Book Title: Karupur prakarno Rachnakal
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ કપૂરપ્રકર'નો રચનાકાળ નૈતિક ઉપદેશ ઉદેશિત, કથાપ્રતીકાત્મક સૂક્તાવલીયુક્ત પદ્યો ધરાવતી શ્વેતાંબર જૈન રચનાઓમાં “કપૂરપ્રકર' એક, પ્રમાણમાં અલ્પજ્ઞાત પરંતુ ધ્યાન ખેંચે તેવી, રચના છે. વિવિધ સંસ્કૃત વૃત્તોમાં નિબદ્ધ આ સરસ, સુકું, અને પ્રસન્નકર કૃતિ ઘણા સમયથી દુષ્પાપ્ય બની છે. અનુગુપ્તકાલીન શ્વેતાંબર આચાર્ય ધર્મદાસગણિની પ્રાકૃત રચના ઉપદેશમાલા અને એ જ કાળમાં મૂકી શકાય તેવી યાપનીય સંઘના અગ્રણી શિવાર્યની આરાધનાની જેમ અહીં પણ નીતિપ્રવણ સૂક્તોને, જૈન સાહિત્યમાં તેમ જ લૌકિક વ્યવહારમાં (અને પૌરાણિકાદિ સાહિત્યમાં) જાણીતા દષ્ટાંતરૂપ સારા કે નરસા પાત્રોના ઉલ્લેખ સાથે, અનાયાસે ગૂંથી લીધાં છે. કુલ ૧૭૯ પદ્યોમાં નિબદ્ધ આ મનોહર કૃતિના આરંભ અને અંતનાં પદ્યો આ પ્રમાણે છે : कर्पूरप्रकरः शमामृतरसे वक्त्रंदुचंद्रातपः शुक्लध्यानतरुप्रसूननिचयः पुण्याब्धिफेनोदयः ॥ मुक्तिश्रीकरपीडनेच्छसिचयो वाक्कामधेनोः पयो, व्याख्यालक्ष्यजिनेशपेशलरदज्योतिश्चयः पातु वः ॥१॥ અને श्री वज्रसेनस्य गुरोस्त्रिषष्टिसारप्रबंधस्फुटसगुणस्य ! | शिष्येण चके हरिणेयमिष्टा, सूक्तावली नेमीचरित्रकर्ता ॥१७९|| અંતિમ પદ્યમાં કવિએ પોતાનો ત્રિષષ્ઠિસારપ્રબંધ-ક એવા વજસેનગુરુના શિષ્ય “હરિ રૂપે પરિચય આપ્યો છે, અને રચનાને સૂક્તાવલી અભિધાન આપ્યું છે, કપૂરપ્રકર નહીં. પરંતુ જેમ બૃહદ્ગચ્છીય સોમપ્રભાચાર્યની એક અત્યંત પ્રસિદ્ધ ઉપદેશપ્રવણ રચના સૂક્તમુક્તાવલી એના ઉપોદ્યાત પદ્યના આદિમ શબ્દોથી સિંદૂરપ્રકર નામથી સુવિદ્યુત બની છે તેમ આ રચનાને પણ તેના પ્રારંભના શબ્દો પરથી પૂરપ્રકર એવું અભિધાન મળી ગયું છે, અને પછીથી તો તે જ વિશેષ પ્રચારમાં રહ્યું હોય તેમ લાગે છે. કર્તા હરિ કવિ પોતાની એક અન્ય રચના નેમિચરિત્ર હોવાનું જણાવે છે; પણ પ્રસ્તુત રચના હજી સુધી મળી આવી નથી. કર્તાએ પોતાનાં ગણ-ગચ્છ, કે ગુરુ વજસેનની ગુર્નાવલી દીધાં નથી. કદાચ આ કારણસર (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈ કર્તાના સમય વિશેના અવલોકનમાં જણાવે છે કે “તેમનો સમય નિર્ભીત થઈ શકયો નથી. નિ, ઐ. ભા૧-૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5