Book Title: Karma Hare Bhavjal Tare Author(s): Harshshilvijay Publisher: Aatmashreya Prakashan View full book textPage 8
________________ જીવનમાં સતત શ્રતોપાસના કરીને સાડા ત્રણ ક્રોડ નવા શ્લોકની રચના કરી છે એ સૂરીપુરંદરભગવંતે ત્રિષષ્ઠી શલાકાપુરુષચરિત્રનામના અદ્ભુત ગ્રંથની રચના કરી છે. જેમાં આ અવસર્પિણીકાલના ૨૪ તીર્થકર ભગવંતો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ ૯, પ્રતિવાસુદેવ, ૯ બલદેવ મળીને કુલ ૬૩ શલાકા પુરુષ ના ચરિત્રની અદ્ભુત રચના કરી છે. શ્રી તીર્થંકર ભગવંતોના જીવન ચરિત્રને વિસ્તૃત આલેખીને એ મહાપુરુષે ભાવિ પેઢી ઉપર અત્યંત અવિસ્મરણીય ઉપકાર કર્યો છે. ચોવીસ તીર્થંકર ભગવંતોના ચરિત્રોનું વાંચન, મનન અને ચિંતન જીવનને એક નવી દિશા પૂરી પાડે ગત સાલ શ્રમણ ભગવાન મહાવીર (૨૭ભવ સચિત્ર) પુસ્તક પ્રકાશિત થયા પછી ઘણા ભાગ્યશાળીઓની એવી ભાવના હતી કે ચોવીસ તીર્થકર ભગવંતોનું ચરિત્ર સચિત્ર પણે એક જ પુસ્તકમાં પ્રકાશિત થાય... તેમાં પણ ખાસ કરીને સુશ્રાવક શ્રદ્ધાસંપન્નવાડીભાઈની ભાવનાથી આ કાર્ય સંપન્નબન્યું છે. પ્રસ્તુત પુસ્તકનુ સંકલન મુખ્યતયા શ્રી ત્રિષડીશલાકા પુરુષ ચરિત્ર ના આધારે કરાયું છે. આ પુસ્તકનાં સંકલનમાં ઉપકારી ગુરૂદેવો પરમતારક પરમાત્માભક્તિના પરમઉપાસક, જિનશાસનના મહાન જ્યોતિર્ધર, તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા , પૂજયપાદે વાત્સલ્યવારિધિ, સુવિશાલ ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા, પૂજયપાદ તપસ્વીરત્ન વૈરાગ્યવારિધિ, પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી ગણિવર આદિ મહાપુરુષોની દિવ્ય કૃપા તથા પૂજયપાદ પરમઉપકારી ગુરુદેવ, શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણશીલ સૂરીશ્વરજી મ.સા., તથા પ્રશાંતમૂર્તિ વ્યવહારદક્ષ, મધુરકંઠી પૂ. મુનિરાજ શ્રી કુલશીલવિજયજી મ.ની પાવન પ્રેરણા આ પ્રયત્નમાં કારણભૂત છે. પ્રાંત અરિહંત પરમાત્માનાચરિત્રોના વાંચન ચિંતન, મનન દ્વારા પ્રભુભક્તિના રસમાં તરબોળ બની શમ-સંવેગ-નિર્વેદની ધારામાં આત્માને નવપલ્લવિત બનાવીને આત્મશ્રેયસાધીએ એજ મનોકામના. વિ.સં. ૨૦૫૮ જે. સુ. ૧૦ મુ. હર્ષશીલ વિ. (પૂ. ગુરૂદેવશ્રીજી નો ૪૦ મો દિક્ષાદિન) Jain Education International For Private & Pebenal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 284