Book Title: Kappasuttam Vhas Vises Chunni Sahiyam Part 03 Author(s): Bhadrabahuswami, Sanghdasgani Kshamashraman, Publisher: Shubhabhilasha Trust View full book textPage 7
________________ (૬) ‘બૃહત્કલ્પસૂત્ર’નામના આગમની વિશેષચૂર્ણ નામની વ્યાખ્યા શ્રી સંઘના ચરણોમાં સમર્પિત કરતા અમે આનંદ અનુભવીએ છીએ. વિશેષચૂર્ણ લગભગ ૧૩૦૦ થી વધુ વરસ પ્રાચીન છે અને આજ સુધી અપ્રગટ છે. ચૂર્ણિગ્રંથ આગમપંચાંગીમાં સ્થાન ધરાવે છે. બધું મળીને ૨૦ જેટલાં જ ચૂર્ણિ ગ્રંથો છે. તેમાં કલ્પસૂત્ર ૫૨ બે ચૂર્ણિઓ છે. તેમાંથી એક વિશેષચૂર્ણ અહીં પ્રસ્તુત છે. પ્રાજ્ઞવર્ય શ્રી રૂપેન્દ્રકુમારજી પગારિયાએ ખૂબ જહેમત લઇને વિશેષચૂર્ણ લિવ્યંતર કરીને આદર્શપ્રત તૈયાર કરી હતી. તેનો આધાર લઇને વિવિધ પ્રતો સાથે મેળવીને પૂજ્ય ગુરુદેવ મુનિપ્રવ૨શ્રી વૈરાગ્યરતિવિજયજી ગણિવરે શ્રુતભવન સંશોધન કેંદ્રના સહકર્મિઓની સહાયથી સંપાદન તૈયા૨ કર્યું છે. એક પ્રાચીન કૃતિનું પ્રકાશન કરવા દ્વારા હસ્તપ્રતોમાં સચવાયેલા શાશ્વત શાનને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાનો લાભ અમને પ્રાપ્ત થયો તેનો આનંદ છે. કલ્પસૂત્ર એ છેદસૂત્ર છે. શાસ્ત્રોમાં વર્ણવેલા યોગવાહી આચાર્ય ભગવંતોને જ તેના પઠન-પાઠનનો અધિકા૨ છે. આ મર્યાદાને ખ્યાલમાં રાખીને જ અધિકારી મહાત્મા તેમાં પ્રવેશ કરે તેવી નમ્ર પ્રાર્થના છે. આ ગ્રંથના પ્રકાશનનો લાભ શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, કાનજીવાડી, નવસારી, જ્ઞાનદ્રવ્યએ લીધો છે. તેમની શ્રુતભક્તિની હૃદયપૂર્વક અનુમોદના. શ્રુતભવનમાં કાર્ય૨ત સંપાદકગણ તેમજ શ્રુતભવન સંશોધન કેંદ્રની તમામ પ્રવૃત્તિનાં મુખ્ય આધારસ્તંભ માંગરોળ (ગુજરાત) નિવાસી માતુશ્રી ચંદ્રકલાબેન સુંદરલાલ શેઠ પરિવાર તેમજ સહુ લાભાર્થીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. ભરત શાહ (માનદ અધ્યક્ષ)Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 314