Book Title: Kalyan Lakshi Vichar
Author(s): Nyayavijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 1
________________ કલ્યાણલક્ષી વિચાર લેખક: પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજયજી, ન્યાયવિશારદ, ન્યાયતીર્થ શાસથી સીધો અનુભવ જ નથી, પણ શાસ્ત્રોપદેશના 5 પરિશીલન બાદ મુમુક્ષુ જ્યારે અન્તર્યોગની સાધનાનો માર્ગ ગ્રહણ કરે છે ત્યારે એ સાધનાના વિકાસમાંથી, શાસ્ત્રોથી ન મેળવી શકાય એવો અનુભવ તેને પ્રાપ્ત થાય છે. આ પ્રકારના ઉજજવળ અનુભવમાંથી સજતું શાસ્ત્ર યથાર્થ અને શ્રેયસ્કર હોય છે. આમ અનુભવનું સ્થાન બહુ ઊંચું છે, શાસ્ત્રની ભૂમિથી બહુ ઊંચે છે. દુનિયામાં શાના પ્રવાહો કેટલી બધી ભિન્ન ભિન્ન વિચારધારાઓમાં વહી રહ્યા છે! એમના (શાના) પ્રણેતા ઋષિઓ સમાન ભૂમિકાના નથી. તે બધાની આંતરિક નિર્મલતા તથા સમતા સરખી નથી. શાસ્ત્રવિદ્યાના મહારથી મહાપુરુષ આચાર્યો વચ્ચે કેટલા અને કેવા મતભેદે જોવામાં આવે છે ! અને સ્વમન્તવ્ય વિષે સમતુલા ન રહેતાં તેના પ્રતિપાદનમાં આવેશને વશ થયેલા પણ જોઈ શકાય છે. ઋષિઓ અને આચાર્યોના પરસ્પર ખંડનમંડનથી ભરેલાં શા કંઈ ઓછાં છે? આ પ્રકારના વિકટ વાવંટોળથી મૂંઝાઈ અખા ભગત બોલી ગયો કે– “અખો કહે અંધારે કૂવે, ઝઘડા ચુકાવી કઈ ન મુઓ.” કહેવાનો મતલબ એ છે કે શાસ્ત્રમેહે શાસ્ત્રના પૂજક ન થતાં પિતાની પ્રણારૂપ પ્રદીપને સાથે રાખી શાસ્ત્રવિહાર કરવામાં ક્ષેમકુશલ છે. દરેક સમજદારે કઈ પણ શાસ્ત્ર જળ યા ઉપદેશ-જળને પિતાની સ્વસ્થ બુદ્ધિરૂપ ગળણાથી ગાળીને જ લેવામાં ડહાપણ છે. શારૂપ સમુદ્રમાંથી “મરજીવા” થઈ મેતી કાઢવાનાં છે. એ રીતે શાથી કામ લેવાનું છે, પણ ડૂબી મરવા માટે કઈ એક શાસ્ત્રને કૂવો બનાવવાનું નથી. આર્ષ, પારમષ શામાં જ્ઞાનસમ્પત્તિ તથા પવિત્ર વિચારસમ્પત્તિ ઘણી ભરી છે. છતાં શારે લાંબા ભૂતકાળના ઝંઝાવાતમાંથી પસાર થઈ આવ્યાં છે એ વસ્તુ પણ, શાસ્ત્રોના અવલેનમાં પિતાની સહજ તટસ્થ બુદ્ધિના ઉપયોગને સાથે રાખવાની આવશ્યકતા સૂચવે છે. કોરું “બાબાવાક્ય પ્રમાણું” ન ચાલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4