Page #1
--------------------------------------------------------------------------
________________
કલ્યાણલક્ષી વિચાર
લેખક: પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજયજી, ન્યાયવિશારદ, ન્યાયતીર્થ
શાસથી સીધો અનુભવ જ નથી, પણ શાસ્ત્રોપદેશના 5 પરિશીલન બાદ મુમુક્ષુ જ્યારે અન્તર્યોગની સાધનાનો માર્ગ ગ્રહણ કરે છે ત્યારે એ સાધનાના વિકાસમાંથી, શાસ્ત્રોથી ન મેળવી શકાય એવો અનુભવ તેને પ્રાપ્ત થાય છે. આ પ્રકારના ઉજજવળ અનુભવમાંથી સજતું શાસ્ત્ર યથાર્થ અને શ્રેયસ્કર હોય છે. આમ અનુભવનું સ્થાન બહુ ઊંચું છે, શાસ્ત્રની ભૂમિથી બહુ ઊંચે છે.
દુનિયામાં શાના પ્રવાહો કેટલી બધી ભિન્ન ભિન્ન વિચારધારાઓમાં વહી રહ્યા છે! એમના (શાના) પ્રણેતા ઋષિઓ સમાન ભૂમિકાના નથી. તે બધાની આંતરિક નિર્મલતા તથા સમતા સરખી નથી. શાસ્ત્રવિદ્યાના મહારથી મહાપુરુષ આચાર્યો વચ્ચે કેટલા અને કેવા મતભેદે જોવામાં આવે છે ! અને સ્વમન્તવ્ય વિષે સમતુલા ન રહેતાં તેના પ્રતિપાદનમાં આવેશને વશ થયેલા પણ જોઈ શકાય છે. ઋષિઓ અને આચાર્યોના પરસ્પર ખંડનમંડનથી ભરેલાં શા કંઈ ઓછાં છે? આ પ્રકારના વિકટ વાવંટોળથી મૂંઝાઈ અખા ભગત બોલી ગયો કે–
“અખો કહે અંધારે કૂવે, ઝઘડા ચુકાવી કઈ ન મુઓ.” કહેવાનો મતલબ એ છે કે શાસ્ત્રમેહે શાસ્ત્રના પૂજક ન થતાં પિતાની પ્રણારૂપ પ્રદીપને સાથે રાખી શાસ્ત્રવિહાર કરવામાં ક્ષેમકુશલ છે. દરેક સમજદારે કઈ પણ શાસ્ત્ર જળ યા ઉપદેશ-જળને પિતાની સ્વસ્થ બુદ્ધિરૂપ ગળણાથી ગાળીને જ લેવામાં ડહાપણ છે. શારૂપ સમુદ્રમાંથી “મરજીવા” થઈ મેતી કાઢવાનાં છે. એ રીતે શાથી કામ લેવાનું છે, પણ ડૂબી મરવા માટે કઈ એક શાસ્ત્રને કૂવો બનાવવાનું નથી.
આર્ષ, પારમષ શામાં જ્ઞાનસમ્પત્તિ તથા પવિત્ર વિચારસમ્પત્તિ ઘણી ભરી છે. છતાં શારે લાંબા ભૂતકાળના ઝંઝાવાતમાંથી પસાર થઈ આવ્યાં છે એ વસ્તુ પણ, શાસ્ત્રોના અવલેનમાં પિતાની સહજ તટસ્થ બુદ્ધિના ઉપયોગને સાથે રાખવાની આવશ્યકતા સૂચવે છે. કોરું “બાબાવાક્ય પ્રમાણું” ન ચાલે.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
આજના પ્રતિભાશાલી પ્રાજ્ઞાના વિચાર। શાસ્ત્રપરંપરાથી વિરુદ્ધ જણાતા હાય તાયે તેથી ન ભડકતાં તે વિચારાને સમતાથી વિચારવા ઘટે; અને, ઠીક લાગે તેા, સત્યશેાધકની હેસિયતથી તે વિચારાને પેાતાની વિચારપૂજીમાં ભેળવવા ઘટે. કોઈના પણ વિચારો જેટલે અંશે યુક્ત-ઉપયુક્ત લાગતા હોય તેટલે અંશે તેમની કદર કરવી ઘટે. એ સત્યપૂજા ચા જ્ઞાનપૂજાનું પ્રશસ્ત લક્ષણ છે.
ફ્
સત્યને માટે શાસ્ત્ર છે, પણ શાસ્ત્રને માટે સત્ય નથી. જે સત્ય છે, જે વિચારપૂત અથવા બુદ્ધિપૂત છે, યુક્તિસિદ્ધ અને હિતાવહ છે તેને શાસ્ત્ર ઉથલાવી શકે નહિ; ઉથ લાવવા જાય તો તે પાતે જ ઊથલી પડે. જે બુદ્ધિથી અગમ્ય-બુદ્ધિની પહેાંરાની બહાર-હાય તેની સામે તે વિરોધ કરવાની શકયતા જ કયાં છે ? તેવી બાબતમાં ગમ ન પડે તાયે ચુપકી જ રાખવી પડે. પરન્તુ બુદ્ધિવિરુદ્ધ હાય (બુદ્ધિ વાંધા ઉડાવે) એવુ', લેાકહિતવિરુદ્ધ હોય એવું તત્ત્વ શાસ્ત્રથી (શાસ્ત્ર કહે છે માટે) માની લેવાય નહિ. બૃહસ્પતિ સ્મૃતિમાં કહ્યું છે :
केवलं शास्त्रमाश्रित्य न कर्तव्यो विनिर्णयः । युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते ॥
અર્થાત્ કેવળ શાસ્ત્રના આધાર લઈ નિર્ણય કરી શકાય નહિ; કેમકે જે વિચાર યુક્તિવિરુદ્ધ હેાય તેને અનુસરવાથી ધર્માંની હાનિ થાય છે.
અહીં પ્રસંગેાપાત્ત જણાવવું જોઈ એ કે કુલાચારથી પણ સારું આચરણ કે સારાં કામ થાય તે પ્રશ’સનીય છે, પણ સમજબુદ્ધિથી જે સત્કર્મ થાય તેની મા એક ઔર છે. કુલાચારથી જે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે તેની એટલી મહત્તા નથી, પણ જે સમજપૂર્વક જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે, અર્થાત્ જૈનત્વ, ઔદ્ધત્વ યા વૈષ્ણુવત્વના વિશુદ્ધ આદ મુજબ જે જૈન, ઔદ્ધ યા વૈષ્ણવ છે તે જ ખરા જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે; કેમકે જે સમજપૂર્વક સન્માની દીક્ષા અંગીકાર કરે છે તે એ માની પર પરામાં કસ્તુર-કચરા જેવું જે આવી પડેલું હેાય તેને ખસેડવાના વિવેક પણ દાખવે છે. એવા વિવેકથી તે અસત્ તત્ત્વને દૂર કરી પેાતાના જીવનવિકાસના સાધન સાથે આમજનતા આગળ પણ એક સ્વચ્છ જ્ઞાનમાર્ગ રજૂ કરે છે.
જૈન, ઔદ્ધ, વૈષ્ણવ વગેરે સંકુચિત મનેાવૃત્તિના હોય તે જ એકબીજાથી અલગજુદા જુદા માર્ગગામી બને છે, પણ જો વિવેકદૃષ્ટિસમ્પન્ન અને સાચી કલ્યાણ કામનાવાળા હોય તો તેઓ, સામ્પ્રદાયિક નામ જુદાં જુદાં ધરાવવા છતાં, વસ્તુતઃ એક જ કલ્યાણમા પર વિહરનારા હાય છે. આવા સમભાવી, શુદ્ધ જિજ્ઞાસુ, ગુણપૂજક સજ્જનો ખરેખર, એક જ માના સહપ્રવાસી છે.
"
• વૈષ્ણવ જન તે। તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે.”
—એ ભજન, જે દેશભરમાં પ્રસિદ્ધ છે, તેમાં અતાવેલા નૈતિક સદ્ગુણૢા જેમ વૈષ્ણવ થવા માટે આવશ્યક છે, તેમ ઔદ્ધ કે જૈન થવા માટે પણ આવસ્યક છે. અતઃ એ સદ્ ગુણાને ધારણ કરવા એ જ જો સાચુ. વૈષ્ણવથવાપણુ, બૌદ્ધથવાપણું અથવા જૈનથવાપણું
Page #3
--------------------------------------------------------------------------
________________
કે
મુ. શ્રી. ન્યાયવિજયજી કલ્યાણલક્ષી વિચાર હોય તો વૈષ્ણવપણું, બૌદ્ધપણું અને જૈનપણું એ જુદી વસ્તુઓ રહેતી નથી, એ એક જ વસ્તુ બની જાય છે. જેમ જલ, વારિ, પાણી, નીર શબ્દો એક જ વસ્તુના બોધક હોઈ જલ, વારિ, પાણી, નીર એક જ વસ્તુ છે, તેમ વૈષ્ણવ, બૌદ્ધ, જૈન * એક જ વસ્તુના બેધક હોઈ એક જ વસ્તુ છે.
જગતમાં દાર્શનિક મન્ત હમેશાં જુદાં જુદાં જ રહેવાનાં, તેમ જ ક્રિયાકાંડની પ્રણાલીઓ પણ જુદી જુદી જ રહેવાની.
હવે અહીં એ સમજી લેવાની જરૂર છે કે દાર્શનિક મન્તવ્ય અને ક્રિયાકાંડની જુદાઈને લીધે ધર્મમાં જુદાઈ આવી શકતી નથી. હજારો માણસમાં દાર્શનિક માન્યતાઓ અને ક્રિયાકાંડની રીતિ-પદ્ધતિઓ એકબીજાથી જુદી જુદી હોવા છતાંય જો એ બધા સત્ય-અહિંસારૂપ એક ધર્મમાં માનનાર હોય તો તેઓ એક ધર્મના ગણાવા યેગ્ય છે.
એ વાત સ્પષ્ટ છે કે ધાર્મિકતાનું માપ ધર્મથી (જીવન ધર્મના નિર્મળ રંગે જેટલું રંગાયું હોય તે પરથી) થાય, દાર્શનિક પટુતાથી કે ક્રિયાકાંડના બાહ્ય આચરણ પરથી નહિ. તેમ જ એ પણ ખુલ્લું છે કે જીવનને ઉદ્ધાર એકમાત્ર ધર્મથી (અહિંસા-સત્યરૂપ ધર્મના પાલનથી) છે, કોરાં દાર્શનિક મન્તવ્યના સ્વીકરણથી કે કેરે ક્રિયાકાંડથી નહિ. આમ છતાં ભિન્ન ભિન્ન પ્રકારના દાર્શનિક વાદે પૈકી કઈ પણ વાદ કોઈ માણસની પવિત્ર ધર્મસાધનામાં સહારો આપનાર બને અને કઈ પદ્ધતિનું કિયાકાંડ એની પવિત્ર ધર્મસાધનામાં ઉલ્લાસ પૂરનાર બને તો તે માણસ માટે તે બન્ને (તે વાદ અને તે ક્રિયાકાંડ) શ્રેયસ્કર બની જાય છે.
આમ, ધર્મ એ મુદ્દાની વસ્તુ છે, અને દાર્શનિક મતવાદ તથા ક્રિયાકાંડનું સૌષ્ઠવ ધર્મપાલનમાં ઉપગી અથવા સહાયક થવામાં જ રહેલું છે. જેની પવિત્ર ધર્મસાધનામાં જે તત્ત્વવાદ અને જે પ્રકારનું ક્રિયાકાંડ સહારો આપે તે તેને માટે અમૃતરૂપ. અતઃ દાર્શનિક મન્તવ્યની વિશેષતા કે ક્રિયાકાંડની ભિન્ન ભિન્ન પ્રણાલીઓ ઉપરથી ધર્મ જુદા જુદા માની લેવાની દષ્ટિ ખોટી હાઈ દૂર કરવી જોઈએ, અને અહિંસા-સત્યના સન્માર્ગમાં ધર્મ માનનારા બધા–ચાહે એ લાખો હોય કે કરોડો–એક ધર્મના છે, સાધમિક છે એમ સમજવું જોઈએ.
જીવનનું કલ્યાણ શાસ્ત્રજ્ઞાનની વિશાળતા કે અધિકતા ઉપર અવલંબિત નથી, પણ તત્ત્વભૂત સમજણનો દઢ રીતે અમલ કરવામાં છે. જાડી બુદ્ધિના પણ માણસ અનીતિઅન્યાય તથા રાગ-રોષ ન કરવાની શિખામણને જીવનમાં ઉતારી ઝપાટામાં તરી ગયા છે, જ્યારે મોટા મોટા પંડિતે, શાસ્ત્રીઓ કે ફિલસૂફે તત્વદષ્ટિને સ્પર્શવામાં અસમર્થ રહી ભવસાગરમાં ડૂબેલા રહે છે.
મારું તે સાચું એમ નહિ, પણ સાચું તે મારું” એમ બોલવામાં ઘણાખરા ચતુરાઈ વાપરે છે, પણ વર્તાવામાં તેઓ પક્ષમેહથી ખેંચાઈ જાય છે અને સાચું શું છે, ક્યાં છે એને વિચાર કરવાને થોભતા નથી, અને પિતાનું તે સાચું અને બીજાનું તે હું
* વૈષ્ણવ, બૌદ્ધ, જૈનની જેમ અન્ય સમ્પ્રદાયાનુયાયી ધાર્મિક પણ લેવા.
Page #4
--------------------------------------------------------------------------
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ એવા મનોબદ્ધ પૂર્વગ્રહથી દેરવાઈ બીજાને મિથ્યાત્વી, કુસંગી, નાસ્તિક, કાફર એવાં એવાં ઉપનામથી નવાજે છે. પરંતુ આમાં વિવેકદ્રષ્ટિની મોટી ખામી દેખાઈ આવે છે. જેમને આપણે આપ્તપુરુષ માન્યા તેમના વિશે આપણને શ્રદ્ધાળુભાવ હેય એ સ્વાભાવિક છે, પરંતુ તે શ્રદ્ધા અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. સ્થાને પડેલી હોય તોયે વિધેકવિચારના પાયાવાળી ન હોય તો તે જાગ્રત અને અડગ શ્રદ્ધા નથી હોતી. જ્યારે તે શ્રદ્ધાને વિવેક-વિચારનું પીઠબળ હોય છે ત્યારે તે સાચી શ્રદ્ધા બને છે. અહીં આપણે એ જાણી લેવું ઉપયોગી છે કે માનવજીવનના સર્વાગીણ વિકાસ માટે બુદ્ધિ (જે જ્ઞાનનું સ્થાન છે) અને હૃદય (જે શ્રદ્ધાનું સ્થાન છે) એ બેનું સંતુલન આવશ્યક છે. એ બન્ને એકબીજાના પૂરક છે –બુદ્ધિ જે કર્તવ્યમાળ સુઝાડે છે, તે હૃદય એ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે; હૃદય વિના બુદ્ધિ નિષ્ક્રિય છે અને બુદ્ધિ વિના હૃદય દિબ્રાન્ત છે. બુદ્ધિ અને હૃદય એ બેના સુમેળથી જ જીવનયાત્રા ચાલે છે અને જીવનયાત્રાનું સૌષ્ઠવ સધાય છે. ચારિત્રમાર્ગમાં જ્ઞાનની અપૂર્ણતા શ્રદ્ધાથી પૂરીને આગળ વધી શકાય છે. જેમ જેમ અનુભવજ્ઞાનનું ક્ષેત્ર વધતું જાય છે તેમ તેમ શ્રદ્ધાનું ક્ષેત્ર ઘટતું જાય છે –જેકે શ્રદ્ધાની ઘનિષ્ઠતા વધતી જાય છે, અને જ્યારે અનુભવજ્ઞાન પૂર્ણતાએ પહોંચે છે ત્યારે શ્રદ્ધા પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ તજીને અનુભવજ્ઞાનમાં લય પામી જાય છે. કઈ બાબતના અસ્તિત્વના સંબંધમાં અથવા કેઈ કાર્યકારણભાવના સંબંધમાં સન્ડેહને માટે કિંચિત્ પણ અવકાશ રહેતો હોય ત્યાં શ્રદ્ધા રાખવા ન રાખવાનો પ્રશ્ન આગળ આવે છે; પરંતુ જ્યારે તે બાબતનું પ્રત્યક્ષ રીતે કે પ્રયોગસિદ્ધપણે અનુભવજ્ઞાન થાય છે ત્યારે શ્રદ્ધા રાખવા ન રાખવાનો પ્રશ્ન ઊઠતો નથી. માંડલ (વિરમગામ થઈને) : તા. 29-10-64 - - - - -