SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખસમુચ્ચય-૧ કારણસર પણ એ પદ્યોની ઉપસ્થિતિ અનિવાર્ય બને છે; અને અંતિમ પઘોમાં કર્તા પોતાનાં નામાદિ પ્રકટ કરે તે પણ કાવ્યપરિપાટીમાન્ય વસ્તુ છે. ૧૮૦ તદતિરિક્ત કપૂરપ્રકરની જૂનામાં જૂની પ્રતો પણ ઠીક સંખ્યામાં શ્વેતાંબર જૈન ભંડારોમાં જ મળે છે. વિશેષમાં તેના પર રચાયેલ ત્રણ ટીકાઓ—ખરતરગચ્છીય ચારિત્રવર્ધનની સં. ૧૫૦૫ - ઈ. સ. ૧૪૪૯ની, બાદ એ જ ગચ્છના જિનસાગરસૂરિના શિષ્ય ધર્મચંદ્રગણિની (ઈસ્વીસન્ના ૧૫મા સૈકાનું આખરી ચરણ), અને ૧૭મા શતકના આરંભે નાગોરી-તપાગચ્છીય ચંદ્રકીર્તિ-શિષ્ય હર્ષકીર્ત્તિ ગણિત્ની શ્વેતાંબર કર્તાઓની જ છે. સોમપ્રભાચાર્યના સ્વકીય જિનધર્મપ્રતિબોધ(પ્રાકૃત)માં તેનાં કેટલાંક પઘો ઉદ્ધૃત પણ કર્યાં છે; બન્ને વચ્ચે વિષય-વસ્તુ તેમ જ સારવારમાં સમાનતા પણ છે. આમ તો કૃતિમાં પ્રસ્તુત થયેલ કેટલાયે ભાવો જૈનોના બન્ને સંપ્રદાયોને માન્ય છે; પણ કૃતિમાં જિનપૂજા પર અને તેના ફળ પર અપાયેલું વિશેષ જોર, આગમને અપાયેલ મહત્ત્વ ઇત્યાદિ લક્ષમાં લેતાં રચયતા ન તો દિગંબર સંપ્રદાયના છે કે ન તો કૃતિ ‘અજ્ઞાતકર્તૃક’. સોમપ્રભાચાર્યની એક અન્ય પ્રાકૃત કૃતિ સુમતિનાથચરત્ર છે; પણ સંસ્કૃતમાં પણ તેમની બે અન્ય કૃતિઓ જાણીતી છે; એક તો છે શૃંગાર-વૈરાગ્યતરંગિણી તેમ જ બીજી છે શતાર્થી. પ્રથમમાં પ્રત્યેક પદ્ય ચર્થક-શૃંગાર તેમ જ વૈરાગ્યનો ભાવ પ્રકટ કરનારા હોઈ એક પ્રકારે દ્વિસંધાન-કાવ્ય કહી શકાય. સંપાદક મુનિવર પ્રદ્યુમ્નવિજય (વર્તમાને આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિ) પ્રાક્કનમાં સિંદૂરપ્રકરનો રચના સંવત્ ૧૨૩૩ (ઈ. સ. ૧૧૭૭) જણાવે છે, જે સંભાવ્ય તથ્ય મૂળ કૃતિમાં કે અન્યત્ર નોંધાયાનું જાણમાં નથી. ટિપ્પણો : ૧, પ્રકટકર્તા હરિશંકર કાલિદાસ, અમદાવાદ ૧૯૦૧. ૨. આ મહત્ત્વપૂર્ણ કૃતિનું પુનર્મુદ્રણ થવું જરૂરી છે. ૩. મોદૃ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૧-૩૨, પૃ. ૪૭૫, પાદટીપ ૪૫૫. ૪. Cf. C. D. Dalal, A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Pattan, Vol. I, Baroda 1937, p. 243. પં. લાલચંદ્ર ગાંધી બાદશાહ અલાઉદ્દીન (ખિલજી) દ્વારા સન્માનિત જે આચાર્ય વજ્રસેનની વાત કરે છે તે આ હશે ? સમય તો એ જ છે. (જુઓ ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ ૩૩૫. વડોદરા, ૧૯૬૩, પૃ ૨૩૫, કક્કસૂરિષ્કૃત નાભિનંદનજિનોદ્વારપ્રબંધમાં ઈ. સ. ૧૩૧૫માં સમરાસાહની સંગાથે ભંગ પશ્ચાત્ શત્રુંજયતીર્થના ઉદ્ધાર માટે ચાલેલા સંઘમાં અનેક આચાર્યો સાથે હેમસૂરિ-સંતાનીય વજ્રસેન સૂરિની પણ નોંધ મળે છે, તે વળી બીજા જ વજ્રસેન હોઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249366
Book TitleKarupur prakarno Rachnakal
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & History
File Size313 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy