે એ જમાને જ નહિ! કાળી જીરી ને એરંડિયું એ દવાઓ! મોટા રેગમાં ડામ એ મહા ઔષધ !
સપાટ ભૂમિ પર વહેતાં સરિતાજળ જેવું શાંત જીવન. છાપાં એ વખતે નહિ, એટલે ગામની ફિકરમાં દુબળા કેઈ થાય નહિ!
માલુ શાના શાંત ઠાવકા જીવનમાં વેલે મહા તોફાની નીકળે. એ ઘરમાં સમાય નહિ. ગામમાં પિષાય નહિ. એને જાણે આ દુનિયા સાંકડી લાગે, અને ખીલે બાધેલા હેરની જેમ એ ગળાની રસ્સી તેડાવવા પ્રયત્ન કરે !
માલુ શા કંટાળ્યા. વેલે એમની આબરુને ઓછી કરે એવો લાગે. પિતાના સાળા મુંબઈ હતા, તેમને પત્ર લખીને જણાવ્યું.
મામાએ લખ્યું: “સાગરના જીવને સરિતાનાં જળ ફાવતા નથી. વેલાને વહાણમાં મુંબઈ મોકલે.”
મુંબઈની મુંબાદેવીએ ઘણાના તકદીરની તસ્વીરો ફેરવી નાખી હતી. વેલે વહાણે ચડ્યો ! વહાણના તોફાની તરંગ જોઈ એને શાંતિ વળી ! હાશ ! ગામડાના મૃત જીવન કરતાં સાગરના આ તરંગોમાં રમતું મેત મને વધુ રૂપાળું લાગે છે.
વેલે મુંબઈ બંદરે ઊતર્યો ! એહ! કેટલી વિશાળ દુનિયા ! ક્યાં સ્મશાન જેવું સાંકડું પિતાનું સ્થાન અને ક્યાં આભના પેટ જેવું મુંબઈ ! - વેલે નાચી રહ્યો. મામાએ નાચ્યા વગરના આખલા જેવા વેલાને નાથ નાખી. એને ભણવા બેસાડ્યો. એ વખતનું વેપારીના દીકરાનું ભણતર કાચું નામું ને પાકું નામું ! બાકી દુકાનનું કામ કરે, પુંજે ને ઉઘરાણી. રોજના વીસેક માઈલ પગ નીચેથી સામાન્ય રીતે પસાર થઈ જાય !
(2) આ શ્રી આર્ય કયાદાગોત્તમ સ્મૃતિગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
ક8.4
4 vie.
ન.
l*dlesl»»l»l»l-slsess.ssld..tfs.sslessed oldest blesse.desel•
••••••••••••••[
9]
પિતા માલુ શાને પુત્રની ચિંતા હતી. એના મામાને પત્ર આવ્યો કે, વેલાને હવે દુકાન કરી આપવી છે. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર ને કનિષ્ઠ નોકરી ! ખેતીના તે જગ નહોતા ને નોકરી ગમતી નહતી !
પિતા માલુ શાએ રૂપિયા એક હજારની હૂંડી મોકલી. મામાએ માંડવી બંદર પર, કાળા બજારમાં વેલાને કાથીની દુકાન કરી આપી.
કાથીને વેપાર ! સામાન્ય માણસને એનું કંઈ મહત્વ ન લાગે, પણ સામાન્યમાંથી વિશિષ્ટતામાં પ્રવેશનાર આ લેકે હતા. નીસરણીના એકએક પગથિયે ઊતર ચઢનારા હતા. પહેલે વર્ષે રૂપિયા સો ની કમાણી કરી.
વેલે અ વેપારી થઈ ગયે ! પણ એની નજર સામે અનંત જળરાશિભર્યો સાગર નર્તતે હતા. એ તરંગો પર સફર ખેડતાં વહાણે એના દષ્ટિપથને આવરી લેતાં. દુકાનમાં બે વેલે જાણે વહાણની લાંબી સફર ખેડવાના દીવાસ્વપ્ન માણ.
વેલાએ ધંધાને વિસ્તાર કર્યો. કાથીના બદલે વહાણનાં દોરડાંનો વેપાર વધાર્યો. કમાણ વધી. મા-બાપને સંતાપ આપનાર સુપુત્રે માતાપિતાને તીર્થયાત્રા કરાવવા માંડી.
માતાપિતા વેલાને પરાક્રમી નીવડેલે જોઈ રાજી થયાં. વેલાઓ હવે મલબારથી માલ મંગાવીને વેચવા માંડે, વહાણના મોટા રસ્તાઓને વેપાર આરંભે.
આ ધંધામાં મોટા મોટા વહાણવટીઓ સાથે પિછાન થઈ. દેશ પરદેશની વાતે એની પાસેથી સાંભળવા મળી !
વેલાના પરાક્રમનો ઘડો થનગની રહ્યો. એ કલ્પનાની પાંખે ઊડવા લાગ્યા, ને પરદેશે ને બજારમાં ધૂમ વેપાર જમાવવા લાગ્યા.
અલકાસમ કરીને બસરાના એક વહાણવટી સાવે વેલા શાને પિછાન થઈ. એ વખતે વહાણે ઘણાં ફરતાં, પણ એમાં સાચાં વેપારી વહાણ ક્યાં, અને ચાંચિયાગીરી કરનારા વહાણ કયાં, એની તપાસ મુશ્કેલ હતી.
લેકે વેલા શાને ડરાવતા : “જે જે ભલા માણસ ! લાખના બાર હજાર ન કરતે. એના કરતાં આ થડાને શાંતિભર્યો ધંધે શું ખોટો છે ?”
પણ જેની નસમાં સાહસ છે, એ નરકેસરીએ કદી આવી વાતેથી નરમ પડતા નથી. એમના પરાક્રમને એથી પાંખ ફૂટે છે.
આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથ કઈES
SE
Page #4
--------------------------------------------------------------------------
________________
[9] sachchha bhosh
વેલાએ બસરાવાળા અલકાસમ સાથે ગોઠવણ કરી. જે મૂડી હતી એમાંથી કાપડ, અનાજ, ગરમ મસાલા ખરીદ કર્યાં.
સ્નેહીએ હજી શિખામણ આપી રહ્યાં હતાં : વેલા ! લાખના ખાર હજાર ન કર !” પણ માને તે વેલેા નહિ!
સંવત ૧૮૯૨નું એક પ્રભાત ખીલતું હતું અને એ વહાણુ પર ચડી ગયા. વહાણ હાંકયું !
sta dastasta sa stasta sta sta ste sa stasta destasta dad
દરિયાના ઉછળતા લેાટ પર લેાકહૃદય લઈને વેલા શા બેઠા. એડન ગયું, હેાડેડા ગયું, ખસરા ગયું !
પણ ચતુર વેલે શાને અલકાસમના હૈયામાં એરુ અને વીછી ફૂંફાડા મારતા ભાસ્યા. એની મરજી વહાણને કઈ પણ ચાંચિયા બંદરે લઈ જઈ માલ લૂટાવી દેવાની હતી. વેલા શા ખૂબ ડર્યાં, પણ હૈયું હાથ રાખી રહ્યા. આ વખતે એ પેાતાના ઇષ્ટદેવને સ્મરી રહ્યા.
પુરુષાથી એનાં પ્રારબ્ધ પણ અજમ હોય છે. એ વખતે પડખેથી એક અંગ્રેજી મનવાર નીકળી.
વેલા શાએ ભ્રમ પાડી અને પાસે ખેલાવી. અંગ્રેજ કપ્તાને તરત મનવાર પાસે લીધી ને વેલેા શાને કારણ પૂછ્યું'. વેલેાશાએ માર્મિક ભાષામાં પોતાની વાત કરી દીધી.
અંગ્રેજ કપ્તાને અલકાસમને ઉધડો લીધા. કહ્યું : · સીધે સીધા વેપારી બંદરે હુંકારી જાએ. જો આડાઅવળા ગયા છે, તે ખબર લઈ નાખીશ. ’
અલકાસમ ઢીલેા પડી ગયા. લાલ આંખા કાઢતે અંગ્રેજ કપ્તાન ચાલ્યા ગયા. પણ હવે વેલા શાને વિપદ હતી. અલકાસમ વિફરી બેસે તે ? વેલે શાએ વાણિયા વિદ્યાથી વાત કરતાં કહ્યુ’:
· અલકાસમભાઈ ! આપણી દોસ્તીને આ ગેારા શુ' સમજે? એને તે વહેમ પડયે ને તમને કહ્યું. જરા ય મનમાં ન રાખશે. મેં એને નિરાંત થાય તેમ કહ્યું છે. એની પાસે તાર વગરના ટેલિફોન છે. મેં કહ્યું કે, એવું કઈક હશે તેા તરત ખબર આપીશ.
અલકાસમ ડાહ્યો થઈ ગયા. એને લાગ્યું કે, આ વાણિયાને છેતરવા જેવા નથી. એ મિત્રે બની રહ્યા.
શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ
'
Page #5
--------------------------------------------------------------------------
________________ destodetestaustedesode stedestestostestastasestesteste decadde dadesastostese do debe seededossesstestosteste sastosta stato sostestato detestade l વેલા શાએ વેપારમાં તેને પણ થોડો ભાગ રખા. પિતે અરબી ભાષાનો અભ્યાસ કર્યો. ભાષાના વાહન દ્વારા એનો ધંધે ખૂબ વળે. મોખા, એડન અને બસરાના વેપારીઓ સાથે ઘર જેવો સબંધ કર્યો. આડતે બાંધી મોલ વેચ્યો ને લીધે. આઠ મહિનાની એક ખેપમાં કેરા રૂપિયા અગિયાર હજાર કમાઈને વેલે શા મુંબઈ પાછા ફર્યા. અને હવે વેલા શાએ દેશ-પરદેશના પાણી પીવા માંડ્યા. વેપાર ખેડવા માંડ્યો. લક્ષ્મીના ચરણે ઘરમાં ચેટી ગયાં. પણ આ બધા લક્ષ્મીદાસે નહોતા કે, લમીના દાસ્યમાં જીવન વેડફી નાખે. આ બધા લક્ષ્મીપતિઓ હતા. નાવમાં પાણી વધ્યું કે, બબ્બે હાથે ઉલેચવા લાગે! લઈ જાઓ ! લેતા જાઓ ! આવ્યું કે વાપર્યું. વાપર્યું એ આપણું, રાખ્યું એ પારકું ! “કાં નર ભીંતડે કે કાં નર ગીતડે એ કામથી અમર થતા. વેલા શાએ સાગરપારથી દષ્ટિ ખેંચીને મુંબઈ પર માંડી અને મુંબઈ પરથી હઠાવીને પોતાના વતન કરછ કેરઠારા પર મૂકી ! કચ્છ કોઠારામાં મારા ઈષ્ટદેવનું એક સુંદર કળામય મંદિર બાંધું. સં. ૧૯૧૪માં વેલા શાએ પ્રારંભ કર્યો ને સં. ૧૯૧૮માં મંદિરની પૂર્ણાહુતિ કરી. અભૂત મંદિર સરજાયું ! અજબ કોતરકામ એમાં આલેખાયું. આજે પણ વેલા માલના નામે પ્રખ્યાત મંદિરને જોનાર સહસા મસ્તક નમાવે છે! શું ધર્મપ્રીતિ ! આ મંદિરની પ્રતિષ્ઠા વખતે વેલા શાએ હજારે માણસેને સંઘ કાઢો. આ વખતે એમની મિલક્ત ઓછામાં ઓછી પચાસ લાખની અંકાતી. હજારો માણસ એમાં જોડાયા. દિવસે સુધી ગામને ધુમાડો બંધ કરાવ્યું. ગામમાં કઈ રાધે નહિ ! ऐस मरणा पमुच्चई, से हु दिमऐ मुगी लेग सि परम दसी। - શ્રી આચાર સૂત્ર જે મુનિ છે, અર્થાત્ સમ્યમ્ વિજ્ઞાન અને અનુષ્ઠાન સ્વરૂપ મોક્ષ માર્ગમાં નિશ્ચલ છે, સંસારભયને સ્મૃતિમાં રાખે છે અને આખા જગતના અગ્ર ભાગ પર અવસ્થિત મોક્ષ સ્થાન પર સતત દષ્ટિ રાખે છે, તે નિષ્કામ અવસ્થા પામી મૃત્યુ એટલે સંસારથી મુક્ત થાય છે. શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ છે કે,