Book Title: Kahavali Kartta Bhadreshwarsuri na Samay Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 8
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પ્રશસ્તિકાર વર્ધમાનસૂરિના સમયમાં એમની પરંપરાના મુનિઓ “ભદ્રેશ્વરગચ્છીય” ગણાતા હશે, કેમ કે ભદ્રેશ્વરસૂરિ-શિષ્ય મુનિચંદ્રસૂરિ માટે ‘એમના ગચ્છોદધિના વૃદ્ધિ કરનાર’ (Tોયટિપ્સ ડ્ડિરો) એવી વિશેષતા સૂચવી છે. પશ્ચિમ ભારતમાં રચાયેલી અનેક જૂની શ્વેતાંબર ગ્રંથ-પ્રશસ્તિઓ તેમ જ અભિલેખો જોઈ વળતાં તેમાં તો ભદ્રેશ્વરાચાર્યના નામથી શરૂ થયેલો કોઈ ગચ્છ નજરે પડતો નથી; પણ મથુરા, કે જ્યાંના સુવિશ્રુત જૈન સ્તૂપના દર્શને પશ્ચિમ ભારતના શ્વેતાંબર મુનિવરો મધ્યકાળ સુધી તો જતા આવતા અને પ્રતિમા-પ્રતિષ્ઠાઓ પણ કરાવતા, ત્યાંથી એક અતિ ખંડિત, પણ સદ્ભાગ્યે સાલ જાળવતા, પ્રતિમા-લેખમાં સં. ૧૬૦૪ શ્રી ભદ્રેશ્વરાવાર્થા મિહિત... એટલો, પણ મહત્ત્વપૂર્ણ, ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ લેખ પરથી સિદ્ધ થાય છે કે ઈ સ ૧૦૪૮માં ‘ભદ્રેશ્વરાચાર્યગચ્છ’ વિદ્યમાન હતો અને તે પ્રસ્તુત મિતિ પૂર્વે સ્થપાઈ ચૂકેલો. આ ‘ભદ્રેશ્વરાચાર્ય ગચ્છ ઉપરચર્ચિત વર્ધમાનસૂરિના પૂર્વજ ભદ્રેશ્વરસૂરિના નામથી નીકળ્યો હોવાનો સંભવ છે. ૧૧૦ સમગ્ર રીતે જોતાં જેના નામથી ગચ્છ નીકળ્યો છે તે જ ભદ્રેશ્વરસૂરિ કહાવલિના કર્તા હોવાનું સંભવિત જણાય છે. કહાવલિના આંતર-પરીક્ષણથી નિશ્ચિત બનતી ઈ. સ. ૯૭૫ની પૂર્વસીમા, અભિલેખથી નિર્ણીત થતી ભદ્રેશ્વરાચાર્યગચ્છની ઈ. સ. ૧૦૪૮ની ઉત્તરાધે, તેમ જ વર્ધમાનસૂરિની પ્રશસ્તિથી સૂચવાતો ભદ્રેશ્વરસૂરિનો સરાસરી ઈસ્વીસન્ ૯૭૫-૧૦૦૦ના અરસાનો સમય, અને એ કાળે અન્ય કોઈ ભદ્રેશ્વરસૂરિ અભિધાનક આચાર્યની અનુપસ્થિતિ, એ સૌ સંયોગોનો મેળ જોતાં તો લાગે છે કે સંદર્ભગત ભદ્રેશ્વરસૂરિની મુનિરૂપેણ કાલાવિધ ઈ સ ૯૦૫-૧૦૨૫ના ગાળામાં સીમિત થવી ઘટે અને એથી કહાવલિનો અંદાજે રચનાકાળ ઈ. સ. ૧૦૦૦ના અરસાનો હોય તેવું નિર્બાધ ફલિત થઈ શકે છે. લેખ સમાપનમાં એક નાનકડું અનુમાન ઉમેરણરૂપે રજૂ કરવું અયુક્ત નહીં જણાય. કહાવલિના વિનષ્ટ દ્વિતીય પરિચ્છેદમાં શું વિષય હશે તે અંગે વિચારતાં લાગે છે કે તેમાં જૈન દંતકથાગત પુરુષોનાં ચરિત્રો અતિરિક્ત હરિભદ્રસૂરિના સમયમાં થઈ ગયેલા (પણ તેમનાથી લઘુવયસ્ક) કૃષ્ણર્ષિ, ત્યારબાદ શીલસૂરિ (શીલાચાર્ય કિંવા શીલાંસૂરિ), અને સિદ્ધર્ષિનાં વૃત્તાંત હશે. કદાચ ભક્તામરસ્તોત્રકાર માનતુંગસૂરિ (અને વાયટગચ્છીય જીવદેવસૂરિ ?) વિશે પણ ચરિત્રચિત્રણ હોય. (પ્રભાવકચરિતમાં આ વિશેષ ચરિત્રો મળે છે.) કહાવલિ બૃહદ્કાય ગ્રંથ હોઈ, તેમ જ તેનાં ભાષા-શૈલી સાધારણ કોટીનાં એવં જૂનવાણી હોઈ, પ્રભાવકચરિત જેવા ગ્રંથો બની ગયા બાદ તેનું મૂલ્ય ઘટી જતાં તેની પછીથી ઝાઝી પ્રતિલિપિઓ બની જણાતી નથી. એથી જ તો આજે આ ગ્રંથની હસ્તપ્રતો દુષ્પ્રાપ્ય બની જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11