Book Title: Karupur prakarno Rachnakal
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249366/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કપૂરપ્રકર'નો રચનાકાળ નૈતિક ઉપદેશ ઉદેશિત, કથાપ્રતીકાત્મક સૂક્તાવલીયુક્ત પદ્યો ધરાવતી શ્વેતાંબર જૈન રચનાઓમાં “કપૂરપ્રકર' એક, પ્રમાણમાં અલ્પજ્ઞાત પરંતુ ધ્યાન ખેંચે તેવી, રચના છે. વિવિધ સંસ્કૃત વૃત્તોમાં નિબદ્ધ આ સરસ, સુકું, અને પ્રસન્નકર કૃતિ ઘણા સમયથી દુષ્પાપ્ય બની છે. અનુગુપ્તકાલીન શ્વેતાંબર આચાર્ય ધર્મદાસગણિની પ્રાકૃત રચના ઉપદેશમાલા અને એ જ કાળમાં મૂકી શકાય તેવી યાપનીય સંઘના અગ્રણી શિવાર્યની આરાધનાની જેમ અહીં પણ નીતિપ્રવણ સૂક્તોને, જૈન સાહિત્યમાં તેમ જ લૌકિક વ્યવહારમાં (અને પૌરાણિકાદિ સાહિત્યમાં) જાણીતા દષ્ટાંતરૂપ સારા કે નરસા પાત્રોના ઉલ્લેખ સાથે, અનાયાસે ગૂંથી લીધાં છે. કુલ ૧૭૯ પદ્યોમાં નિબદ્ધ આ મનોહર કૃતિના આરંભ અને અંતનાં પદ્યો આ પ્રમાણે છે : कर्पूरप्रकरः शमामृतरसे वक्त्रंदुचंद्रातपः शुक्लध्यानतरुप्रसूननिचयः पुण्याब्धिफेनोदयः ॥ मुक्तिश्रीकरपीडनेच्छसिचयो वाक्कामधेनोः पयो, व्याख्यालक्ष्यजिनेशपेशलरदज्योतिश्चयः पातु वः ॥१॥ અને श्री वज्रसेनस्य गुरोस्त्रिषष्टिसारप्रबंधस्फुटसगुणस्य ! | शिष्येण चके हरिणेयमिष्टा, सूक्तावली नेमीचरित्रकर्ता ॥१७९|| અંતિમ પદ્યમાં કવિએ પોતાનો ત્રિષષ્ઠિસારપ્રબંધ-ક એવા વજસેનગુરુના શિષ્ય “હરિ રૂપે પરિચય આપ્યો છે, અને રચનાને સૂક્તાવલી અભિધાન આપ્યું છે, કપૂરપ્રકર નહીં. પરંતુ જેમ બૃહદ્ગચ્છીય સોમપ્રભાચાર્યની એક અત્યંત પ્રસિદ્ધ ઉપદેશપ્રવણ રચના સૂક્તમુક્તાવલી એના ઉપોદ્યાત પદ્યના આદિમ શબ્દોથી સિંદૂરપ્રકર નામથી સુવિદ્યુત બની છે તેમ આ રચનાને પણ તેના પ્રારંભના શબ્દો પરથી પૂરપ્રકર એવું અભિધાન મળી ગયું છે, અને પછીથી તો તે જ વિશેષ પ્રચારમાં રહ્યું હોય તેમ લાગે છે. કર્તા હરિ કવિ પોતાની એક અન્ય રચના નેમિચરિત્ર હોવાનું જણાવે છે; પણ પ્રસ્તુત રચના હજી સુધી મળી આવી નથી. કર્તાએ પોતાનાં ગણ-ગચ્છ, કે ગુરુ વજસેનની ગુર્નાવલી દીધાં નથી. કદાચ આ કારણસર (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈ કર્તાના સમય વિશેના અવલોકનમાં જણાવે છે કે “તેમનો સમય નિર્ભીત થઈ શકયો નથી. નિ, ઐ. ભા૧-૨૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ધૂરપ્રકર પર ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિ શિષ્ય સાગરચંદ્ર(સં. ૧૪૮૯-૧૫૦૫ ? ઈ. સ. ૧૪૩૩-૧૪૪૯) દ્વારા અવચૂર્ણિ-લઘુ ટીકા રચાઈ છે; આથી એટલું તો ચોક્કસ કે રચના ૧૫મા સૈકા પહેલાંની છે. વજસેન વિશે વિચારતાં પ્રસ્તુત નામધારી પાંચેક આચાર્યો શ્વેતાંબર પરંપરામાં થઈ ગયા છે, જેમાંથી ઈસ્વીસનના આરંભકાળના અરસામાં થઈ ગયેલા આર્ય વજના શિષ્ય આર્ય વજસેન અહીં વિવક્ષિત નથી; તેમ જ ૧૫મા શતકના નાગોરી તપાગચ્છના વજસેન, કે પછી વાદીન્દ્ર દેવસૂરિની પરિપાટીમાં થયેલા બૃહગચ્છીયા વજસેન(સં. ૧૩૮૪ ઈ. સ. ૧૩૨૮) પણ સંબંધકર્તા વજસેન હોવાનો સંભવ ઓછો છે. ચોથા વજસેન, બૃહગચ્છીય વાદિ દેવસૂરિના શિષ્ય મહેશ્વરને પાક્ષિકસપ્તતિ પરની એમની સુખપ્રબોધિની-વૃત્તિની રચનામાં સહાયકરૂપે નોંધાયા છે", અને એમનો સમય ઈસ્વીસની ૧૨મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં ઘટી શકે, છેલ્લે પાંચમા વજસેન તપાગચ્છની વડી પોસાળના પ્રવર્તક વિજયચંદ્રસૂરિના શિષ્ય રૂપે, અને પ્રસિદ્ધ આગમિક વૃત્તિકાર ક્ષેમકીર્તિના સાધર્મા રૂપે દેખા દે છે; એમનો સમય પ્રાય: ઈ. સ. ૧૨૫૦-૧૨૮૦ના ગાળામાં પડે. કૃતિમાં રજૂ થયેલ પ્રૌઢીના અધ્યયન બાદ, તેમ જ કેટલાક સાંયોગિક પુરાવાઓના આધારે તેઓ ઉપરકથિત ચોથા યા તો પાંચમા વજસેન હોઈ શકે તેમ પ્રથમ દૃષ્ટિએ લાગે છે; ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા રાજગચ્છીય ધર્મસૂરિ, ખરતરગચ્છીય જિનપતિસૂરિ, અને બૃહદ્ગચ્છીય સોમપ્રભાચાર્યની સમકક્ષ શૈલીનું અહીં અનુસરણ છે. “કપૂરપ્રકર' જેવા ઉપાડની પાછળ સોમપ્રભસૂરિની રચનાના ‘સિંદૂરપ્રકર' શબ્દો અને પ્રણાલી આદર્શરૂપે રહ્યા હોય તો ના નહિ. વસ્તુતયા કૃતિમાં જ તેનો કાળ, તેની પૂર્વ સીમા નિર્ધારિત કરનારાં પ્રમાણો મોજૂદ છે. પદ્યોમાં ઉદાહરણરૂપે જે વ્યક્તિઓનાં નામ ઉલ્લિખિત છે તેમાંના ઘણાખરાં તો પુરાણા જૈન ઇતિહાસ તેમ જ જૈન કથાનકોનાં પાત્રોનાં જ છે; પણ ત્યાં બે ઐતિહાસિક નામો ધરાવતાં સ્થાન એવાં છે કે સાંપ્રત વિષયમાં નિર્ણાયક બને છે. તેમાં એક તો છે યાકિનીસૂનુ હરિભદ્રસૂરિનો, તેમને પ્રવાજિત કરવામાં નિમિત્તભૂત બનનાર શ્રમણી યાકિની મહત્તરાનો, યથા : किं पूज्या श्रमणी न सा श्रुतरसा दुर्बोधहृन्मोहहत्, मात्रासक्तकुबेरदत्तदयिता साध्वीव जातावधिः ॥ धन्या एव चिरंतना व्रतधना अप्याधुनिक्यः शुभा, याकिन्या हरिभद्रवादिमुकुटः सोऽबोधि वाङ्मावतः ॥६९।। આના આધારે આપણા કર્તા નિશ્ચયતયા ઈસ્વીસની આઠમી સદી બાદના ઠરે છે, અને બીજો Page #3 -------------------------------------------------------------------------- ________________ કપૂરપ્રકર'નો રચનાકાળ ૧૭૯ એથીયે વિશેષ મહત્ત્વનો તે “ચૌલુકય” એટલે કે કુમારપાળનો, જેને વિશે ત્યાં આગળ કહ્યું છે કે ક્ષત્રિય હોવા છતાં એણે માંસભક્ષણાદિનો પરિત્યાગ કરી દીધેલો. યથા: नि:स्वत्त्वं निर्दयत्वं विविधविनटनाः शौचनाशात्महानी, अस्वास्थ्यं वैरवृद्धिर्व्यसनफलमिहामुत्र दुर्गत्यवाप्तिः ॥ चौलुक्यक्ष्मापवत्तव्यसनविरमणे किं न दक्षा यतध्वं, जानन्तो माऽन्धकूपे पतत चलत मा दृग्विषाहे: पथा हे ? ॥१०४|| આથી એટલું તો નિશ્ચિત છે કે કર્તા કાં તો કુમારપાળના સમયમાં, કે તે પછી બહુ દૂર નહિ તેવા સમયમાં થઈ ગયેલા. આ કારણસર પીછાનમાં ઉપરના બેમાંથી એક વજર્સનકાં તો તપાગચ્છીય અને કાં તો બૃહદ્રગચ્છ સાથે સંકળાયેલા–મુનિને પસંદ કરવા પડશે. તપાગચ્છીય મુનિ વજસેન જો કે ક્ષેમકીર્તિ સરખા સુયોગ્ય વિદ્વાન અને સમર્થ વૃત્તિકારના ગુરુબંધુ છે; પણ પ્રસ્તુત વજનની કૃતિઓ સંબંધમાં કશું જ જાણમાં નથી, જયારે બૃહદ્ગચ્છીય મહેશ્વરસૂરિના વૃત્તિ-સર્જન સહાયક વજસેનના શાસ્ત્રજ્ઞાન ઉપરાંત સંસ્કૃત પરના પ્રભુત્વ સંબંધમાં જોરદાર ગવાહી આપોઆપ મળી રહે છે. આ કારણસર, તેમ જ હરિ કવિની ૧૨મા શતકની સરાસરી પ્રૌઢીને ધ્યાનમાં લેતાં, કપૂરપ્રકારના કર્તા રૂપે, હાલ અજ્ઞાત એવા કોઈ અન્ય જ વજસેન-શિષ્ય સંબંધમાં પ્રમાણ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી તો ૧૨મી સદીવાળા વજસેનનો જ સમય-વિનિશ્ચયમાં ઉપયોગ કરીએ તો કોઈ આપત્તિ દેખાતી નથી. તદન્વયે કપૂરપ્રકરનો રચનાકાળ ઈ. સ. ૧૧૮૦-૧૨૩૦ના ગાળામાં મૂકી શકાય. લેખનનું મૂળ કથન તો અહીં પૂરું થાય છે; પણ સિંદૂરપ્રકર અપરનામ સોમશતક વા સૂક્તમુક્તાવલીના કર્તુત્વ વિશે કેટલીક સ્પષ્ટતા જરૂરી બની રહે છે. પ્રસ્તુત ગ્રંથની દિગંબર સંપ્રદાયમાં પણ માન્યતા હોવાનું કહેવાય છે; કદાચ એથી જ તો દિગંબર વિદ્વાન ગુલાબચંદ્ર ચૌધરીએ તેને શ્વેતાંબર સોમપ્રભાચાર્યની ગણાવવાને બદલે “અજ્ઞાતકર્તૃક” ઘટાવી છે. પણ પહેલી વાત તો એ છે કે કૃતિના અંતિમ પદ્યોમાં કર્તાએ પોતાનો પરિચય આપ્યો જ છે, જે કૃત્રિમ નથી કેમ કે જે શૈલીમાં પૂર્વનાં ૯૮ પદ્યો રચાયાં છે તે જ શૈલીમાં છેલ્લાં બે પડ્યો છે જે નીચે મુજબ છે, યથા : सोमप्रभाचार्यमभा च यन्न, पुंसां तमःपङ्कमपाकरोति ॥ तदप्यमुष्मिन्नुपदेशलेशे, निशम्यमानेऽनिशमेति नाशम् ॥१९॥ अभजदजितदेवाचार्यपट्टोदयाद्रि-धुमणिविजयसिंहाचार्यपादारविन्दे । मधुकरसमतां यस्तेन सोमप्रभेण, व्यरचि मुनिपराज्ञा सूक्तमुक्तावलीयम् ॥१००। આ છેલ્લાં બે પઘો કાઢી નાખીએ તો સિંદૂરપ્રકરનું “શતક” રૂપ નષ્ટ થઈ જાય; એ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખસમુચ્ચય-૧ કારણસર પણ એ પદ્યોની ઉપસ્થિતિ અનિવાર્ય બને છે; અને અંતિમ પઘોમાં કર્તા પોતાનાં નામાદિ પ્રકટ કરે તે પણ કાવ્યપરિપાટીમાન્ય વસ્તુ છે. ૧૮૦ તદતિરિક્ત કપૂરપ્રકરની જૂનામાં જૂની પ્રતો પણ ઠીક સંખ્યામાં શ્વેતાંબર જૈન ભંડારોમાં જ મળે છે. વિશેષમાં તેના પર રચાયેલ ત્રણ ટીકાઓ—ખરતરગચ્છીય ચારિત્રવર્ધનની સં. ૧૫૦૫ - ઈ. સ. ૧૪૪૯ની, બાદ એ જ ગચ્છના જિનસાગરસૂરિના શિષ્ય ધર્મચંદ્રગણિની (ઈસ્વીસન્ના ૧૫મા સૈકાનું આખરી ચરણ), અને ૧૭મા શતકના આરંભે નાગોરી-તપાગચ્છીય ચંદ્રકીર્તિ-શિષ્ય હર્ષકીર્ત્તિ ગણિત્ની શ્વેતાંબર કર્તાઓની જ છે. સોમપ્રભાચાર્યના સ્વકીય જિનધર્મપ્રતિબોધ(પ્રાકૃત)માં તેનાં કેટલાંક પઘો ઉદ્ધૃત પણ કર્યાં છે; બન્ને વચ્ચે વિષય-વસ્તુ તેમ જ સારવારમાં સમાનતા પણ છે. આમ તો કૃતિમાં પ્રસ્તુત થયેલ કેટલાયે ભાવો જૈનોના બન્ને સંપ્રદાયોને માન્ય છે; પણ કૃતિમાં જિનપૂજા પર અને તેના ફળ પર અપાયેલું વિશેષ જોર, આગમને અપાયેલ મહત્ત્વ ઇત્યાદિ લક્ષમાં લેતાં રચયતા ન તો દિગંબર સંપ્રદાયના છે કે ન તો કૃતિ ‘અજ્ઞાતકર્તૃક’. સોમપ્રભાચાર્યની એક અન્ય પ્રાકૃત કૃતિ સુમતિનાથચરત્ર છે; પણ સંસ્કૃતમાં પણ તેમની બે અન્ય કૃતિઓ જાણીતી છે; એક તો છે શૃંગાર-વૈરાગ્યતરંગિણી તેમ જ બીજી છે શતાર્થી. પ્રથમમાં પ્રત્યેક પદ્ય ચર્થક-શૃંગાર તેમ જ વૈરાગ્યનો ભાવ પ્રકટ કરનારા હોઈ એક પ્રકારે દ્વિસંધાન-કાવ્ય કહી શકાય. સંપાદક મુનિવર પ્રદ્યુમ્નવિજય (વર્તમાને આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિ) પ્રાક્કનમાં સિંદૂરપ્રકરનો રચના સંવત્ ૧૨૩૩ (ઈ. સ. ૧૧૭૭) જણાવે છે, જે સંભાવ્ય તથ્ય મૂળ કૃતિમાં કે અન્યત્ર નોંધાયાનું જાણમાં નથી. ટિપ્પણો : ૧, પ્રકટકર્તા હરિશંકર કાલિદાસ, અમદાવાદ ૧૯૦૧. ૨. આ મહત્ત્વપૂર્ણ કૃતિનું પુનર્મુદ્રણ થવું જરૂરી છે. ૩. મોદૃ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૧-૩૨, પૃ. ૪૭૫, પાદટીપ ૪૫૫. ૪. Cf. C. D. Dalal, A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Pattan, Vol. I, Baroda 1937, p. 243. પં. લાલચંદ્ર ગાંધી બાદશાહ અલાઉદ્દીન (ખિલજી) દ્વારા સન્માનિત જે આચાર્ય વજ્રસેનની વાત કરે છે તે આ હશે ? સમય તો એ જ છે. (જુઓ ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ ૩૩૫. વડોદરા, ૧૯૬૩, પૃ ૨૩૫, કક્કસૂરિષ્કૃત નાભિનંદનજિનોદ્વારપ્રબંધમાં ઈ. સ. ૧૩૧૫માં સમરાસાહની સંગાથે ભંગ પશ્ચાત્ શત્રુંજયતીર્થના ઉદ્ધાર માટે ચાલેલા સંઘમાં અનેક આચાર્યો સાથે હેમસૂરિ-સંતાનીય વજ્રસેન સૂરિની પણ નોંધ મળે છે, તે વળી બીજા જ વજ્રસેન હોઈ શકે. Page #5 -------------------------------------------------------------------------- ________________ કપૂરપ્રકર'નો રચનાકાળ 181 5. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. 336 કે. 484. 6. એજન, પૃ. 415, કે. પ૯૮. 7. જુઓ જૈન સાહિત્ય ગૃહત્ તિહાસ, પદ, વીજળી, 2676, . 160. ८.श्रतज्ञान प्रसारक सभा, अहमदाबाद, 1984. સિંદૂરપ્રકર' કાવ્યનું ઉપોદઘાત પદ્ય આ પ્રમાણે છે : सिन्दूरप्रकरस्तपः करिशिरः क्रोडे कषायाटवी, दावाचिनिचयः प्रबोधदिवसप्रारंभसूर्योदयः / मुक्तिस्त्रीकुचकुम्भकुडकुमरस: श्रेयस्तरोः पल्लवप्रोल्लसः क्रमयोर्नखद्युतिभरः पार्श्वप्रभोः पातु वः // 1 // એક હિંગુલપ્રકર નામક કાવ્યકૃતિનો ઉલ્લેખ પણ જોવા મળ્યો છે. એ અભિધાન પણ સિંદૂરપ્રકરને આભારી હોઈ શકે છે. (આવી નોંધ (સ્વ) હીરાલાલ રસિકદાસ કાપડિયાએ કયાંક આપ્યાનું સ્મરણ છે.)