________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ એવા મનોબદ્ધ પૂર્વગ્રહથી દેરવાઈ બીજાને મિથ્યાત્વી, કુસંગી, નાસ્તિક, કાફર એવાં એવાં ઉપનામથી નવાજે છે. પરંતુ આમાં વિવેકદ્રષ્ટિની મોટી ખામી દેખાઈ આવે છે. જેમને આપણે આપ્તપુરુષ માન્યા તેમના વિશે આપણને શ્રદ્ધાળુભાવ હેય એ સ્વાભાવિક છે, પરંતુ તે શ્રદ્ધા અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. સ્થાને પડેલી હોય તોયે વિધેકવિચારના પાયાવાળી ન હોય તો તે જાગ્રત અને અડગ શ્રદ્ધા નથી હોતી. જ્યારે તે શ્રદ્ધાને વિવેક-વિચારનું પીઠબળ હોય છે ત્યારે તે સાચી શ્રદ્ધા બને છે. અહીં આપણે એ જાણી લેવું ઉપયોગી છે કે માનવજીવનના સર્વાગીણ વિકાસ માટે બુદ્ધિ (જે જ્ઞાનનું સ્થાન છે) અને હૃદય (જે શ્રદ્ધાનું સ્થાન છે) એ બેનું સંતુલન આવશ્યક છે. એ બન્ને એકબીજાના પૂરક છે –બુદ્ધિ જે કર્તવ્યમાળ સુઝાડે છે, તે હૃદય એ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે; હૃદય વિના બુદ્ધિ નિષ્ક્રિય છે અને બુદ્ધિ વિના હૃદય દિબ્રાન્ત છે. બુદ્ધિ અને હૃદય એ બેના સુમેળથી જ જીવનયાત્રા ચાલે છે અને જીવનયાત્રાનું સૌષ્ઠવ સધાય છે. ચારિત્રમાર્ગમાં જ્ઞાનની અપૂર્ણતા શ્રદ્ધાથી પૂરીને આગળ વધી શકાય છે. જેમ જેમ અનુભવજ્ઞાનનું ક્ષેત્ર વધતું જાય છે તેમ તેમ શ્રદ્ધાનું ક્ષેત્ર ઘટતું જાય છે –જેકે શ્રદ્ધાની ઘનિષ્ઠતા વધતી જાય છે, અને જ્યારે અનુભવજ્ઞાન પૂર્ણતાએ પહોંચે છે ત્યારે શ્રદ્ધા પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ તજીને અનુભવજ્ઞાનમાં લય પામી જાય છે. કઈ બાબતના અસ્તિત્વના સંબંધમાં અથવા કેઈ કાર્યકારણભાવના સંબંધમાં સન્ડેહને માટે કિંચિત્ પણ અવકાશ રહેતો હોય ત્યાં શ્રદ્ધા રાખવા ન રાખવાનો પ્રશ્ન આગળ આવે છે; પરંતુ જ્યારે તે બાબતનું પ્રત્યક્ષ રીતે કે પ્રયોગસિદ્ધપણે અનુભવજ્ઞાન થાય છે ત્યારે શ્રદ્ધા રાખવા ન રાખવાનો પ્રશ્ન ઊઠતો નથી. માંડલ (વિરમગામ થઈને) : તા. 29-10-64 - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org