Book Title: Kahavali Kartta Bhadreshwarsuri na Samay Vishe Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 7
________________ કહાવલિક ભદ્રેશ્વરસૂરિના સમય વિશે ૧૦૯ જોઈએ. તેઓ ત્રીજા પાદલિપ્તસૂરિની તદ્દન સમીપવર્તી હોત તો તો આ ગોટાળાથી અમુકાશે મુક્ત રહી શક્યા હોત. આ જોતાં તો એમ લાગે છે કે તેઓ ઈ. સ. ૯૭૫-૧૦૨૫ના અરસામાં થઈ ગયા છે. એમના પોતાના લખાણના જૂના રંગઢંગ પણ આ સમયને પુષ્ટિકર છે. આ વાત સ્વીકારીએ તો ઉપર જે સાતમા (તથા આઠમા) ભદ્રેશ્વર વિશે કહી ગયા તેમનાથી કહાવલિકાર ત્રણ નહીં તોયે એકાદ બે પેઢી તો જયેષ્ઠ હોવાનો સંભવ છે. એમ જ હોય તો છેલ્લા કહ્યા તે બન્ને પ્રમાણમાં જૂના કાળના ભદ્રેશ્વરસૂરિઓથી પણ વધારે જૂના, કોઈ અન્ય, ભદ્રેશ્વર હોવા અંગે કંઈક સૂચન ક્યાંકથી પણ મળવું જરૂરી છે. વસ્તુત્યા આ પ્રાચીનતમ ભદ્રેશ્વર થયા હોવાનાં બે પ્રમાણ છે, જેના તરફ કહાવલિકાર વિશે વિચારનારા વિદ્વાનોનું ધ્યાન નથી ગયું. જેમકે ચંદ્રકુલના વર્ધમાનસૂરિના પ્રાકૃત ઋષભચરિત્રના કર્તા પોતાની ગુર્વાવલી ભદ્રેશ્વરસૂરિથી આરંભે છે. તેમાં પ્રસ્તુત સૂરિવર પછી મુનિચંદ્રસૂરિ, પછી કોઈ સૂરિ (જેમને લગતાં-પદ્ય-ચરણો ખંડિત છે, ત્યારબાદ “+ સૂરિ” (“નન્ન” હશે), તે પછી કોઈ-કવિ સૂરિ (જેમનું નામ ગયું છે, તે આવે છે. પ્રશસ્તિનો તે પછીનો ભાગ નષ્ટ થયો છે. સંભવ છે કે તેમાં રચના સંવત્ તથા કર્તાનું નામ (વઢમાણ ?) દીધાં હોય. જો તેમ હોય તો વર્ધમાનસૂરિથી (એકાદ વધુ નામ ઊડી ન ગયું હોય તો) પ્રસ્તુત ભદ્રેશ્વરસૂરિ ઓછામાં ઓછું પાંચમી પેઢીએ થાય : યથા : (૧) ભદ્રેશ્વરસૂરિ (૨) મુનિચંદ્રસૂરિ (૪) (ન)રસૂરિ (૫) (વર્ધમાનસૂરિ ?) પ્રશસ્તિની ભાષા અને શૈલી ૧૧મી સદીના આખરી ચરણ બાદનાં લાગતાં નથી. વસ્તુતયા એની રીતિ-પરિપાટી કહાવલિની પ્રાકૃત અને શૈલીની પરિપાટીનાં જ લક્ષણો ધરાવે છે. એ વાત ધ્યાનમાં લેતાં તો આ પરંપરામાં આરંભે આવતા ભદ્રેશ્વરસૂરિ કહાવલિકાર હોવાનો સંભવ છે. વર્ધમાનસૂરિથી તેઓ ઓછામાં ઓછું પાંચમી પેઢીએ થયા હોઈ તેમનો સરાસરી સમય ઈ. સ. ૯૭૫-૧૦૦૦ના અરસાનો ઘટી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11