Book Title: Karunani Charam Koti
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૮ જિનતત્વ તે ઘણી જ ઊંચી કોટિનો છે. સમગ્ર વિશ્વનાં રોજિંદં સુખશાંતિ માટે તે જેમ ઉપયોગી છે તેમ વ્યક્તિની આધ્યાત્મિક સાધનાને માટે પણ ઉપયોગી છે. “દરેક જીવન જીવવું ગમે છે અને કોઈને મરવું ગમતું નથી. માટે કોઈ પણ જીવને મારવો નહિ.” – અહિંસાનું ભગવાન મહાવીરે આપેલું આ સર્વમાન્ય સૂત્ર છે. પરંતુ બધા જીવો એકસરખા નથી. માણસ, ગાય, પક્ષી, માખી, વાંદો કે કીડી -- એ દરેકને મારી નાખવાનું પાપ એકસરખું ન હોઈ શકે, કારણ કે ઇન્દ્રિયો અને ચિત્તનો વિકાસ બધાંમાં એકસરખો નથી હોતો. એવી રીતે મનુષ્યમાં પણ બાળક, વૃદ્ધ, ગર્ભવતી સ્ત્રી, દુર્જન, સંતમહાત્મા એ દરેકની હત્યાનું પાપ પણ એકસરખું ન હોઈ શકે. વળી હત્યા કરનાર દરેકના મનના આશય અને ભાવો એકસરખા નથી હોતા. બીજા જીવોને પોતાના દ્વારા પ્રતિકૂળતા થવી કે બીજાના મનને દૂભવવું ત્યાંથી માંડીને ઘોર હત્યા કરવી ત્યાં સુધીનું ક્ષેત્ર હિંસાનું ગણાયું છે. પરિણામે હિંસાની તરતમતા અનંત કોટિની હોઈ શકે. પ્રેમ અને કરુણા એ મનુષ્યના નૈસર્ગિક ગુણો છે. એ જેમ વધુ સતેજ બને તેમ મનુષ્યની અહિંસાની ભાવના સ્કૂલમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરે. મનુષ્યમાં રહેલાં પ્રેમ અને કરુણા માત્ર પોતાના કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, જ્ઞાતિ, ધર્મ કે સમુદાયનાં મનુષ્યો પૂરતાં જ સીમિત ન રહેવાં જોઈએ. માનવપ્રેમ જગતના તમામ માનવો સુધી વિસ્તરવો જોઈએ. પોતાનો દ્વેષ કે ધિક્કાર કરનાર દુશ્મનને પણ જે સાચી રીતે ચાહી શકે તેની ભાવના તેટલી ઊંચી. કેટલાંક માણસોનો પ્રેમ મનુષ્ય ઉપરાંત માત્ર પાળેલા પ્રાણીઓ સુધી વિસ્તરે છે. એથી આગળ વધી કેટલાંક માણસો હિંસક કે અહિંસક એવાં તમામ પશુપક્ષીઓને ચાહે છે; પણ નાનાં જીવજંતુઓને મારવામાં તેમને કહ્યું જ પાપ જણાતું નથી. તો બીજાં કેટલાંક એથી પણ આગળ વધી નાનામાં નાના એકેન્દ્રિય જીવોની પણ હિંસા ન થાય તેવી રીતે પોતાનો જીવનવ્યવહાર ગોઠવે છે. હવા, પાણી, માટી વગેરેમાં રહેલા સૂક્ષ્મ જીવોનો વિચાર કરીએ તો હિંસા વિના એક ક્ષણ પણ જીવન ન ટકી શકે. એટલે જ અલ્પતમ હિંસાનું ધ્યેય સ્વીકારાયું છે. કેટલાક વિદ્યાર્થીઓ જેમ આગળ ભણે અને પાછળનું ભૂલે, તેમ કેટલાંક માણસો અહિંસાની ભાવનામાં નાનામાં નાના જીવો પ્રતિ પહોંચે છે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3