Book Title: Karunani Charam Koti Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ કરુણાની ચરમ કોટિ મોટા જીવોને ભૂલી જાય છે. કીડીને બચાવે, પણ ગરીબ કે લાચાર માણસનું ક્રૂર શોષણ કરતાં જરા પણ ન અચકાય. આવાં માણસોના એકાંગીણ વ્યવહારથી અહિંસાની ભાવના વિશે સામાન્ય લોકોમાં ગેરસમજ પ્રવર્તતી હોય છે, અને ધર્મ વગોવાય છે. કેટલાંક માણસોની ધર્મભાવના માનવદયાથી વધુ વિસ્તરતી નથી. તેઓ એમ માને છે કે માનવહિતનું અને માનવનાં સુખશાંતિનું કાર્યક્ષેત્ર જ એટલું મોટું છે કે એથી બહાર જવાની જરૂર નથી. આ માન્યતા અધૂરી છે, કારણ કે જગતનાં તમામ મનુષ્યોને સર્વકાળ માટે સર્વ રીતે સુખી કરી શકાય તેવું સંસારનું સ્વરૂપ નથી. વળી, માનવતાનું તમામ કાર્ય પૂર્ણ થયા પછી જ અન્ય પ્રાણીઓ પ્રત્યે યા પ્રગટવી જોઈએ એવું વિભાજિત ઊર્મિતંત્ર મનુષ્યનું નથી. એટલે મનુષ્ય પોતાની ચેતનાનો વિસ્તાર અન્ય મનુષ્ય પૂરતો જ સીમિત કરવાનો પ્રયત્ન કરે તે યોગ્ય નથી. કેટલાક મહાત્માઓના હૃદયમાં જગતનાં તમામ મનુષ્યો પ્રત્યે જેમ પ્રેમ અને કરુણા રહેલાં હોય છે, તેમ જગતનાં તમામ પશુપક્ષીઓ તેમજ સ્થળ કે સૂક્ષ્મ જીવજંતુઓ પ્રત્યે અર્થાત્ તમામ જીવો પ્રત્યે પ્રેમ અને કરુણ રહેલાં હોય છે. તેમનો કોઈ પણ વ્યવહાર સંસારના કોઈ પણ જીવને મન, વચન અને કાયાથી તથા કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રિવિધેત્રિવિધ જરા પણ દુ:ખ ન થાય એ કોટિનો હોય છે. ભગવાન મહાવીરે અહિંસાની ભાવનાને માનવદયા પૂરતી સીમિત ન કરતાં સમગ્ર વિશ્વના તમામ જીવો પ્રતિની દયા સુધી તેને વિસ્તારી. આવી ઉચ્ચતમ જીવદયામાં માનવદયા તો અવશ્ય સમાવિષ્ટ જ છે તે ક્યારેય ભુલાવું ન જોઈએ. ભગવાન મહાવીરે અહિંસાની, પ્રેમ અને કરુણાની ભાવનાને પોતાના જીવનમાં એની ચરમ કોટિ સુધી પહોંચાડી. આ ભાવનાની તરતમતાને પારખવી એ કેટલાંક માટે જો સહેલી વાત ન હોય તો તેને સમજપૂર્વક જીવનમાં ઉતારવી તે તો કેટલી બધી કઠિન વાત ગણાય ! ધર્મની સાચી સમજણ પ્રાપ્ત થાય અને તે પ્રમાણે આચરણ પણ થાય તો એ દ્વારા આત્મશાંતિ અને વિશ્વશાંતિ ઉભય સાધી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3